કેન્દ્રનો નિર્ણય સફદરજંગ હોસ્પિટલમાં સવારે 8થી રાત્રે 8 વાગ્યા સુધી OPD
કેન્દ્ર સ્વાસ્ મંત્રાલયે સફદરજંગ હોસ્પિટલમાં એક પાઇલોટ પ્રોજેક્ટ સ્વરૂપે દિવસમાં 12 કલાક માટે ઓપીડી ચલાવવામાં આવશે
Trending Photos
નવી દિલ્હી : કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયે સફદરજંગ હોસ્પિટલમાં એક પાયલોટ યોજના સ્વરૂપે એખ દિવસમાં 12 કલાક માટે બાહ્ય રોગી વિભાગ (ઓપીડી)ની સેવા ચલાવવાનો નિર્ણય લીધો છે. જો કે હોસ્પિટલની રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (આરડીએ) દ્વારા આ નિર્ણયને પ્રભાવશાળી રીતે લાગુ કરવા માટે અને ચિકિત્સકોની નિયુક્તિ કરવા માટેની માંગ કરી છે. હાલમાં સફદરજંગ સહિત મોટા ભાગની સરકારી હોસ્પિટલ્સમાં ઓપીડીની સેવા પાંચ કલાક સવારે આઠ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી ચાલે છે. જો કે ડાયાબીટીસ માટે બપોરે કેટલાક વિશેષ ક્લિનીક સેવા પણ આપવામાં આવે છે.
નવા પ્રસ્તાવ હેઠળ ઓપીડી સવારે આઠ વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધી ચાલશે. સ્વાસ્થય મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે, આ નિર્ણયનો દર્દીઓને સારી સ્વાસ્થય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. અધિકારીએ જણાવ્યું કે સફદરજંગ હોસ્પિટલમાં એક વખત આ નિર્ણય લાગુ થયા બાદ અન્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલમાં પણ તેને અપનાવવામાં આવશે. સફદરજંગ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશને કહ્યું કે, આ પગલાથી તેમના પર વધારે દબાણ પેદા થઇ જશે.
એક રેસિડેન્ટ ડોક્ટરે કહ્યું કે અમે પ્રસ્તાવની વિરુદ્ધ નથી પરંતુ તંત્રને 12 કલાક ઓપીડી સેવા ઉપલબ્ધ કરાવવા માટે સંસાધન અને સ્ટાફને વધારવો પડશે. ડોક્ટર્સ ઓછા હોવાના કારણે તેમના પર પહેલાથી જ દબાણ છે. સમય વધારવાથી તેમના પર વધારે દબાણ વધશે માટે વધારે ડોક્ટર્સની નિયુક્તિ કરવામાં આવવી જોઇએ. બીજી તરફ સફદરજંગ હોસ્પિટલના ચિકિત્સા અધીક્ષકે તમામ વિભાગોને પોતાનો ફિડબેક આપવા માટેનો નિર્દેશ આપ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે