jp nadda

સચિન પાયલટનો દાવો ફેલ, રાજસ્થાનમાં બચી ગઈ અશોક ગેહલોતની સરકાર!

મુખ્યમંત્રી અશોક ગેહલોતે મીડિયાને પોતાના આવાસ પર બોલાવ્યા હતા. જ્યાં ધારાસભ્યોની સંખ્યાનું શક્તિ પ્રદર્શન કરાવ્યું છે. અશોક ગેહલોત તરફથી  સતત 100થી વધુ ધારાસભ્યોનું સમર્થન હોવાની વાત કહેવામાં આવી રહી છે. 
 

Jul 13, 2020, 02:13 PM IST

રાજસ્થાનની લડાઈ રોકવા પ્રિયંકા ગાંધી મેદાનમાં, ગેહલોત-પાયલટને સમજાવવાનો પ્રયત્ન

રાજસ્થાન રાજકીય સંકટનો હજુ અંત આવ્યો નથી. આજે યોજાનારી કોંગ્રેસ ધારાસભ્યો દળની બેઠકમાં સ્થિતિ સ્પષ્ટ થવાની છે. પાયલટ હજુ જયપુરથી બહાર છે, તેવામાં બધાની નજર તેમના પર છે. 

Jul 13, 2020, 12:17 PM IST

રાજસ્થાન રાજકીય સંકટઃ ના BJP, ના કોંગ્રેસ, સચિન પાયલટ આ નામથી તૈયાર કરશે થર્ડ ફ્રંટ!

રાજસ્થાનમાં પ્રથમવાર નથી જ્યારે ત્રીજા મોર્ચાની કવાયત શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ અને ભાજપનું પ્રભુત્વ હોવાને કારણે ત્રીજા મોર્ચાના પ્રયાસ જરૂર થયા છે પરંતુ તેમાં સફળતા મળી નથી. હવે અશોક ગેહલોત સાથે વિવાદ બાદ સચિન પાયલટે ત્રીજો મોર્ચો બનાવવાની કવાયત શરૂ કરી છે. 
 

Jul 13, 2020, 11:41 AM IST

રાજસ્થાનમાં રાજકીય ગરમાવો, સીએમ અશોક ગેહલોતના નજીકના વ્યક્તિઓના ઘરે ITના દરોડા

અશોક ગેહલોતના નજીકના ધર્મેન્દ્ર રાઠોડ અને રાજીવ અરોડાના ઘરે આવકવેરા વિભાગના દરોડા ચાલી રહ્યાં છે. બંન્નેના દિલ્હી અને રાજસ્થાનના ઠેકાણા પર દરોડા પડ્યા છે. 

Jul 13, 2020, 11:04 AM IST

રાજસ્થાનમાં રાજકીય ભૂકંપ, ગેહલોત સરકાર પર સંકટ, જાણો શું છે ભાજપનો પ્લાન

રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટના બળવાખોર વલણ બાદ અશોક ગેહલોત સરકાર સંકટમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી સરકાર બચાવવા માટે પ્રયાસ કરી રહ્યાં છે.

Jul 13, 2020, 09:58 AM IST

જૂનો છે સચિન પાયલોટ અને અશોક ગેહલોત વચ્ચે રાજકીય ઝગડો, જાણો લડાઈનો સંપૂર્ણ ઈતિહાસ

રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી આ સમયે સંકટમાંથી પસાર થઈ રહી છે. અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે લડાઈ બધાની સામે છે અને સરકાર પર ખતરાના વાદળો છવાયેલા છે. 

Jul 13, 2020, 09:44 AM IST

શું ગેહલોત સરકારનું કાઉન્ટડાઉન શરૂ, જાણો રાજસ્થાનમાં નંબર ગેમ

ગેહલોત સરકાર પર સંકટના વાદળો છવાયેલા છે. સચિન પાયલોટ તરફથી કહેવામાં આવ્યું છે કે ગેહલોત સરકાર અલ્પમતમાં છે. આ નિવેદન સરકારને સંકટમાં મુકી શકે છે. 
 

Jul 13, 2020, 07:49 AM IST

સચિન પાયલોટના ભાજપમાં સામેલ થવાની અટકળો તેજ, આજે નડ્ડા સાથે કરી શકે છે મુલાકાત

રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સચિન પાયલોટ ભાજપમાં સામેલ થઈ શકે છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે પાયલોટ આજે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી શકે છે. 

Jul 13, 2020, 07:31 AM IST

જેપી નડ્ડાનો સોનિયા ગાંધીને સવાલ- 'જનતાના પૈસા રાજીવ ગાંધી ફાઉન્ડેશનને કેમ આપ્યા?'

