રાશિફળ 21 નવેમ્બર: આ દેવનું રત્ન અથવા યંત્ર ધારણ કર્યું હોય તો આટલું કરો

આજે તેરસ વળી, બુધવાર પણ છે માટે પુરૂષસૂક્તનો પાઠ અવશ્ય કરવો જોઇએ. ગાયને લીલો ઘાસચારો અવશ્ય ખવડાવવો જોઇએ.

રાશિફળ 21 નવેમ્બર: આ દેવનું રત્ન અથવા યંત્ર ધારણ કર્યું હોય તો આટલું કરો

આજનો દિવસ એટલે કે કાર્તિક સુદ તેરશ, આજના દિવસે શ્રીમહાલક્ષ્મીની પૂજા માટે શ્રેષ્ઠ કહેવાય છે. આજે તેરસ વળી, બુધવાર પણ છે માટે પુરૂષસૂક્તનો પાઠ અવશ્ય કરવો જોઇએ. ગાયને લીલો ઘાસચારો અવશ્ય ખવડાવવો જોઇએ. બુધદેવનું રત્ન અથવા યંત્ર ધારણ કર્યું હોય તો તેને ધૂપ આપવું જોઇએ.

  • પ્રશ્ન – લકી નંબર, ગ્રહ અને વારનો સુમેળ કેવી રીતે કરવો
  • જો તમારો લકી નંબર 6 હોય તો શુક્ર તેના સ્વામી છે
  • નવું કાર્ય શુક્રવારે કરવાનું પસંદ કરવું
  • ચંદ્રના નક્ષત્રો ભરણી, પૂર્વાફાલ્ગુની, પૂર્વાષાઢા પસંદ કરવા
  • 15, 24, 31 એ તેના મિત્ર નંબર છે.
  • આમ, લક્કી નંબર સાથે તારીખ, વાર અને નક્ષત્રનો સુમેળ ગોઠવવાથી સફળતા મળવાની શક્યતા ઘણી વધી જાય છે

તારીખ

21 નવેમ્બર, 2018, બુધવાર

માસ

કાર્તિક સુદ તેરશ

નક્ષત્ર

અશ્વિની

યોગ

વ્યતિપાત

ચંદ્ર રાશી

મેષ (અ,લ,ઈ)

  • રવિયોગ સાંજે 6.31 થી બીજા દિવસે સાંજના 5.52 સુધી
  • તેરસનો દિવસ શ્રીમહાલક્ષ્મીની પૂજા માટે શ્રેષ્ઠ કહેવાય છે
  • વળી, બુધવાર છે માટે પુરૂષસૂક્તનો પાઠ અવશ્ય કરવો
  • ગાયને લીલો ઘાસચારો અવશ્ય ખવડાવવો
  • બુધદેવનું રત્ન અથવા યંત્ર ધારણ કર્યું હોય તો તેને ધૂપ આપવું

મેષ (અલઈ)

· વેપારના સ્થાનમાં બદલાવ આવી શકે છે

· પિતાનું આરોગ્ય જાળવવું

· જીવનસાથીની માતાનં આરોગ્ય પણ જાળવવું

· ભાગીદારી પેઢીમાં લાભમાં રહે

વૃષભ (બવઉ)

· ટ્રાન્સપોર્ટના વ્યાવસાયીકોને ધનવ્યય થાય

· આજે શુભ સમાચારની અપેક્ષા રહે પણ મળે નહીં

· ઈચ્છીત સંપર્ક કરવા માટે પ્રયત્ન વિશેષ કરવો પડે

· સમાજિક સ્તરે આપને યશ મળી શકે છે

મિથુન (કછઘ)

· વાહન ચલાવતા વિશેષ કાળજી રાખવી

· નોકરીમાં પ્રમોશની તકો ઉજળી બને છે

· પરીવારના સંબંધો ગાઢ બને

· બીજા કોઈની માહિતી લેવાની ઇચ્છા થાય

કર્ક (ડહ)

· આજે જલ્દી ના શબ્દનો ઉપયોગ ન કરો તો સારું

· કાર્ય પ્રત્યે વધુ સજાગ થવાય

· મૂત્રપીંડની બિમારીથી પીડાતા જાતકોએ સાવધ રહેવું

· મોડી સાંજે નકારાત્મકતા હાવી થાય

સિંહ (મટ)

· પતિ-પત્ની વચ્ચે થોડો મતભેદ થઈ શકે

· આપે આરોગ્ય પણ જાળવવું પડશે

· સરકારી નીતિ-નિયમોને સાચવવા

· કાર્યમાં સફળ થવાના ચાન્સ વધુ છે

કન્યા (પઠણ)

· પારીવારીક કાર્યથી પ્રવાસ થાય

· ધનપ્રાપ્તિના યોગ પ્રબળ છે

· સંબંધો વધુ મજબૂત બને

· નોકરી કરતા જાતકોએ પ્રશ્નોનો સામનો કરવો પડે

તુલા (રત)

· આપનો આત્મવિશ્વાસ મજબૂત 

· સમજણ દ્વારા કાર્યસિદ્ધિ થશે

· ધનલાભ થોડો નિર્બળ જણાય છે

· ભાષા આજે જોખી જોખીને વાપરજો

વૃશ્ચિક (નય)

· વેપારી મિત્રોને સાનુકૂળતા

· પૈતૃક સંબંધોમાં ઓટ આવે

· મોડી સાંજે આરોગ્ય થોડું કથળે

· લોન સંબંધી કાર્યમાં વેગ આવે

ધન (ભધફઢ)

· કાપડના વ્યવસાયીકોને મંદીનો સામનો કરવો પડે

· સરકારી નોકરીવાંછુને સારા સમાચાર મળી શકે

· માતા દ્વારા ધનલાભ થાય

· જમીન મકાનતી પણ આવક થઈ શકે છે

મકર (ખજ)

· પોતાના દેખાવની ચિંતા સતાવે

· મનથી થોડી ઢીલાશ વર્તાય

· મજબૂત રહેશો તો પ્રસન્ન રહેશો

· આજે સૂર્યદેવની ઉપાસના કરજો

કુંભ (ગશષસ)

· નોકરીમાં શત્રુભય રહે

· ભાડુઆત હોય તો થોડી મુશ્કેલી અનુભવાય

· પ્રવાસની શક્યતા પણ છે

· જીવનસાથીનું આરોગ્ય જાળવવું

મીન (દચઝથ)

· ધનસ્થાન પ્રબળ છે

· આંખોમાંથી પાણી નીકળવાની ફરિયાદ થઈ શકે

· વડીલો સાથે મનદુખ થાય

· અચાનક ધનલાભ પણ શક્ય છે

  • શ્રીમદ્ ભગવદ ગીતામાં સ્થિર મનબુદ્ધિવાળા વ્યક્તિનો ખૂબ મહિમા કહ્યો છે
  • સ્થિરતાથી જ સફળતા મળે છે
  • સ્થિરતા દ્વારા જ કાર્યમાં મન પરોવાય છે
  • સ્થિરતા એકાગ્રતાનું જ બીજું નામ છે
  • સ્થિરતા પ્રાપ્ત કર્યેથી ખોટા નિર્ણયો નથી લેવાતા અને અપયશનો સામનો નથી કરવો પડતો
  • માટે, આપણે સદાય સ્થિરમનબુદ્ધિવાળા થઈએ તે જ અભ્યર્થના...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news