ઓમિક્રોન વેરિએન્ટઃ મુંબઈ એરપોર્ટ પર જલદી નવા પ્રતિબંધો, SAથી આવનાર થશે ક્વોરેન્ટાઈન
Covid-19 Omicron Strain: મુંબઈના મેયર કિશોરી પેડનેકરે કહ્યું કે, જો કોઈ વ્યક્તિ કોરોના પોઝિટિવ આવે છે તો તેનું જીનોમ સિક્વેન્સિંગ કરાવવામાં આવશે.
Trending Photos
મુંબઈઃ New Covid-19 Strain: દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો નવો સ્ટ્રેન મળ્યા બાદ વિશ્વભરમાં હડકંપ મચી ગયો છે. તો મુંબઈ તંત્રએ તેના પર કડક વલણ અપનાવતા દક્ષિણ આફ્રિકાથી મુંબઈ એરપોર્ટ પર પહોંચનાર પેસેન્જર માટે ક્વોરેન્ટાઈન અને જીનોમ સિક્વેન્સિંગ કરાવવાનો નિર્ણય લીધો છે. મુંબઈના મેયર કિશોરી પેડનેકરે કહ્યુ કે, જો કોઈ વ્યક્તિ કોવિડ-19 પોઝિટિવ આવે છે તો તેની જીનોમ સિક્વેન્સિંગ કરાવવામાં આવશે.
મુંબઈ તંત્ર તરફથી આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે, જ્યારે ઘણા દેશોએ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન આવ્યા બાદ દક્ષિણ આફ્રિકાથી આવી રહેલી ફ્લાઇટ પર પ્રતિબંધની જાહેરાત કરી છે. મુંબઈના મેયરે કહ્યું, 'કોરોનાને નવા વેરિએન્ટને લઈને મુંબઈમાં ચિંતાઓ છે. દક્ષિણ આફ્રિકાથી આવી રહેલ લોકો પોઝિટિવ આવ્યા બાદ તેનું જીનોમ સિક્વેન્સિંગ કરવામાં આવશે. વિદેશથી આવતી ફ્લાઇટ પક કોઈ પ્રતિબંધ નથી. પરંતુ આ નિર્ણય અનુભવોને જોતા લેવામાં આવ્યો છે.'
Every person returning from South Africa will be quarantined on arrival in Mumbai and their samples will be sent for genome sequencing: Mumbai Mayor Kishori Pednekar pic.twitter.com/bQwGlajO4Z
— ANI (@ANI) November 27, 2021
કિશોરી પેડનેકરે કહ્યું- અન્ય દેશોમાં કોવિડ-19નો ખતરો વધ્યો છે. તેથી બહારથી આવી રહેલ લોકોનો જીનોમ સિક્વેન્સિંગ ટેસ્ટ કરાવવામાં આવશે. હું દરેકને તે વિનંતી કરુ છું કે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરે અને માસ્ક પહેરે જેથી નવી મહામારીને રોકી શકાય.
આ પણ વાંચોઃ કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત બાદ બોલ્યા કૃષિ મંત્રી- આ કાયદામાં હતી ક્રાંતિકારી પરિવર્તન લાવવાની ક્ષમતા
તો કોરોનાના નવા સ્ટ્રેનથી મચેલા હડકંપ અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી ચેતવણી આપ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે સર્ચોચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી છે. આ બેઠકમાં કોવિડની સ્થિતિ અને રસીકરણની સમીક્ષા કરવામાં આવી છે. બેઠકમાં કેબિનેટ સચિવ રાજીવ ગૌબા, પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ પીકે મિશ્રા, કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ અને નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલ હાજર રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે