Corona: નવા રિસર્ચે ચિંતા વધારી, ભારતમાં ડબલ થઈ શકે છે મોતનો આંકડો
કેટલાક રિસર્ચર્સે પોતાના સ્ટડીના આધાર પર આશંકા વ્યક્ત કરી છે કે આવનારા દિવસોમાં ભારતમાં કોરોનાથી થનારા મોતની સંખ્યા વધશે. તે અત્યારના મુકાબલે ડબલ થઈ શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાથી સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસમાં દિલ્હી, મહારાષ્ટ્ર, પંજાબ સહિત કેટલાક રાજ્યમાં કોરોનાના કેસ ભલે ઘટ્યા હોય પરંતુ ખતરો હજુ યથાવત છે. કોરોનાના વધતા કેસ બાદ હવે તે વાતની આશંકા જાહેર કરવામાં આવી છે કે આવનારા સમયમાં ભારતમાં કોરોનાથી થતા મૃત્યુ ડબલ થઈ શકે છે.
વધી શકે છે મોતનો આંકડો
કેટલાક રિસર્ચર્સે પોતાના સ્ટડીના આધાર પર તે આશંકા વ્યક્ત કરી છે કે આવનારા કેટલાક દિવસમાં ભારતમાં કોરોનાથી થતા મોતની સંખ્યા વધશે. અત્યારના મુકાબલે તે ડબલ થઈ શકે છે. બેંગલુરૂના ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સની એક ટીમે કોરોનાના હાલના આંકડાનું પોતાના ગણિતીય મોડલ દ્વારા વિશ્લેષણ કર્યું છે. આ ટીમ પ્રમાણે જો કોરોનાની ચાલ આમ યથાવત રહી તો 11 જૂન સુધી ભારતમાં કોરોનાથી થનારા મૃત્યુની સંખ્યા વધીને 4 લાખ 4 હજાર થઈ શકે છે.
અમેરિકી રિસર્ચમાં વ્યક્ત કરવામાં આવી આશંકા
વોશિંગટન યુનિવર્સિટીની હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યૂએશન ઈન્સ્ટિટ્યુટે પણ પોતાના વિશ્લેષણના આધાર પર કહ્યું કે, જુલાઈના અંત સુધી ભારતમાં કોરોનાથી 10 લાખ 18 હજાર 879 લોકોના જીવ જઈ શકે છે. ભારત જેવા દેશમાં કોરોનાને લઈને કંઈ અનુમાન લગાવવું મુશ્કેલ છે. તોકોનાથી જે સ્થિતિ છે તેમાં સોશિયલ ડિસ્ટેન્સિંગ, ટેસ્ટિંગનો દાયરો વધારી તેના ખતરાને ઓછો કરી શકાય છે. વર્તમાન સમયમાં દેશના ઘણા રાજ્યોમાં ઓક્સિજનનની કમીથી કોરોના દર્દીઓના મોતના સમાચાર સામે આવી રહ્યાં છે.
આગામી ચારથી છ સપ્તાહ ભારત માટે મુશ્કેલ
બ્રાઉન યુનિવર્સિટી સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના ડીન આશીષ ઝા પ્રમાણે આગામી ચારથી છ સપ્તાહ ભારત માટે ખુબ મુશ્કેલ રહેવાના છે. પડકાર મોટો છે અને પ્રયાક કરવો જોઈએ કે જે મુશ્કેલ સમય છે તે આગળ ન વધે. તે માટે જરૂરી છે કે જલદીમાં જલદી આકરા પગલા ભરવામાં આવે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સોમવારે કહેવામાં આવ્યું કે, કોઈપણ પરિણામ પર જલદી પહોંચી શકાય નહીં. દિલ્હી, છત્તીસગઢ, મહારાષ્ટ્ર તે રાજ્યમાં છે જ્યાં કેસમાં ઘટાડો થયો છે.
24 કલાકમાં 3780 લોકોના મોત
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3,82,315 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 2,06,65,148 પર પહોંચી ગયો છે. જેમાંથી 34,87,229 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક દિવસમાં 3,38,439 લોકો રિકવર થયા છે. કુલ રિકવર થયેલા લોકોની સંખ્યા 1,69,51,731 થઈ છે. ચિંતાજનક વાત એ છે કે મૃત્યુઆંક અચાનક વધી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 3780 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. આ સાથે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 2,26,188 થયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી 16,04,94,188 લોકોને રસી અપાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે