દિગ્ગજ નેતા ગોપીનાથ મુંડેની હત્યાનો દાવો, ભત્રીજા લગાવ્ચા ચોંકાવનારા આરોપ

લંડનમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન દાવો કરાયો કે ચૂંટણીમાં ઇવીએમ સાથે થયેલા ચેડા અંગે માહિતી હોવાતી ગોપીનાત મુંડેની હત્યા કરવામાં આવી

દિગ્ગજ નેતા ગોપીનાથ મુંડેની હત્યાનો દાવો, ભત્રીજા લગાવ્ચા ચોંકાવનારા આરોપ

મુંબઇ : 2014માં લોકસભા ચૂંટણીમાં ઇવીએમ હેકિંગની માહિતી હોવાનાં કારણે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નેતા ગોપીનાથ મુંડેની હત્યા થઇ હોવાનો સાઇબર નિષ્ણાંત દ્વારા દાવો કરવામાં આવ્યા બાદ ભાજપ નેતાના ભત્રીજા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (રાંકપા) નેતા ધનંજય મુંડેએ સોમવારે આ મુદ્દે તપાસ રૉ પાસે કરાવવાની માંગ કરી છે. મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં વિપક્ષનાં નેતા મુંડેએ અમેરિકામાં રહેતા ભારતીય સ્વયંભૂ સાઇબર નિષ્ણાંતનાં દાવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. 

— Dhananjay Munde (@dhananjay_munde) January 21, 2019

ધનંજયે કહ્યું કે, ગોપીનાથ મુંડેના સમર્થકોએ તેમના મૃત્યુ પર હંમેશા સવાલ ઉઠાવ્યા છે. તેમણે પુછ્યું કે, આ દુર્ઘટનાં હતી કે કોઇ કાવત્રું. 2014ની લોકસભા ચૂંટણી ભાજપની જીતના થોડા જ અઠવાડીયામાં દિલ્હીમાં એખ માર્ગ અકસ્માતમાં ગોપીનાથ મુંડેનું મોત નિપજ્યું હતું. રાકપા નેતાએ ટ્વીટ કરીને કહ્યું કે, એક સાઇબર નિષ્ણાંતના ચોંકાવનારો દાવો કર્યો છે કે મુંડે સાહેબની હત્યા કરવામાં આવી છે. આ દાવાની તુરંત જ રૉ/સુપ્રીમ કોર્ટ પાસે તપાસ કરાવવાની જરૂર છે, કારણ કે આ એક જનતા સાથે જોડાયેલો મુદ્દો છે. 

— Dhananjay Munde (@dhananjay_munde) January 21, 2019

શુજાએ મુંડેની હત્યાનો દાવો કર્યો હતો
સૈયદ શુઝાએ દાવો કર્યો હતો કે ભાજપ નેતા અને તત્કાલીન કેન્દ્રીય મંદ્રી ગોપીનાથ મુંડેની હત્યા કરવામાં આવી. કારણ કે તેમને 2014ની સામાન્ય ચૂંટણીમાં ઇવીએમ હેક કરવામાં આવ્યા અંગે માહિતી હતી. મુંડેની મે 2014માં ભાજપમાં સત્તામાં આવ્યાનાં થોડા જ અઠવાડીયા બાદ માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યું હતું. 

શુઝાએ એવો પણ દાવો કર્યો હતો કે મુંડના મૃત્યુની તપાસ કરી રહેલ એનઆઇએ અધિકારી તંજીલ અહેમદ આ વાતની માહિતી મળ્યા બાદ હત્યાનો કેસ દાખલ કરવાની યોજના બનાવી રહ્યા હતા , પરંતુ તેની પણ હત્યા થઇ હતી હતી. ત્યાર બાદ આ સમગ્ર મુદ્દો જ દબાઇ ગયો હતો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news