evm

West Bengal Assembly Election 2021: TMC નેતાના ઘરેથી EVM અને VVPAT મળી આવતા હડકંપ

પશ્ચિમ બંગાળ (West Bengal) માં આજે ત્રીજા તબક્કાનું મતદાન ચાલુ છે. મતદાન વચ્ચે એક ચિંતાજનક સમાચાર આવ્યા છે. રાજ્યના હાવડાના ઉલુબેરિયા નોર્થમાં ટીએમસીના નેતાના ઘરમાંથી ઈવીએમ અને વીવીપેડ મળી આવ્યા છે. 

Apr 6, 2021, 08:54 AM IST

Assam Election 2021: BJP વિધાયકની કારમાંથી મળ્યું EVM, ચૂંટણી પંચે જણાવી ઘટના પાછળની સચ્ચાઈ 

આસામ (Assam) માં ભાજપ (BJP) ના ધારાસભ્યની ગાડીમાંથી ઈવીએમ મળી આવવાના મામલે ચૂંટણી પંચે પ્રશાસન પાસેથી રિપોર્ટ માંગ્યો. ચૂંટણી પંચને અત્યાર સુધી મળેલા રિપોર્ટ મુજબ પોલીંગ પાર્ટીની ગાડી ખરાબ થઈ હતી, ત્યારબાદ પીઠાસીન અધિકારીએ ભાજપ ધારાસભ્યની ગાડીમાં લિફ્ટ લીધી કારણ કે આ દરમિયાન ચૂંટણી પંચ તરફથી નિયુક્ત સેક્ટર ઓફિસરે કોઈ ગાડીની વ્યવસ્થા કરી નહતી. 

Apr 2, 2021, 12:38 PM IST

નીતિન પટેલનો કોંગ્રેસને જવાબ, કમલમમાં નથી બનતા EVM, હાર પચાવતા શીખો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કારમા પરાજય બાદ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ઈવીએમ પર સવાલ ઉઠાવ્યા હતા. હવે નીતિન પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. 

Mar 4, 2021, 05:35 PM IST

ગુજરાતમાં અનેક જગ્યાએ ઘર્ષણ: દાહોદમાં બૂથ કેપ્ચરિંગ, ક્યાંક પથ્થરમારો તો ક્યાંક તોડ્યા EVM

રાજ્યભર (Gujarat) માં આજે પણ ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) વચ્ચે અનેક જગ્યાએ ઘર્ષણ થયા હોવાના અહેવાલો છે. ગુજરાત (Gujarat) માં સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local Body Election) માં મતદાન દરમિયાના ઝાલોદ (Zalod) તાલુકાના ઘોડીયામાં બૂથ કેપ્ચરિંગનો મામલો સામે આવ્યો છે.

Feb 28, 2021, 06:01 PM IST

Surat માં ચૂંટણી અધિકારીની ઓફિસમાંથી મળ્યા EVM અને બેલેટ પેપર, કોંગ્રેસે કર્યા ગંભીર આક્ષેપ

સુરતની બહુમાળી બિલ્ડિંગના (Surat Bahumali Bhavan) A બ્લોકના ચોથા માળે EVM અને બેલેટ પેપર (Ballot Paper) બોક્ષ ચૂંટણી અધિકારીની (Election Officer) ઓફિસમાં મળી આવતા કોંગ્રેસ દ્વારા હંગામો કરવામાં આવ્યો હતો

Feb 22, 2021, 07:14 PM IST

Ahmedabad: ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે માથાકૂટ, પોલીસ કાફલો દોડતો થયો

મતદાન દરમિયાન ઘણી જગ્યાએ ઇવીએમ ખોટવાયા હોવાનું પણ જાણવા મળ્યું છે. તો બીજી તરફ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બોલાચાલી બાદ ઘર્ષણ થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. 

Feb 21, 2021, 01:15 PM IST

વર્ષ 2015 ની ચૂંટણીમાં તમામ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો હતો

  • વર્ષ 2015માં અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત થઈ હતી. તમામ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો હતો

Feb 21, 2021, 07:43 AM IST

લાડલી પૌત્રીને ઉંચકીને અમિત શાહે વિક્ટરી સાઈન બતાવી 

  • 577 ભાજપ, 566 કોંગ્રેસ, 91 NCP, 470 AAP અને 353 અન્ય પક્ષો તથા 228 અપક્ષો મેદાનમાં છે
  • આજે કુલ 1 કરોડ 14 લાખ 66 હજાર 973 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

Feb 21, 2021, 07:01 AM IST

યુદ્ધના ધોરણે ગુજરાતમાં ચૂંટણી જંગની તૈયારીઓ શરૂ, EVM ડિસ્પેચની કામગીરીમાં વ્યસ્ત બન્યા કર્મચારીઓ

આવતીકાલે 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. મહાનગરપાલિકાના મતદાન માટે તંત્રએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર અને જામનગરમાં તમામ બૂથ પર યુદ્ધના ધોરણે કામગીરી થઈ રહી છે. આવતીકાલે યોજાનાર ચૂંટણી માટે ઇવીએમ (EVM) મશીનના ડિસ્પેચની કામગીરી તંત્રએ હાથ ધરી છે.. 

