close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

red alert

કેરળમાં ભારે વરસાદ બાદ 4 લોકોનાં મોત, 3 ગુમ, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ

કેરાળામાં મેઘ સવારી વિધિવત્ત રીતે આવી પહોંચી છે. જો કે સતત વરસી રહેલા વરસાદનાં કારણે સ્થિતી અત્યંત ગંભીર થઇ ચુકી છે. કેરળમાં વરસાદનાં કારણે 4 લોકોનાં મોત નિપજ્યાં છે જ્યારે 2 તમિલનાડુનાં માછીમાર સહિત 3 લોકો ગુમ છે. કેરળનાં કેસરગૌડ, ઇડુક્કી અને કન્નુર જિલ્લામાં 23 જુલાઇ સુધીર એડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. 

Jul 21, 2019, 11:34 PM IST

અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર, ભાવનગરમાં લૂ લાગતા એક વ્યક્તિનું મોત

કેરળમાં ચોમાસું શરૂ થયાની સાથે જ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાતમાં 13 જૂનની આસપાસ વરસાદની શરૂઆત થશે. ત્યારે ગુજરાતની જનતાને ગરમીમાંથી છુટકારો મળવાની હજુ કોઈ સંભાવના દેખાતી નથી.

Jun 9, 2019, 04:29 PM IST

ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસું, આવતીકાલે રેડ એલર્ટની આગાહી

કેરળ સહિત દેશના અનેક રાજ્યોમાં આજથી ચોમાસાનું વિધિવત આગમન થઇ ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 13 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ શકે છે. ત્યારે ગઇકાલથી રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ થઇ ગઇ છે.

Jun 8, 2019, 04:32 PM IST
Ahmedabad Red Alert Tomorrow PT3M27S

અમદાવાદમાં આવતીકાલે રેડ અલર્ટની આગાહી

આવતીકાલે અમદાવાદમાં ગરમીનો પારો જઈ શકે છે 45 ડીગ્રીને પાર, હવામાન વિભાગે અમદાવાદમાં આવતીકાલે રેડ અલર્ટની કરી આગાહી

Jun 8, 2019, 04:30 PM IST
17 Year Old Record Break In This April Month PT1M47S

ગરમીએ તોડ્યો 17 વર્ષ જૂનો રેકોર્ડ, 24 કલાક હીટવેવની સ્થિતિ યથાવત રહેશે

રાજ્યમાં ઉતર પશ્ચિમના પવનોની દિશા યાથાવત છે અને 24 કલાક હીટવેવની સ્થિતિ યથાવત રહેશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, સૌરાષ્ટ્ર-કચ્છમાં સિવિયર હિટવેવ રહેશે. પોરબંદર, કચ્છ, અમરેલી, વેરાવળ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં સૂકા અને ગરમ પવનો ફૂકાશે. છેલ્લા કેટલાક દિવસથી હિટવેવના કારણે જનજીવન પ્રભાવિત થયુ છે. જોકે આવતીકાલથી તાપમાનમાં ઘટાડો નોંધાશે. જેના કારણે ગરમીમાંથી આંશિક રાહત મળશે અને હિટવેવ નહિ રહે. પરંતુ ઉનાળા ઋતુ છે એટલે તાપમાન 42 ડિગ્રી આસપાસ રહેશે.

Apr 30, 2019, 12:35 PM IST
Red alert at ahmedabad PT2M55S

ગરમીથી ગુજરાત ત્રાહિમામ, અમદાવાદમાં રેડ એલર્ટ

હવામાન વિભાગે આગામી 48 કલાક ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, ભાવનગર, વેરાવળ, પોરબંદર, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, કચ્છ અને દીવનો સમાવેશ થાય છે. લોકોને કામ વિના બપોરે ઘરની બહાર ન નિકળવાની સલાહ અપાઈ છે.

