Corona એ તોડ્યું લગ્નનું સ્વપ્ન: વરઘોડો લઈ જતા વરરાજા આવ્યો કોરોના પોઝિટિવ, વરઘોડિયાઓ પહોંચ્યા જેલ
મધ્યપ્રદેશમાં કોરોના કહેર વચ્ચે ધાર, ઇન્દોર, સિધિ સહિત અન્ય ઘણા જિલ્લાઓમાં પણ લગ્ન પર સંપૂર્ણ પ્રતિબંધ છે. તેમ છતાં કેટલાક લોકો નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે
Trending Photos
ધાર: મધ્યપ્રદેશમાં કોરોના કહેર વચ્ચે ધાર, ઇન્દોર, સિધિ સહિત અન્ય ઘણા જિલ્લાઓમાં પણ લગ્ન પર સંપૂર્ણ પ્રતિબંધ છે. તેમ છતાં કેટલાક લોકો નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. તાજેતરનો કિસ્સો ધાર બાગથી સામે આવ્યો છે. જ્યાં બે તૂફાન ગાડીઓમાં વરઘોડો લઇને દુલ્હન લેવા જઈ રહેલા દુલ્હો કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેને કુક્ષી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યારે વરઘોડા અને કન્યા પક્ષના લોકોને અસ્થાઈ જેલમાં રાખવામાં આવ્યા છે.
આ સંપૂર્ણ ઘટના શુક્રવારના તે સમયે બની હતી જ્યારે કોરોના કર્ફ્યૂનું પાલન કરાવવા ડ્યૂટી પર તૈનાત વહીવટી અધિકારીઓએ જય સ્તંભ નાકા પાસે વરઘોડો લઇ જતા બે વાહનોને રોક્યા. સ્થળ પર જ દુલ્હા સહિત તમામ વરઘોડાના લોકોનો રેપિડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો. તપાસમાં દુલ્હો અને કાર ડ્રાઈવર પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો હતો. જો કે, મહેસુલ વિભાગના અધિકારીઓન તત્પરતાને લીધી રિપોર્ટ મળતાં વરરાજાને તરત કુક્ષી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.
પીપરી ગામ જઈ રહ્યો હતો વરઘોડો
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર વરઘોડો ગંધવાની તહસીલના કાબરા ગામથી બાગ જિલ્લાના પીપરી ગામ તરફ જઈ રહી હતી. વરઘોડાને લઈ જતા બંને ફોર વ્હીલર પર ઓપરેશન કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં બાગ બ્લોકના પીપરી ગામની દુલ્હન બાજુ સામે પ્રતિબંધ હોવા છતાં લગ્નનું આયોજન કરવા માટે કેસ નોંધવામાં આવ્યો છે.
શું કહ્યું પોલીસ અધિકારીઓ?
અતિરિક્ત પોલીસ અધિક્ષક દેવેન્દ્ર પાટીદારે જણાવ્યું હતું કે કોરોના સંક્રમણને કારણે ધાર જિલ્લામાં લગ્ન સમારોહ પર પ્રતિબંધ છે. લોકો સામે નિયમોનો ભંગ કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે