સદીની સૌથી મોટી કુદરતી આફત સામે લડી રહ્યું છે કેરળ, 2 લાખ લોકો બેઘર: PM પહોંચશે મુલાકાતે
દેશનાં દક્ષિણી રાજ્ય કેરળ છેલ્લા 100 વર્ષના ઇતિહાસમાં સૌથી ભીષણ પુર સામે જજુમી રહ્યુ છે. મુખ્યમંત્રી પિનરઇ વિજયને જણાવ્યું કે મે મહિનાથી અત્યાર સુધી 324 લોકોનાં મોત થઇ ચુક્યા છે.
Trending Photos
તિરુવનંતપુર : દેશનાં દક્ષિણી રાજ્ય કેરળ છેલ્લા 100 વર્ષના ઇતિહાસમાં સૌથી ભીષણ પુર સામે જજુમી રહ્યુ છે. મુખ્યમંત્રી પિનરઇ વિજયને જણાવ્યું કે મે મહિનાથી અત્યાર સુધી 324 લોકોનાં મોત થઇ ચુક્યા છે. રાજ્યમા થઇ રહેલા ભારે વરસાદના કારણે આશરે 2.23 હજાર લોકો બેઘર છે. આ લોકો આશરે 1568 રાહત કેમ્પોમાં રહી રહ્યા છે. બીજી તરફ પંજાબ સરકારના કેરળ માટે 10 કરોડ રૂપિયાની રાહત રકમ આપવાની જાહેરાત કરી છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શુક્રવારે રાત્રે કેરળ પહોંચી રહ્યા છે.
A pregnant lady with water bag leaking has been airlifted and evacuated to Sanjivani. Doctor was lowered to assess the lady. Operation successful #OpMadad #KeralaFloodRelief #KeralaFloods2018 pic.twitter.com/bycGXEBV8q
— SpokespersonNavy (@indiannavy) August 17, 2018
કેરળના મુખ્યમંત્રી કાર્યાલયના અધિકાીક ટ્વીટર હેન્ડલ પરથી લખ્યું કે, કેરળ છેલ્લા 100 વર્ષની સૌથી મોટી તબાહીવાળી આફત સામે જજુમી રહ્યું છે. 80 ડેમ ખોલી દેવામાં આવ્યા છે. મેથી અત્યાર સુધી 324 લોકોનાં જીવ જઇ ચુક્યા છે આશરે 2,23,239 લોકો હજી પણ રાહત શિબિરોમાં રહી રહ્યા છે. આ સાથે જ મુખ્યમંત્રી ઓફીસ કેરળનાં લોકો સાથે પીડિતો માટે મદદ માટેની અપીલ કરી રહ્યા છે.
#KeralaFloods: Southern Railway dispatched 7 BRN wagons with syntax tank carrying 2.8 lakh litre drinking water from Tamil Nadu's Erode at 4 pm. 15 BRN flat wagons with Syntax water tanks being moved from Chennai to Erode. Water will be dispatched to the Government of Kerala pic.twitter.com/VPHcyg3tKx
— ANI (@ANI) August 17, 2018
પુર પ્રભાવિત કેરળ માટે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ દ્વારા જાહેર કરાયેલ 5 કરોડ રૂપિયાની રકમ મુખ્યમંત્રી રાહત કોષમાંથી અને અન્ય 5 કરોડ રૂપિયા ભોજન અને જરૂરી સામાનો સ્વરૂપે મોકલવામાં આવશે. મુખ્યમંત્રી પિનરાઇ વિજયને જણાવ્યું કે 4 જિલ્લામાં પુરની સ્થિતી ખુબ જ ખતરનાક છે. આ જિલ્લામાં અલાપ્પુઝા, એર્નાકુલમ, પથનમતિતા અને ત્રિશુરનો સમાવેશ થાય છે.
અહી પંપા, પેરિયરા અને ચાલાકુડી નદીઓનાં જળના કારણે પ્રકોપ મચેલો છે. રાજ્યમાં 8 ઓગષ્ટથી જ તબાહીના કારણે પાક અને સંપત્તિઓ સહિત કુલ 8 હજાર કરોડ રૂપિયાથી પણ વધારેનું નુકસાન થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી મોડે અહીં પરિસ્થિતીનો તાગ મેળવવા માટે અહીં પહોંચવાનાં છે.
#WATCH: Boats being used to rescue people in a flood-hit market in Alappuzha city. #KeralaFloods pic.twitter.com/E0iMpbYdlV
— ANI (@ANI) August 17, 2018
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે