CM કેજરીવાલના શબ્દોમાં જાણો દિલ્હીની 'ભયાનક' સ્થિતિ, ICU બેડ 100થી ઓછા, ઓક્સિજન પણ ઓછો

રાજધાની દિલ્હી (Delhi) માં કોરોના વાયરસના પ્રકોપને પગલે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર બોજો વધી રહ્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના લગભગ 25500 નવા કેસ આવ્યા છે. તેમણે  કહ્યું કે દિલ્હીમાં કોવિડ-19નો પોઝિટિવિટી રેટ લગભગ 30 ટકા થઈ ગયો છે

CM કેજરીવાલના શબ્દોમાં જાણો દિલ્હીની 'ભયાનક' સ્થિતિ, ICU બેડ 100થી ઓછા, ઓક્સિજન પણ ઓછો

નવી દિલ્હી: રાજધાની દિલ્હી (Delhi) માં કોરોના વાયરસના પ્રકોપને પગલે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર બોજો વધી રહ્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના લગભગ 25500 નવા કેસ આવ્યા છે. તેમણે  કહ્યું કે દિલ્હીમાં કોવિડ-19નો પોઝિટિવિટી રેટ લગભગ 30 ટકા થઈ ગયો છે. તેમના જણાવ્યાં મુજબ કેસ ખુબ ઝડપથી વધી રહ્યા છે જે ચિંતાનો વિષય છે. મુખ્યમંત્રી કેજરીવાલે આજે જે વાતો કરી તે ખરેખર ચિંતાજનક અને ડરામણી છે. તેમણે કહ્યું કે હોસ્પિટલોમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે. 

100થી પણ ઓછા ICU બેડ બચ્યા- કેજરીવાલ
દિલ્હી સીએમએ આજે બપોરે પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે કોરોનાના બેડ ખુબ ઝડપથી ખતમ થઈ રહ્યા છે. ICU બેડની ખુબ કમી થઈ છે. સમગ્ર દિલ્હીમાં 100થી પણ ઓછા ICU બેડ બચ્યા છે. ઓક્સિજનની પણ ખુબ કમી છે. અમે સતત કેન્દ્ર સરકારના સંપર્કમાં છીએ અને અમને કેન્દ્ર સરકાર તરફથી મદદ મળી રહી છે. 

— ANI (@ANI) April 18, 2021

કેજરીવાલે જણાવ્યું કે કાલે મારી ડો.હર્ષવર્ધન સાથે વાત થઈ. મેં તેમને જણાવ્યું કે અમને બેડ અને ઓક્સિજનની ખુબ વધુ જરૂર છે. આજે અમિત શાહ સાથે વાત થઈ. મે તેમને પણ જણાવ્યું કે બેડની ખુબ જરૂર છે. દિલ્હીમાં કેન્દ્ર સરકારની હોસ્પિટલોમાં 10000 બેડ છે, તેમાં 1800 બેડ  કોરોના માટે આરક્ષિત છે. 

સિસોદિયાએ કહ્યું ઓક્સિજન ખુબ વપરાઈ રહ્યો છે
આ અગાઉ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ કહ્યું હતું કે દિલ્હીમાં મેડિકલ ઓક્સિજનની કમી છે અને પ્રદેશ સરકારે કેન્દ્રને અહીં ઓક્સિજનની આપૂર્તિ તાત્કાલિક વધારવા માટે ભલામણ કરી છે. દિલ્હીમાં કોવિડ-19 મેનેજમેન્ટના નોડલ મંત્રી સિસોદિયાએ ટ્વીટ કરીને કહ્યું કે સામાન્યથી ઘણો વધારે વપરાશ થવાના કારણે દિલ્હી માટે ફાળવવામાં આવેલો ઓક્સિજન સપ્લાય ઓછો પડે છે. 

તેમણે ટ્વીટમાં કહ્યું કે કેટલીક હોસ્પિટલોમાંથી સૂચના મળી રહી છે કે તેમની પાસે ઓક્સિજનનો સ્ટોક ખુબ ઓછા સમય માટે બચ્યો છે. દિલ્હી  સરકારે ભારત સરકારને દિલ્હી માટે ઓક્સિજનનો ક્વોટા તરત વધારવાની માગણી કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news