Baba Ramdev વિરૂદ્ધ દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યું મેડિકલ એસોસિએશન, કોર્ટે કહી આ વાત

દિલ્હી મેડિકલ એસોસિએશને (DMA) દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. ડીએમએએ અરજીમાં બાબા રામદેવ (Baba Ramdev) સામે કેસ દાખલ કરી તેમને કોરોનિલ ટેબલેટને લઇને ખોટા દાવા અને ખોટા નિવદેન કરવા પર રોક લગાવવા અપીલ કરવામાં આવી છે.

Baba Ramdev વિરૂદ્ધ દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યું મેડિકલ એસોસિએશન, કોર્ટે કહી આ વાત

નવી દિલ્હી: એલોપેથી અને આયુવેદને લઇને ચાલી રહેલો વિવાદ હવે દિલ્હી હાઈકોર્ટમાં (Delhi High Court) પહોંચ્યો છે. દિલ્હી મેડિકલ એસોસિએશને (DMA) આ મામલે અરજી દાખલ કરી છે. ડીએમએએ અરજીમાં બાબા રામદેવ (Baba Ramdev) સામે કેસ દાખલ કરી તેમને કોરોનિલ ટેબલેટને લઇને ખોટા દાવા અને ખોટા નિવદેન કરવા પર રોક લગાવવા અપીલ કરવામાં આવી છે.

મહામારીનો ઉપાય શોધવા માટે સમય આપો: કોર્ટ
અરજી પણ સુનાવણી કરતા દિલ્હી કોર્ટે (Delhi High Court) દિલ્હી મેડિકલ એસોસિએશનને (DMA) કહ્યું, તમારે કોર્ટનો સમય બરબાદ કરવાની જગ્યાએ મહામારીનો ઉપાય શોધવામાં સમય આપવો જોઈએ. તેના પર DMA એ કોર્ટને કહ્યું કે, બાબા રામદેવ તેમની દવા કોવિડ-19 ના ઈલાજનો દાવો કરી રહ્યા છે. હાઈકોર્ટે કહ્યું કે, તમે કહો છો કે, દાવો ખોટો છે. માની લઇને કે, જો આ દાવો ખોટો છે તો આ અંગે ધ્યાન આયુષ મંત્રાલયે આપવાનું છે. તેનાથી તમે કેમ પ્રભાવિત થઈ રહ્યા છો.

કોરોનિલ પર રોક લગાવા પર કોર્ટે કર્યો ઇનકાર
આયુર્વેદિક દવા કોરોનિલ (Coronil) વિશે ખોટા પ્રચારથી રામદેવને રોકવાના સંબંધમાં દિલ્હી મેડિકલ એસોસિએશનની (DMA) અજી પર દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) કહ્યું કે, કોર્ટ કહી શકે નહીં કે કોરોનિલ કોરોનાનો ઇલાજ છે કે નહીં, કેમ કે, મેડિકલ એક્સપર્ટ જ તેની જાણકારી મેળવી શકે છે.

મંત્રાલય નક્કી કરશે શું ખોટું છે: હાઇકોર્ટ
હાઈકોર્ટે કહ્યું કે, જો નિયમનું ઉલ્લંઘન થયું છે તો તે મંત્રાલય નક્કી કરશે કે શું ખોટું થયુ છે. તમે કેમ મુદ્દો ઉઠાવી આગળ આવી રહ્યા છો. કોર્ટે DMA ને કહ્યું કે, તમે વીડિયોને કોર્ટમાં રજૂ કરી શકતા નથી. જો તે યૂટ્યૂબથી હટાવી દેવામાં આવ્યો છે, તો તે બેકાર છે. તમારે મૂળ દસ્તાવેજ ફાઈલ કરવાની જરૂરિયાત છે.

રામદેવને રોકી શકીએ નહીં, માત્ર નોટિસ આપી શકીએ છે: કોર્ટ
દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) કોરોનિલ અંગે કહ્યું, 'રામદેવ કહે છે કે તેઓ એલોપેથીમાં વિશ્વાસ નથી કરતા અને તેઓ વિચારે છે કે યોગ અને આયુર્વેદથી બધુ બરાબર થઈ શકે છે. તે સાચો હોઈ શકે છે અને તે ખોટા પણ હોઈ શકે છે. એલોપેથી કોઈના માટે કામ કરે છે, કોઈના માટે નહીં, તે દરેકનો પોતાનો મત છે. અમે આ મામલે નોટિસ ફટકારી શકીએ છીએ, પરંતુ અમે રામદેવને રોકી શકીએ નહીં.

વ્યક્તિગત અભિપ્રાય પર કોર્ટ કેસનો કેટલું વાજબી: હાઇકોર્ટ
હાઈકોર્ટમાં દિલ્હી મેડિકલ એસોસિએશન (DMA) તરફથી કહેવામાં આવ્યું કે, સ્વામી રામદેવ (Swami Ramdev) તરફથી ડોક્ટરોને લઇને કરવામાં આવેલા નિવેદનથી તમામ ડોક્ટરો આહત થયા છે. દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) આ મામલે સુનાવણી દરમિયાન કહ્યું કે, દરેક વ્યક્તિની પોતાનો વ્યક્તિગત અભિપ્રાય છે અને આ મામલે કોર્ટ કેસ કરવું કેટલું વ્યાજબી છે. શું એલોપેથી આટલું નબળું વિજ્ઞાન છે કે કોઈના નિવેદન આપવા પર કોર્ટમાં અરજી કરવી જોઇએ.

ડોકટરો વિશે આવું નિવેદન ન આપે રામદેવ: કોર્ટ
બાબા રામદેવ (Baba Ramdev) દ્વારા એલોપેથીના ડોક્ટર વિરૂદ્ધ નિવેદનના કેસમાં દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) તેમના વકીલને સલાહ આપતા કહ્યું કે, તેમણે તેમના ક્લાઈન્ટને કહો કે ભવિષ્યમાં એલોપેથી વિશે આ પ્રકારના કોઈ નિવેદન ના આપે. આ અંગે બાબા રામદેવના વકીલે કહ્યું કે તે આદરણીય વ્યક્તિ છે અને કોર્ટના આદેશનો આદર કરશે. કોર્ટે કહ્યું કે અમે આ મામલે કોઈ હુકમ જાહેર કરી રહ્યા નથી અને અમને આશા છે કે ભવિષ્યમાં તેમના ક્લાઈન્ટ કોઈ નિવેદન જાહેર કરશે નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news