Corona Update: દેશમાં કોરોનાનું ભયંકર તાંડવ, દૈનિક કેસમાં તોતિંગ વધારો, મૃત્યુના આંકડામાં પણ ચિંતાજનક ઉછાળો

દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ ભયંકર હદે વધી રહ્યો છે. સ્થિતિ એવી બની છે કે હવે એક કે દોઢ લાખ નહીં પરંતુ બે લાખ ઉપર કેસ આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના સવા બે લાખથી વધુ કેસ આવ્યા છે. 

Corona Update: દેશમાં કોરોનાનું ભયંકર તાંડવ, દૈનિક કેસમાં તોતિંગ વધારો, મૃત્યુના આંકડામાં પણ ચિંતાજનક ઉછાળો

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ ભયંકર હદે વધી રહ્યો છે. સ્થિતિ એવી બની છે કે હવે એક કે દોઢ લાખ નહીં પરંતુ બે લાખ ઉપર કેસ આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના સવા બે લાખથી વધુ કેસ આવ્યા છે. 

છેલ્લા 24 કલાકમાં સવા બે લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2,17,353 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,42,91,917 પર પહોંચી ગયો છે. જેમાંથી 1,25,47,866 લોકો રિકવર થયા છે જ્યારે 15,69,743 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો સતત વધી રહ્યો છે. એક જ દિવસમાં કોરોનાએ 1185 લોકોનો ભોગ લીધો છે. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,74,308 પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 11,72,23,509 લોકોને રસી આપવામાં આવી છે. 

Total cases: 1,42,91,917
Total recoveries: 1,25,47,866
Active cases: 15,69,743
Death toll: 1,74,308

Total vaccination: 11,72,23,509 pic.twitter.com/dQYtH8QCN6

— ANI (@ANI) April 16, 2021

મહારાષ્ટ્રમાં સ્થિતિ ચિંતાજનક
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ (Maharashtra corona update) ના કેસમાં વધરો થવાનો સિલસિલો જારી છે. આજે સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 61 હજાર 695 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 349 દર્દીઓના મૃત્યુ થયા છે. માત્ર મુંબઈમાં 8217 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ છે અને આ સંક્રમણથી 49 લોકોના મૃત્યુ થયા છે. આ પહેલા બુધવારે 58952 લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા અને 278 લોકોના જીવ ગયા હતા. તો મંગળવારે 60212, સોમવારે 51751 અને રવિવારે સૌથી વધુ 63294 લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. 

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર
રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. જે પ્રકારે કેસમાં વધારો થઈ રહ્યો છે તે ચિંતાનો વિષય છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 8152 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન કુલ 81 દર્દીઓના મોત થયા છે. ગુજરાતમાં આ એક દિવસમાં કેસ અને મૃત્યુનો રેકોર્ડ છે. રાજ્યમાં અમદાવાદમાં 27 અને સુરત શહેરમાં 25 દર્દીઓના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર બાદ રાજ્યમાં 3023 લોકો સાજા થયા છે. આ સાથે ગુજરાતમાં કુલ સંક્રમિતોની સંખ્યા 3 લાખ 75 હજાર 768 થઈ ગઈ છે. કોરોનાથી રાજ્યમાં 5076 લોકોના મોત થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news