Apr 28, 2019, 12:00 PM IST
17 Year Old Record BreaK Heat In This April PT1M1S

એપ્રિલ મહિનાની ગરમી તોડશે 17 વર્ષ જૂનો રેકોર્ડ

ગુજરાતમાં ઉત્તર પશ્ચિમની દિશમાંથી પવન ફૂંકાયા છે, જેને પગલે રાજ્યમાં 26 થી 28 એપ્રિલ દરમિયાન હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલીમાં ગરમ પવન ફૂંકાશે. આજે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે અને 26 એપ્રિલ માટે અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. ત્યારે આ આવનારા દિવસોમાં તાપમાન 43થી 44 સેલ્શિયસ ડિગ્રી પર પહોંચવાની સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે.

Apr 26, 2019, 09:40 AM IST
Red Alert Forecast By Weather Section Change In The Time Of Goverment Schools PT7M28S

આજે ઘરની બહાર જતાં પહેલાં વિચારજો સો વાર, આટલું રહેશે તાપમાન

રાજ્યમાં ઉત્તર પશ્ચિમ તરફથી આવતા ગરમ પવનને લીધે અમદાવાદ સહિત રાજ્યભરમાં હવે આકરા ગરમીના દિવસોની શરૂઆત થઈ ગઈ છે. આજે હવામાન વિભાગે ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચવાની આગાહી કરી છે. ત્યારૈ 26 થી 28 એપ્રિલ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં હિટવેવની અસર રહેશે. અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમરેલી સહિતમાં ગરમ પવનો ફૂંકાશે. અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હતું. 26 એપ્રિલે અમદાવાદ ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચવાની હવામાન ખાતાએ આગાહી કરી છે અને રેડ એલર્ટ જાહેર કરાયું છે.

Apr 25, 2019, 01:05 PM IST

હવામાન વિભાગે કરી રેડ એલર્ટની આગાહી, સરકારી શાળાઓના સમયમાં કરાયો ફેરફાર

રાજ્યમાં ઉત્તર પશ્ચિમ તરફથી આવતા ગરમ પવનને લીધે અમદાવાદ સહિત રાજ્યભરમાં હવે આકરા ગરમીના દિવસોની શરૂઆત થઈ ગઈ છે. આજે હવામાન વિભાગે ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચવાની આગાહી કરી છે.

Apr 25, 2019, 10:18 AM IST

સદીની સૌથી મોટી કુદરતી આફત સામે લડી રહ્યું છે કેરળ, 2 લાખ લોકો બેઘર: PM પહોંચશે મુલાકાતે

દેશનાં દક્ષિણી રાજ્ય કેરળ છેલ્લા 100 વર્ષના ઇતિહાસમાં સૌથી ભીષણ પુર સામે જજુમી રહ્યુ છે. મુખ્યમંત્રી પિનરઇ વિજયને જણાવ્યું કે મે મહિનાથી અત્યાર સુધી 324 લોકોનાં મોત થઇ ચુક્યા છે. 

Aug 17, 2018, 10:35 PM IST

આગામી 72 કલાકમાં તબાહી મચાવશે વરસાદ, ગુજરાત સહિત 5 રાજ્યો માટે રેડ એલર્ટ

આગામી 4  દિવસ વરસાદ તબાહી મચાવી શકે છે. કેટલાક રાજ્યો માટે આગામી 72 કલાક ખૂબ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યા છે. તોફાન, આંધી, ભારે વરસાદ અને કરા પડવાની મુસીબત વધી શકે છે. ગત એક અઠવાડિયામાં નબળા પડેલા મોનસૂને ફરીથી ગતિ પકડી લીધી છે. મુંબઇમાં ગત 36 કલાકમાં વરસાદ વરસી રહ્યો છે. કેરલ, કર્ણાટક, ઓરિસ્સા, અસમ અને પશ્વિમ બંગાળમાં પણ વરસાદથી સ્થિતિ ખરાબ છે. હવામાન વિભાગે 4 દિવસ માટે એલર્ટ જાહેર કર્યું છે. તેમાં 5 રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ 13 રાજ્યો માટે ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે. રાજધાનીમાં પણ વરસાદની ચેતાવણી જાહેર કરવામાં આવી છે.

Jul 9, 2018, 12:18 PM IST