ભાજપ અધ્યક્ષ (BJP Chief) જેપી નડ્ડાએ શનિવારના એક પ્રેસ કોન્ફરેન્સ કરી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)ને કેટલાક સવાલ પુછ્યા. તેમણે રાજીવ ગાંધી ફાઉન્ડેશનના ફંડિંગને લઇને કોંગ્રેસને ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીથી સંબંધો વિશે પુછ્યું. જેપી નડ્ડા (JP Nadda)એ કહ્યું કે, કોરોના વાયરસ સંકટની આડમાં સોનિયા ગાંધીએ તે સવાલોથી બચવું ન જોઇએ જે દેશ જાણવા માગે છે.

Jun 27, 2020, 06:25 PM IST

જેપી નડ્ડાનો આરોપ-UPAના કાર્યકાળમાં PMNRFના પૈસા રાજીવ ગાંધી ફાઉન્ડેશનને અપાયા

ચીનના મુદ્દે કોંગ્રેસ જ્યાં મોદી સરકારને ઘેરી રહી હતી ત્યાં ભારતીય જનતા પાર્ટી તરફથી હવે કોંગ્રેસને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ શુક્રવારે આરોપ લગાવ્યો કે પ્રધાનમંત્રી નેશનલ રિલિફ ફંડ (PMNRF)માંથી રાજીવ ગાંધી ફાઉન્ડેશનને પૈસા ડોનેટ કરવામાં આવ્યાં. 

Jun 26, 2020, 11:20 AM IST

અર્થવ્યવસ્થાનો કર્વ નહીં, પણ રાહુલ ગાંધીનું દિમાગ તો ક્યાંક ફ્લેટ નથી થઈ ગયું ને: જેપી નડ્ડા

ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડાએ ZEE NEWSના એડિટર ઈન ચીફ સુધીર ચૌધરીને આપેલા એક ખાસ ઈન્ટરવ્યુમાં કહ્યું કે, દેશમાં કોરોના સંકટ દરમિયાન કોંગ્રેસે રાજકારણ રમ્યા સિવાય કશું કર્યું નથી. ગાંધી પરિવારે મજૂરોની મજાક ઉડાવી, પહેલા તેમણે લોકડાઉન લગાવવા પર સવાલ ઉઠાવ્યાં અને જ્યારે લોકડાઉનમાંથી દેશને બહાર લાવવામાં આવી રહ્યો છે ત્યારે સવાલ ઉઠાવતા કહ્યું કે આટલી ઉતાવળ કેમ? અર્થવ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યાં. તેમણે કહ્યું કે મને લાગે છે કે અર્થવ્યવસ્થાનો કર્વ નહીં, ક્યાંક રાહુલ ગાંધીનું દિમાગ તો ફ્લેટ નથી થઈ ગયુ ને.

Jun 7, 2020, 10:58 AM IST

EXCLUSIVE: ભારત-ચીન બોર્ડર વિવાદ પર ભારત સરકારની નજર- જેપી નડ્ડા

 દેશ પીએમ મોદીના હાથમાં સુરક્ષિત છે. ભારત-ચીન બોર્ડર વિવાદ (India-China face off) પર ભારત સરકારની નજર છે. ભારતનું ગૌરવ અખંડ રહેશે. દેશના ગૌરવ માટે કંઈ પણ કરીશું. આ વાત ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda)એ Zee Newsના એડિટર-ઇન ચીફ સુધીર ચૌધરી (Sudhir Chaudhary)ને આપેલા એક્સક્લૂઝિવ ઇન્ટરવ્યૂમાં જણાવી હતી. નડ્ડાએ કહ્યું હતું કે, પીએમ મોદીના નેતૃત્વમાં કોરોના સામે લડતમાં જે રાજનીતિ બનાવવામાં આવી, તે સમગ્ર વિશ્વ માટે અનુકરણીય છે.

Jun 5, 2020, 04:52 PM IST

કોંગ્રેસ અને ગાંધી પરિવારે કોરોના સંકટ દરમિયાન માત્ર રાજકારણ કર્યું: જેપી નડ્ડા

Zee Newsના એડિટર-ઇન ચીફ સુધીર ચૌધરી (Sudhir Chaudhary)ને આપેલા એક્સક્લૂઝિવ ઇન્ટરવ્યૂમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda)એ કહ્યું હતું કે, પીએમ મોદીના નેતૃત્વમાં કોરોના સામે લડતમાં જે રાજનીતિ બનાવવામાં આવી, તે સમગ્ર વિશ્વ માટે અનુકરણીય છે.

Jun 5, 2020, 03:39 PM IST

શું 2024માં BJP જીતની હેટ્રિક લગાવશે? જેપી નડ્ડાએ આપ્યો આવો જવાબ

મોદી સરકાર 2.0નું એક વર્ષ પુરૂ થતાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ શનિવારે પત્રકાર પરિષદ કરીને પાર્ટી અને કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ ગણાવી. તેમણે કહ્યું કે મોદી સરકાર બીજા કાર્યકાળના પ્રથમ વર્ષમાં ખૂબ નિર્ણાયક નિર્ણય લેવામાં આવ્યા છે.

