National Herald Case: સોનિયા ગાંધીની મંગળવારે ઈડી ફરી કરશે પૂછપરછ, દેશભરમાં પ્રદર્શન કરવા કોંગ્રેસ તૈયાર
National Herald Case: નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી સોનિયા ગાંધીની પૂછપરછ કરી રહી છે. હવે 26 જુલાઈએ ઈડી ફરી કોંગ્રેસ અધ્યક્ષની પૂછપરછ કરશે ત્યારે પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓ સત્યાગ્રહ કરશે.
Trending Photos
નવી દિલ્હીઃ ઈડીએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને નેશનલ હેરાલ્ડ મામલાની તપાસમાં સામેલ થવા 26 જુલાઈએ બોલાવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની પૂછપરછના દિવસે એકવાર ફરી કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. મંગળવારે દિલ્હીમાં રાજઘાટ સહિત તમામ રાજ્યોની રાજધાનીમાં ગાંધી પ્રતિમાની નજીક કોંગ્રેસ કાર્યકર્તા ધરણા કરશે.
પહેલાની જેમ કોંગ્રેસ સાંસદ સંસદ ભવનમાં પ્રદર્શન કર્યા બાદ પાર્ટી મુખ્યાલય જશે અને ઈડી ઓફિસ સુધી માર્ચનો પ્રયાસ કરશે. ઈડીએ સોનિયા ગાંધીને નેશનલ હેરાલ્ડ મામલાની તપાસમાં સામેલ થવા માટે નવુ સમન્સ પાઠવ્યું હતું. જે અનુસાર તેમને 24 જુલાઈની જગ્યાએ 26 જુલાઈએ રજૂ થવાનું કહ્યું હતું.
પહેલાં પણ કોંગ્રેસે કર્યું હતું પ્રદર્શન
આ પહેલા પાછલા ગુરૂવારે સોનિયા ગાંધીની ઈડીએ પૂછપરછ કરી હતી. આ પૂછપરછ લગભગ ત્રણ કલાક ચાલી હતી. તે દિવસે પણ કોંગ્રેસ તરફથી જોરદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે ઈડીની કાર્યવાહીને રાજકીય બદલો ગણાવ્યો અને તેની નિંદા કરી હતી. કોંગ્રેસ કાર્યકર્તાઓએ પૂછપરછ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું, ત્યારબાદ ઘણા કોંગ્રેસ નેતાઓને કસ્ટડીમાં લીધા હતા.
કોંગ્રેસે શાંતિપૂર્ણ સત્યાગ્રહ કરવાનું કહ્યું
હવે 26 જુલાઈએ થનારી પૂછપરછ માટે કોંગ્રેસ પાર્ટીએ તમામ રાજ્ય એકમોને 26 જુલાઈએ શાંતિપૂર્ણ સત્યાગ્રહ આયોજીત કરવાનું કહ્યું છે. તમામ સાંસદો, એઆઈસીસી મહાસચિવ અને વર્કિંગ કમિટીના સભ્યોને દિલ્હીમાં આયોજીત થનાર સત્યાગ્રહમાં ભાલ લેવાનું કહ્યું છે. આ મામલામાં ઈડી કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ઘણા દિવસ સુધી પૂછપરછ કરી ચુકી છે. આ દરમિયાન પણ કોંગ્રેસે ખુબ હંગામો કર્યો હતો અને પોલીસે ઘણા વરિષ્ઠ નેતાઓને કસ્ટડીમાં લીધા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે