Mehsana: પુત્રોએ પરિવારને કહ્યું પિતાનું મોત કોરોનાથી થયું, હકીકત સામે આવતા લોકો ચોંકી ઉઠ્યા
મહેસાણાના ભાલઠી ગામના હુસેનભાઈ મલેક છેલ્લા 10 માસથી તેમની સાસરી કણજરીમાં બે પુત્રો સમીર અને સફિર સાથે રહે છે. અચાનક 2 જૂને રાત્રે પોતાના પિતાનું કોરાનાના કારણે નિધન થયાનું અન્ય પરિવારજનોને જણાવ્યું અને બસ અહીંથી શંકાનો કીડો સળવળવાનું શરૂ થયું હતું
Trending Photos
મહેસાણ: મહેસાણના કડીના કણજરી ગામે સંબંધોને શરમાવતી એક ઘટના પ્રકાશમા આવી છે. જ્યાં મકાન ખરીદવા માટેના નાણાંના ઝઘડામાં પુત્રો બની ગયા પિતાના હત્યારા. હદ તો ત્યાં થઈ કે આ હત્યા કર્યા બાદ આ કપાતરોને શાંતિ ન મળી અને પિતાના મોતનું ખોટુ કારણ આપી મૃતદેહ સગેવગે કરી દીધો.
પિતા સાથે બબાલ અને 2 દિવસમાં નિધનના સમાચાર
મહેસાણાના ભાલઠી ગામના હુસેનભાઈ મલેક છેલ્લા 10 માસથી તેમની સાસરી કણજરીમાં બે પુત્રો સમીર અને સફિર સાથે રહે છે. અચાનક 2 જૂને રાત્રે પોતાના પિતાનું કોરાનાના કારણે નિધન થયાનું અન્ય પરિવારજનોને જણાવ્યું અને બસ અહીંથી શંકાનો કીડો સળવળવાનું શરૂ થયું હતું. મૃતક હુસેનભાઈના ભાઈ સાબિરભાઈ અને અન્ય પરિવારજનો બીજા દિવસે કણજરી આવ્યા અને સમીર પર શંકા ગઈ, કારણ કે પરિવારજનોના આવ્યા પહેલાં જ બંને ભાઈઓએ પિતાના બેસણાં સહિતની વિધિ પતાવી દીધી હતી.
આ પણ વાંચો:- UP બાદ ગુજરાત ભાજપના રાજકારણમાં ગરમાવો, BJP પ્રદેશ પ્રભારી સરકાર અને સંગઠનના હોદેદારો સાથે કરશે બેઠક
કાકાને શંકા જતાં કોરોના રિપોર્ટની ફાઈલ માગી
કાકા સાબિરભાઈને શંકા જતાં પોતાના ભાઈના કોરોના રિપોર્ટની ફાઈલ માગી સાથે જ ક્યાં દફનાવ્યા તે અંગેની પહોંચ પણ માગી હતી. પણ બંને ભાઈઓ ના ફાઈલ આપી શક્યા અને ના જગ્યા અંગે જણાવી શક્યા. સાથે જ મિત્ર પાસેથી ફાઈલ હોવાનું જણાવી કાકાના બીજા દિવસે આવવા કહ્યું. બીજા દિવસે સમીરે કાકા સબીરભાઈ અને કુટુંબીઓને પંથોડા ફાઇલ પડી હોવાનું જણાવી ત્યાં લઈ ગયો હતો. અને ત્યાં જ ગોળ ગોળ વાતો ફેરવ્યા પછી ભેગા મળીને પિતાની હત્યા કર્યાની કબૂલાત આવી દીધી.
મકાનના પૈસા માટે પિતાનું કાઢ્યું કાસળ
હુસેનભાઈના પુત્ર સમીરે અમદાવાદમાં નવું મકાન લીધું હતું અને તેના માટે રૂપિયાની જરૂર હતી. પુત્ર પિતાને તેનુ ભાલઠીવાળુ મકાન વેચી દેવાનું કહેતો પણ હુસેનભાઈ માનતા નહોતા. આ માટે 10 દિવસથી પિતા-પુત્ર વચ્ચે તકરાર ચાલતી હતી. આ જ સમયગાળા દરમિયાન 29મી મેએ હુસેનભાઈએ તેમના નાના ભાઈ સાબિરને ફોન કરીને પુત્રોને સમજાવવા કહ્યું હતું અને 2 જૂને તો હુસેનભાઈના મૃત્યુના સમાચાર આવ્યા.
આ જ બાબતે શંકા કરવા મજબૂર કર્યો અને બંને કુપુત્રોનો ભાંડો ફૂટી ગયો. બંનેએ કબૂલાત કરી કે પિતા 31મી મેએ રાત્રે આંગણામાં સૂતા હતા ત્યારે માથામાં ઉંધુ ધારિયુ મારી ગળુ દબાવી હત્યા કરી અને મૃતદેહને બાઈક પર લઈ થોળમાં સેડફા ગામથી રડાર જવાના રસ્તે જેસીબીથી ખોડેલા ખાડામાં દાટી દીધો. બંનેએ પિતાની નિર્દયતાથી હત્યા કર્યાની જાણ પોલીસને કરાતા પોલીસે પણ ઘટના સ્થળેથી મૃતદેહ કબજે કર્યો છે અને બંને કુપુત્રોની હત્યાના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે