Corona Update: મહારાષ્ટ્રમાં કોરોનાની દહેશત, વાશીમની હોસ્ટેલમાં ફૂટ્યો કોરોના બોમ્બ, ઢગલો વિદ્યાર્થી કોરોના સંક્રમિત

સમગ્ર દેશમાં કોરોના (Corona Virus) નો પ્રકોપ વધી રહ્યો હોય તેવું જણાય છે. મહારાષ્ટ્ર (Maharashtra) માં ફરીથી સ્થિતિ વણસી રહી છે.

Corona Update: મહારાષ્ટ્રમાં કોરોનાની દહેશત, વાશીમની હોસ્ટેલમાં ફૂટ્યો કોરોના બોમ્બ, ઢગલો વિદ્યાર્થી કોરોના સંક્રમિત

મુંબઈ: સમગ્ર દેશમાં કોરોના (Corona Virus) નો પ્રકોપ વધી રહ્યો હોય તેવું જણાય છે. મહારાષ્ટ્ર (Maharashtra) માં ફરીથી સ્થિતિ વણસી રહી છે. વાશીમ (Washim) માં હોસ્ટેલના 229 વિદ્યાર્થીઓ અને 3 સ્ટાફના સભ્યો એકસાથે કોરોના પોઝિટિવ મળી આવતા હડકંપ મચી ગયો છે. કુલ 327 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ થયા છે. દેશમાં કોરોનાના પ્રકોપની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 16,738 દર્દીઓ મળી આવ્યા છે. 

મહારાષ્ટ્રમાં કોરોનાથી હડકંપ
મહારાષ્ટ્ર (Maharashtra) માં કોરોનાના દર્દીઓનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. મળતી માહિતી મુજબ વાશીમ (Washim) માં એક હોસ્ટેલમાં કોરોનાથી 229 વિદ્યાર્થીઓ અને સ્ટાફના 3 સભ્યો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ સાથે કુલ 327 વિદ્યાર્થીઓ  કોરોના (Corona Virus) પોઝિટિવ થયા છે. વિદ્યાર્થીઓ અમરાવતી, હિંગોલી, નાંદેડ, વાશીમ, બુલધાણા, અકોલાના છે. કોરોનાની બીજી લહેરની શરૂઆત અમરાવતીથી જ થઈ છે. 

— ANI (@ANI) February 25, 2021

મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર પ્રચંડ બની રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 8807 નવા દર્દીઓ નોંધાયા છે. આ 18 ઓક્ટોબર બાદ સૌથી વધુ આંકડો  છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 80 દર્દીઓના મોત થયા. જે છેલ્લા 56 દિવસમાં સૌથી વધુ છે. આ અગાઉ 30 ડિસેમ્બરે 90 કોરોના દર્દીઓએ દમ તોડ્યો હતો. મહારાષ્ટ્રમાં કોરોના વિદર્ભના શહેરો અને મુંબઈમાં પણ ઝડપથી પગપેસારો કરી રહ્યો છે. ગઈ કાલે મુંબઈમાં 119 દિવસ બાદ હજાર કેસનો આંકડો પાર કર્યો. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોના 1167 કેસ નોંધાયા. 

Narendra Modi Stadium: દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' કેમ રાખવામાં આવ્યું? જાણો કારણ

સમગ્ર દેશમાં કોરોનાના એક જ દિવસમાં 16,738 નવા કેસ
સમગ્ર દેશની વાત કરીએ તો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 16,738 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસનો આંકડો 1,10,46,914 પર પહોંચી ગયો છે. જ્યારે 1,51,708 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં 138 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. કુલ મૃત્યુ આંકડો 1,56,705 પર પહોંચી ગયો છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 1,26,71,163 લોકોને રસી અપાઈ ચૂકી છે. 

Total cases: 1,10,46,914
Total discharges: 1,07,38,501
Death toll: 1,56,705
Active cases: 1,51,708

Total Vaccination: 1,26,71,163 pic.twitter.com/hQ8uhjfZDI

— ANI (@ANI) February 25, 2021

ચીફ સેક્રેટરીએ 3 ઉપાય સૂચવ્યા
મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા પ્રકોપના કારણે પોલીસકર્મીઓ માટે પણ વર્ક ફ્રોમ હોમ (Work From Home) શરૂ કરાયું છે. મંત્રાલયોમાં પણ હવે ભીડ ઓછી કરવાની કોશિશ થઈ રહી છે. આ માટે મહારાષ્ટ્રના ચીફ સેક્રેટરીએ તમામ વિભાગોને પત્ર લખ્યો છે અને કર્મચારીઓની હાજરી અંગે સૂચન આપ્યા છે. 

આ 3 સૂચનો સૂચવ્યા...
1. 50 ટકા કર્મચારીઓને એક દિવસ બોલાવવામાં આવે અને પછી એક દિવસ રજા આપી દેવામાં આવે. જ્યારે બાકીના 50 ટકા કર્મચારીઓને બીજા દિવસે બોલાવવામાં આવે. 
2. 50 ટકા કર્મચારીઓને અઠવાડિયામાં 3 દિવસ બોલાવવામાં આવે અને બાકીના 50 ટકાને આગામી 3 દિવસ બોલાવવામાં આવે. 
3. 50 ટકા કર્મચારીઓને એક અઠવાડિયું બોલાવવામાં આવે જ્યારે 50 ટકા કર્મચારીઓને રજા આપી દેવાય અને તેમને બીજા અઠવાડિયે કામ પર બોલાવવામાં આવે. 

સંબંધિત વિભાગના સચિવ લેશે નિર્ણય
ચીફ સેક્રેટરીના સૂચન પર અમલ કરીને મંત્રાલયોમાં ભીડ ઓછી કરી શકાય છે. આ અંગે સંબંધિત વિભાગના સચિવ નિર્ણય લેશે. નિયમ એવા બનાવવામાં આવે જેથી કરીને કામ પર અસર ન પડે. અત્રે જણાવવાનું કે કોરોનાના વધતા વ્યાપ વચ્ચે ગત અઠવાડિયે મહેસૂલ વિભાગ, શિક્ષણ વિભાગ, સહિત અનેક વિભાગોના કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હોવાની વાત સામે આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news