Feb 20, 2021, 01:14 PM IST

બિહાર: NDA ને બાજી મારતા જોઈ વિરોધીઓ ફરી આલાપવા લાગ્યા EVMનો રાગ

 છેલ્લે મળતી માહિતી મુજબ NDA 128 બેઠકો પર, મહાગઠબંધન 104 બેઠકો પર અને અધર્સ 11 બેઠકો પર આગળ છે. રાજ્યમાં ભાજપ 73 બેઠકો પર આગળ છે. જે અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની છે. ટ્રેન્ડમાં એનડીએને બહુમત મળતું જોઈને હવે વિરોધી પક્ષો ઈવીએમનો રાગ આલાપવા લાગ્યા છે. ઈવીએમ સાથે છેડછાડની વાત કરી રહ્યા છે. 

Nov 10, 2020, 02:39 PM IST

બિહારઃ રાહુલ ગાંધીએ EVMને ગણાવ્યું MVM, કહ્યું- આ મોદી વોટિંગ મશીન છે

રાહુલ ગાંધીએ કહ્યુ કે, ઈવીએમ, એમવીએમ છે- મોદી વોટિંગ મશીન. પરંતુ બિહારમાં આ વખતે યુવા ગુસ્સામાં છે. તેવામાં ઈવીએમ હોય કે એમવીએમ, આ વખતે ગઠબંધન જીતી રહ્યું છે.
 

Nov 4, 2020, 08:41 PM IST

દિલ્હીમાં 62.59 ટકા મતદાન, ચૂંટણી પંચે જણાવ્યું આ કારણથી લાગ્યો આટલો સમય

દિલ્લીમાં મતદાનનાં બીજા દિવસે ચૂંટણી પંચે મતની ટકાવારીના (Vote Percentage) ફાઇનલ આંકડાઓ જાહેર કર્યા છે. રાજ્યમાં 62.59 ટકા મતદાન થયું છે. સૌથી વધારે મતદાન બલ્લીમારાનમાં 71.6 % અને સૌથી ઓછું 45.4 % કૈંટમાં થયું છે. મુખ્ય ચૂંટણી અધિકારી રણબીર સિંહે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, મોડી રાત સુધી ચાલેલી મતગણતરીના કારણે મતદાનની ટકાવારીનાં ફાઇનલલ આંકડા જાહેર કરવામાં થોડો વધારે સમય લાગ્યો હતો. 

Feb 9, 2020, 08:46 PM IST

Exit Pollsમાં AAPને જબરદસ્ત લીડ પરંતુ આમ છતાં કેજરીવાલ કેમ ગભરાયેલા છે? કારણ જાણીને ચોંકશો

આમ આદમી પાર્ટી ફરીથી શાનદાર પ્રદર્શન સાથે દિલ્હીની સત્તામાં વાપસી માટે તૈયાર છે. આપની વિકાસની રાજનીતિ ભાજપની રાષ્ટ્રવાદની રાજનીતિ પર હાવી થતી જોવા મળી રહી છે. શનિવારે દિલ્હી વિધાનસભા ચૂંટણી પૂરી થઈ. મતદાન બાદ આવેલા એક્ઝિટ પોલના પરિણામોમાં આ સંકેત સ્પષ્ટ જોવા મળ્યાં.

Feb 9, 2020, 10:43 AM IST

ચૂંટણી EVMથી કરાવવી કે મતપત્ર દ્વારા? જનમત સંગ્રહ દ્વારા આ નિર્ણય લેવામાં આવેઃ વીરપ્પા મોઈલી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરપ્પા મોઈલીએ જણાવ્યું કે, અમેરિકા જેવો દેશ પણ ઈવીએમનો ઉપયોગ કર્યા પછી હવે મતપત્ર તરફ પાછો ફરી ગયો છે
 

Jun 17, 2019, 06:45 PM IST

શરદ પવારે EVM પર શંકા વ્યક્ત કરી તો ભત્રીજાએ જ કહ્યું-'જીતો તો EVM બરાબર...'

લોકસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીતના આટલા દિવસો બાદ હવે એનસીપી પ્રમુખ શરદ પવારે આજે ઈવીએમને લઈને ફરી પાછી શંકા વ્યક્ત કરી છે અને કહ્યું કે વિશેષજ્ઞો અને ટેક્નોલોજીના જાણકારોની હાજરીમાં દિલ્હીમાં વિરોધી પક્ષો આ મુદ્દે ચર્ચા કરશે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના 20 વર્ષ પૂરા થયાના અવસરે કાર્યકર્તાઓના સંમેલનને સંબોધતા પવારે કહ્યું કે એ જાણવાની જરૂર છે કે એક મતદાર દ્વારા પોતાની પસંદગીના પાર્ટી ઉમેદવારના નામની આગળ બટન દબાવ્યા બાદ હકીકતમાં શું આવે છે અને વીવીપેટમાં શું દેખાય છે. 

Jun 10, 2019, 11:35 PM IST

નબળા પ્રદર્શન બાદ મમતાનો EVM માંથી મોહભંગ, લોકશાહી બચાવવા બેલેટ ચૂંટણી જરૂરી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે કહ્યું કે, ભાજપ બંગાળ અંગે ભ્રામક અને ખોટા સમાચાર ફેલાવી રહ્યું છે. તૃણમુલ કોંગ્રેસ તેને પહોંચી વળવા માટે ડોર ટુ ડોર કેમ્પેઇન ચલાવશે. આ દરમિયાન તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી)ના વડા મમતા બેનર્જીએ ઇવીએમ સામે પણ સવાલ ઉઠાવ્યા. તેણે દાવો કર્યો કે લોકશાહીને બચાવવી હોય તો ઇવીએમથી થતી ચૂંટણીઓ રદ્દ કરવી પડશે. જુની બેલેટ પદ્ધતીને ફરી અમલી બનાવવી પડશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે ઇવીએમની તપાસ માટે એક કમિટીની રચના પણ કરવામાં આવવી જોઇએ. 

Jun 3, 2019, 06:52 PM IST

કારોબારીમાં કોંગ્રેસના નેતાઓ બોલ્યા, અમારા હારવાનું કોઈ કારણ ન હતું, ચૂંટણીમાં ચોક્કસ ગોલમાલ થઈ છે

ગુજરાત કોંગ્રેસની આજે મળેલી કારોબારી બેઠકમાં ઈવીએમ અંગે ચાલી રહેલી શંકા-કુશંકા અંગે સંશોધન કરવા માટેની ચર્ચા કરાઈ. કોંગ્રેસના નેતાનો પક્ષમાં ચાલતી આંતરિક લોકશાહી અને ઉદારીકરણના કારણે પક્ષને વ્યાપક નુકસાન થયાનું સ્વીકારી શિસ્ત માટે કડક વલણ અપનાવવાનું નક્કી કર્યું છે. 

Jun 2, 2019, 04:25 PM IST

ગુજરાત કોંગ્રેસે અંતે હારનું ઠીકરું EVM પર ફોડ્યું, રાજીનામા મુદ્દે કોઇ ચર્ચા નહિં

છેલ્લા ઘણા વખતની ચૂંટણીમાં થતી હારના કારણોની જેમ જ લોકસભા 2019માં થયેલી ભૂંડી હારનું ઠીકરૂ ગુજરાત કોંગ્રેસે અંતે EVM ઉપર જ ફોડ્યુ છે. પરંતુ આ વખતે EVM ઉપર દોષારોપણ કરવામાં કોંગ્રેસે 7 દિવસનો સમય લીધો છે. 23 તારીખે લોકસભાના આવેલા પરિણામ બાદ બૂધવારે 29 તારીખે ગુજરાત કોંગ્રેસની સંકલન સમીતીની બેઠક મળી હતી.

May 31, 2019, 05:50 PM IST

ચૂંટણી પરિણામ અગાઉ જ EVM પર ભારે હંગામો, અમિત શાહે વિરોધ પક્ષોને પૂછ્યા 6 વેધક સવાલ

ચૂંટણી પરિણામો અગાઉ જ ઈવીએમને લઈને વિરોધ પક્ષોના તેવર કડક છે. વિપક્ષના આ વલણ પર ભાજપ અધ્યક્ષ અમિત શાહે નિશાન સાધતા 6 સવાલ પૂછ્યા છે. જેમાં વિપક્ષના આવા વલણ પર સવાલ ઉઠાવવામાં આવ્યાં છે. અમિત શાહે કહ્યું, હારથી હતાશ થએલી આ 22  પાર્ટીઓ દેશની લોકશાહી પ્રક્રિયા પર પ્રશ્નાર્થ ઉઠાવીને વિશ્વમાં દેશ અને પોતાના લોકતંત્રની છબી ધૂળમાં મેળવી રહ્યાં છે. 

May 22, 2019, 06:31 PM IST