May 30, 2020, 06:05 PM IST

મોદી સરકાર 2.0નું પ્રથમ વર્ષ, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ ગણાવી સિદ્ધિઓ

મોદી સરકારના બીજા કાર્યકાળનું આજે એક વર્ષ પૂરુ થયું છે. તેના પર ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પત્રકાર પરિષદ કરી હતી. નડ્ડાએ જણાવ્યુ કે, મોદીની નીતિઓને કારણે કોરોનાને ભારતમાં કંટ્રોલ કરવામાં આવ્યો છે. 

May 30, 2020, 01:21 PM IST

સોનિયા ગાંધી નિવેદન તો આપ્યું પણ હવે ઘેરાઇ ગયા, ભાજપનાં અનેક નેતાઓએ કર્યા પ્રહાર

કોરોના સંકટ અને લોકડાઉનનાં કારણે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ગુરૂવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાઇ હતી. આ દરમિયાન કોંગ્રેસના વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા. સોનિયા ગાંધીએ કહ્યું કે, 21 દિવસનું લોકડાઉન જરૂરી હતું, પરંતુ અનિયોજીત રીતે લાગુ કરવામાં આવ્યું. લોકડાઉનનાં કારણે લાખો પ્રવાસીઓ મજુરોને પરેશાની થઇ. સોનિયા ગાંધીના આ નિવેદન અંગે અનેક ભાજપ નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ દ્વારા શાબ્દિક પ્રહારો કરવામાં આવ્યા હતા. 

Apr 3, 2020, 12:02 AM IST

ચારેતરફથી કોરોનાના ટેન્શનવાળા માહોલ વચ્ચે દિલ્હીથી આવ્યા રાહતના સમાચાર

કોરોના વાયરસ (Corona virus) ના ખૌફ વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક રાહતના સમાચાર આપ્યા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં હાલત હાલ નિયંત્રણમાં છે. તેમણે કહ્યું કે, એક દિવસમાં માત્ર એક જ કેસ વધ્યો છે.

Mar 26, 2020, 01:16 PM IST

અમદાવાદ - AMCએ જીવન જરૂરિયાતની વસ્તુઓ લોકોના ઘરે પહોંચાડી

કોરોના (corona virus) ને પગલે હવે રાજ્યના તમામ લોકો જાગૃત થઈ રહ્યાં છે. 21 દિવસના લોકડાઉનમાં નાગરિકોને સરળતા રહે અને કોઈ તકલીફ ન થાય તે માટે અનેક પગલા અને નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે ભારે વાહન પરનો પ્રતિબંધ હટાવ્યો છે. સામાન્ય દિવસોમાં ભારે વાહનની અવરજવર પર પ્રતિબંધ હતો. લોકડાઉનના 21 દિવસ માટે ભારેવાહનને અમદાવાદમાં પ્રવેશ આપશે.

Mar 26, 2020, 12:14 PM IST

ભાજપના દરેક કાર્યકરને આદેશ, 5 વ્યક્તિઓના ભોજનની વ્યવસ્થા કરે

સમગ્ર દેશમાં કોરોના (corona virus) ને કારણે લોકડાઉનના કારણે મજૂરો અને રોજનું રોજ કામ કરી જીવન નિર્વાહ ચલાવતા શ્રમિકોની સ્થિતિ કફોડી બની છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ 1 કરોડ કાર્યકરોને મહા ભોજન અભિયાન ચલાવવા આદેશ કર્યો છે. ગઈકાલે ભાજપના પદાધિકારીઓ સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ વીડિયો કોન્ફરન્સ કરી હતી. જેમાં દેશવ્યાપી લોકડાઉન અંગે લોકોને સમજાવવા તેમજ જરૂરિયાતમંદોને ભોજન પૂરું પાડવા આ અંગે ચર્ચા થઇ હતી. 

Mar 26, 2020, 10:45 AM IST

ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાએ ગિરિરાજસિંહને કહ્યું મોઢુ સંભાળીને વાત કરો

BJP અધ્યક્ષ જેપી નડ્ડાએ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહને કડક સંદેશો આપ્યો છે. સુત્રો અનુસાર જેપી નડ્ડાએ ગિરિરાજ સિંહને અકારણ નિવેદનબાજી નહી કરવા કડક સંદેશ આપ્યો છે. તેમણે ગિરિરાજસિંહનાં તે નિવેદન અંગે પણ નારાજગી વ્યક ત કરી છે. હાલમાં જ ગિરિરાજ સિંહે દેવબંધ મુદ્દે વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે દેવબંધને આતંકવાદની ગંગોત્રી ગણાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત મંગળવારે ગિરિરાજસિંહ સહારનપુર પહોંચ્યા હતા. અહીં તેમણે મંચ પરથી સંબોધિત કરતા કહ્યું કે, મોટા આતંકવાદીઓ બધા અહીંથી જ નિકળ્યા છે, પછી તે હાફીઝ સઇદ હોય કે કોઇ બીજો હોય. 

Feb 15, 2020, 06:40 PM IST