ખાનગી હોસ્પિટલો માટે Corona Vaccine Price નક્કી, સ્વાસ્થ્ય મંત્રાલયે કરી જાહેરાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે જાહેરાત કરી હતી કે હવે ખાનગી હોસ્પિટલો સીધી ઉત્પાદકો પાસેથી વેક્સિન ખરીદી શકશે. હવે સ્વાસ્થ્ય મંત્રાલયે તેની કિંમત પણ જાહેર કરી દીધી છે.

ખાનગી હોસ્પિટલો માટે Corona Vaccine Price નક્કી, સ્વાસ્થ્ય મંત્રાલયે કરી જાહેરાત

નવી દિલ્હીઃ ખાનગી હોસ્પિટલોમાં કોરોના વેક્સિનનો ભાવ  (Corona Vaccine Price) ફિક્સ કરી દેવામાં આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને આ જાણકારી આપી છે. કો-વિન પોર્ટલ પર કોરોના વેક્સિનનો ભાવ અપડેટ કરવામાં આવશે. કોવિશીલ્ડનો ભાવ (Covishield Vaccine Price) ખાનગી હોસ્પિટલોમાં 780 રૂપિયા પ્રતિ ડોઝ ફિક્સ રહેશે. તો ખાનગી હોસ્પિટલો માટે કોવૈક્સીનનો ભાવ  (Covaxin Vaccine Price) 1410  અને સ્પુતનિક V માટે 1145 રૂપિયા ભાવ (Sputnik V Vaccine Price) નક્કી કરવામાં આવ્યો છે. રાજ્યોને આ ભાવનો અમલ કરવા માટે કહેવામાં આવ્યું છે. 

આ રીતે નક્કી થશે ભાવ

વેક્સિનનું નામ ખરીદી ભાવ 5 % GST સર્વિસ ચાર્જ અધિકતમ ભાવ
કોવિશીલ્ડ 600 રૂપિયા 30 રૂપિયા 150 રૂપિયા 780 રૂપિયા
કોવૈક્સીન

1200 રૂપિયા

60 રૂપિયા 150 રૂપિયા 1410 રૂપિયા
સ્પુતનિક V 948 રૂપિયા 47 રૂપિયા 150 રૂપિયા 1145 રૂપિયા

સરકારે વેક્સિનના 44 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો
કેન્દ્ર સરકારે મંગળવારે કોવિડ-19 વેક્સિન કોવિશીલ્ડ અને કોવૈક્સીનના 44 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે. એક દિવસ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે કેન્દ્ર ઉત્પાદક પાસેથી રસીની ખરીદી કરી તમામ રાજ્યોને વેક્સિન ફ્રીમાં આપશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ કે, આ રસીના 44 કરોડ ડોઝની આપૂર્તિ ઓગસ્ટ અને ડિસેમ્બર વચ્ચે કરવામાં આવશે.

દેશમાં કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યુ કે, જ્યાં 7 મેએ દેશમાં દરરોજના હિસાબથી 4,14,000 કેસ સામે આવી રહ્યા હતા, તે હવે 1 લાખથી ઓથા થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 86,498 કેસ નોંધાયા છે. આ 3 એપ્રિલ બાદ એક દિવસમાં સૌથી ઓછા કેસ છે. હોમ આઇસોલેશન અને મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્નેને મેળવી રિકવરી રેટ વધીને 94.3 ટકા થઈ ગયો છે. 1-7 જૂન વચ્ચે પોઝિટિવિટી રેટ કુલ મળીને 6.3 ટકા નોંધાયો છે. 4 મેએ દેશમાં 531 કેસ મળ્યા હતા, જ્યાં દરરોજ 100થી વધુ કેસ સામે આવી રહ્યાં છે, તેવા જિલ્લા હવે 209 રહી ગયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news