'કર્ણાટકની જીત સાથે 2024માં દિલ્હીના દરવાજા ખુલશે', કોંગ્રેસને હવે દિલ્હી દેખાવા લાગી

Karnataka Assembly Elections: કર્ણાટકમાં કઈ સરકાર બનશે? જેનો આવતીકાલે શનિવારે જવાબ મળી જશે. આવતીકાલે કર્ણાટકમાં મતગણતરી હાથ ધરાશે. કોંગ્રેસ અને ભાજપ બંને જીતના દાવા કરી રહ્યા છે. પરંતુ પરિણામો પહેલાં મતદાન બાદ બહાર આવેલા એક્ઝિટ પોલ મુજબ કોંગ્રેસને બહુમતી મળવાની ધારણા છે.

'કર્ણાટકની જીત સાથે 2024માં દિલ્હીના દરવાજા ખુલશે', કોંગ્રેસને હવે દિલ્હી દેખાવા લાગી

Karnataka Elections 2023: કર્ણાટકમાં પરિણામો પહેલાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમાર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળ્યા, જ્યારે રાજ્યના સીએમ બસવરાજ બોમાઈ યેદિયુરપ્પાને મળ્યા. બંને પક્ષ પોતપોતાની રણનીતિ તૈયાર કરી રહ્યા છે. બંને પક્ષોને પોતાની જીતનો વિશ્વાસ છે.

કર્ણાટકમાં કઈ સરકાર બનશે? જેનો આવતીકાલે શનિવારે જવાબ મળી જશે. આવતીકાલે કર્ણાટકમાં મતગણતરી હાથ ધરાશે. કોંગ્રેસ અને ભાજપ બંને જીતના દાવા કરી રહ્યા છે. પરંતુ પરિણામો પહેલાં મતદાન બાદ બહાર આવેલા એક્ઝિટ પોલ મુજબ કોંગ્રેસને બહુમતી મળવાની ધારણા છે. હજુ પરિણામો આવ્યા નથી, પરંતુ કોંગ્રેસે જીતી હોવાનું સ્વીકારી લીધું છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે કર્ણાટકમાં ભાજપની હાર બાદ 2024માં કોંગ્રેસ માટે દિલ્હીના દરવાજા ખુલશે.

કોંગ્રેસ નેતા પ્રિયંક ખડગેનો મોટો દાવો
આ દરમિયાન કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જીતનો દાવો કરતા કહ્યું કે કર્ણાટકમાં કોંગ્રેસની જીત એ પીએમ મોદીની હાર છે, કારણ કે કર્ણાટકમાં તેમના સિવાય કોઈએ પ્રચાર કર્યો ન હતો, તેઓ મુખ્ય ચહેરો હતા. કર્ણાટકમાં ભાજપની હાર બાદ 2024માં કોંગ્રેસ માટે દિલ્હીના દરવાજા ખુલી ગયા છે. મને ખાતરી છે કે જેડીએસ તૂટશે. આ વખતે મને નથી લાગતું કે જેડીએસ સાથે ગઠબંધન સરકાર માટે કોઈ અવકાશ છે.

કોંગ્રેસની જીતની ખાતરી- જયરામ
ન્યૂઝ એજન્સી અનુસાર, તેમણે કહ્યું કે ભારત જોડો યાત્રા દરમિયાન અમે 27 દિવસ કર્ણાટકમાં હતા અને 7 જિલ્લાઓની મુલાકાત લીધી હતી. અમને કોઈ શંકા નથી. અમને બહુમતી મત મળશે. અમે અમારા ઢંઢેરામાં 5 ગેરંટીનું વચન આપ્યું છે અને આ ગેરંટીઓને કારણે કોંગ્રેસની જીતની ખાતરી છે.

શું JDS બનશે કિંગમેકર?
ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સત્તાની લડાઈમાં જેડીએસ પોતાને કિંગમેકર માની રહી છે. જેડીએસને લાગે છે કે ફરી એકવાર ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ ઉભી થશે અને સત્તાની ચાવી તેની પાસે રહેશે. પાર્ટી ઉંચા દાવા કરી રહી છે. કહે છે કે ભાજપ અને કોંગ્રેસ બંને સંપર્કમાં છે અને કોની સાથે જવું તે નક્કી થઈ ગયું છે.

એક્ઝિટ પોલમાં કોંગ્રેસની વાપસીની શક્યતા
એક્ઝિટ પોલમાં આ વખતે કર્ણાટકમાં કોંગ્રેસની વાપસીની શક્યતાઓ છે. કોંગ્રેસ પાર્ટીને કર્ણાટકમાં પૂર્ણ બહુમતી મળી શકે છે. વોટ શેરના મામલે પણ કોંગ્રેસ પાર્ટી ભાજપ કરતા ઘણી આગળ જઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news