ડિયર જિંદગી: તમે કોની સાથે છો!

પરેશાની જો કોઈ હોય તો એમાં કે પહેલા તમે હા પાડો છો, પરંતુ ત્યારબાદ તેને ભૂલાવી દો છો. કેટલી સરળતાથી આપણે કહી દઈએ છીએ, 'હું છું ને'.

ડિયર જિંદગી: તમે કોની સાથે છો!

'અરે! કેવી વાતો કરી રહ્યાં છો, હું તમારી સાથે છું.' આ ભાવના સંવાદો ફિલ્મો, આપણા જીવનનો ભાગ બની ચૂક્યા છે. આ એકમાત્ર વાક્યમાં એટલી શક્તિ છે કે મુશ્કેલીની નદીઓ એ જુસ્સાથી પાર થઈ જાય છે. પરંતુ રોબોટિક શિક્ષા, સમાજથી અંતર, ફોકસ પોતાના પર હોવાના કારણે આ ડાઈલોગનું અસ્તિત્વ જોખમમાં છે. તેમાં 'એ' દમ નથી રહ્યો. પોતના વચનો, કહેલી વાતોને ભૂલવાની સજા આપણે પોતે જ ભોગવી રહ્યાં છીએ.

અવિશ્વાસની 'વેલ' દુનિયાની સેર કરીને પોતાના 'માળી'ના ગળામાં આવીને જ લપેટાઈ જાય છે. બધાની મદદ કરવાનો હુનર, શક્તિ બધાની પાસે હોતી નથી. આપણા બધાની મર્યાદા છે. તેનાથી આગળ વધવું સંભવ નથી.

પરંતુ તેનો અર્થ આપણે કઈંક ઉલ્ટું જ સમજ્યાં. તમે જો કોઈને મદદ ન કરી શકો, તો આ વાત તેના સુધી પહોંચાડવામાં કેવી દુવિધા!

આ દુવિધાનું પરિણામ કોઈ બીજા માટે અસ્તિત્વનો પ્રશ્ન બની જાય છે. આથી તેમના માટે જે કોઈની મદદ કરવાની સ્થિતિમાં છે (જે તેમના સિવાય કોઈ જ જાણતું નથી કે અસલમાં તેઓ કેટલા સમર્થ છે) તેમણે એ વાત સમજવાની જરૂર છે કે કોઈના માટે દુવિધાથી અનેકગણો સારો શબ્દ 'ના' છે.

પરંતુ હવે જીવનમાંથી ન શબ્દ વિલુપ્ત થઈ રહ્યો છે. કોઈની પણ સાથે વાત કરીને જુઓ. કોઈ 'ના' કહેતું જ નથી. કારણ કે ન કહેવાની અંદર ઊંડું સાહસ જોઈએ.

દિલ અને દિમાગમાં સ્પષ્ટતા જોઈએ. પોતાની અંદરનો અહંકાર અનેક અવસરો પર 'ના' કહેતા રોકે છે.

કોઈની સાથે ન હોવા, કોઈને સાથ ન આપવામાં કોઈ નવી વાત નથી. અપરાધ પણ નથી. આ અંગત વિચાર છે. જેનું સન્માન થવું જોઈએ. વાસ્તવમાં આ સમસ્યા પણ નથી.

પરેશાની જો છે તો તેમાં કે પહેલા તમે હા પાડો છો, પરંતુ ત્યારબાદ તેને ભૂલાવી દો છો. કેટલી સરળતાથી આપણે કહી દઈએ છીએ, 'હું છું ને'.

જ્યારે આ કહેતી વખતે વાત હ્રદયથી જીભની યાત્રા પર હોય છે, ત્યારે અસલિયત ખબર હોય છે પરંતુ આપણે 'ના' કહેતા જ નથી, આથી આપણે 'હા'નું બટન દબાવી દઈએ છીએ.

એ જાણતા હોવા છતાં કે હું તમને સાથ આપીશ નહીં, એ કહેવું કે હું તમારી સાથે છું. માનવતાના સંદર્ભમાં સૌથી મોટો અપરાધ છે. કારણ કે જેને આ બધુ કહેવામાં આવી રહ્યું છે તે તમારા ભ્રમમાં રહે છે. તમારી આશામાં રહે છે. એવી આશા કે જેમાં ક્યારેય કૂંપળો આવવાની નથી છતાં તમે વચન હર્યા ભર્યા છોડનું આપી દીધું.

ઈન્દોરથી રોશન મિત્રા લખે છે, 'જીવનમાં ઓછામાં ઓછા બે અવસર એવા આવે, જ્યારે તેમણે જ મદદના દરવાજા બંધ કરી દીધા, 'જે હું છું ને'ના નારા સાથે ઊંભા હતાં. તેઓ હંમેશા ઊભા જ રહ્યાં. ક્યારેય મદદ માટે 'બેઠા' નહીં! ત્યારબાદ નક્કી કર્યું કે ક્યારેય કોઈના ભરોસો બેસો નહીં અને બીજાની સાથે તે ન કરો જે તમને પોતાના માટે પસંદ નથી.'

કેટલી સુંદર વાત છે, તમારા માટે જે પસંદ નથી તે બીજા સાથે ન કરો. આ વાત કહેવામાં ખુબ સરળ લાગે છે, જ્યારે જીવનના આંગણામાં તેની સાથે મહેંકવું મુશ્કેલ છે.

પરંતુ માનવતા અને ડિયર જિંદગીના રસ્તા ત્યાં થઈને જ પસાર થાય છે. આથી ઓછુ બોલો, પરંતુ ત્યારે જ બોલો જ્યારે તેની રક્ષા કરી શકો. અને જે પણ કહો, તે 'કરાર'ને આખું જીવન નિભાવો...

તમામ લેખો વાંચવા માટે ક્લિક કરો: ડિયર જિંદગી

હિંદીમાં વાંચવા માટે ક્લિક કરો-डियर जिंदगी: आप किसके साथ हैं!

(લેખક ઝી ન્યૂઝમાં ડિજિટલ એડિટર છે)

(તમારા સવાલ અને સૂચન ઈનબોક્સમાં શેર કરો:
https://www.facebook.com/dayashankar.mishra.54)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news