શું તમે જાણો છો વાળમાં દેશી ઘી લગાવવાનો ફાયદો ? જાણીને થઇ જશો આશ્ચર્યચકિત !
દેશી ઘી ન માત્ર સ્વાસ્થય માટે પરંતુ વાળના સ્વાસ્થય માટે પરંતુ વાળ માટે પણ ખુબ જ ઉપયોગી અને ફાયદાકારક છે
Trending Photos
નવી દિલ્હી : ઘીનું ભોજન તો જરૂર સ્વાદિષ્ટ લાગે છે. તમે કદાચ ટ્રાય પણ કરી હશે. પરંતુ ઘીનો ઉપયોગ તમારા વાળને પણ સુંદર બનાવી શકે છે. આયુર્વેદમાં ઘીનાં આ ચમત્કારીક ગુણોનાં ખુબ વખાણ કરવામાં આવ્યા છે. દેસી ઘીની વાળમાં માલિશ કરવાથી વાળનો ગ્રોથ ખુબ જ ઝડપથી થાય છે. ઉપરાંત તેનાથી વાળની હાલતમાં ખુબ જ ઝડપી સુધારો પણ થઇ શકે છે અને વાળની તમામ સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકાય છે.
આવો જાણીએ ઘીનાં એવા જ કેટલાક ફાયદાકારક ઉપાયો અંગે...
1. જો તમારા વાળમાં ડેન્ડ્રફ થઇ ગયું હોય તો વાળનાં મુળમાં ઘી અને બદામનાં તેલની મસાજ કરવાથી ઝડપથી જ તમે ડેન્ડ્રફથી છુટકારો મેળવી શકો છે. તેના માટે માથાની ત્વચામાં રહેલી ડ્રાયનેસ પણ દુર થાય છે.
2. જો તમારા વાળમાં પોષણ ઓછુ હોવાનાં કારણે બેમોઢાના વાળા થઇ ગયા હોય તો ઘીનો મસાજ તમારા માટે ખુબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે.
3. જો તમે લાંબા વાળ મેળવવા માંગો છો તો વાળમાં ઘીની માલિશ કરો અને તેમાં આમળા કે પછી ડુંગળીનો રસ મિક્ષ કરીને લગાવવામાં આવે. 15 દિવસમાં 1 વખત એવું કરવાથી લાંબા વાળ અને સુંદર બને છે.
4. વાળને મુલાયમ બનાવીને તેમાંથી ઘુંચ દુર કરવા માંગો છો તો તેનો પ્રયોગ જૈતુનનું તેલની સાથે કરવું પણ એક ખુબ જ ઉચ્ચ પ્રકારનો વિકલ્પ છે.
5. વાળોને પ્રાકૃતિક ચમક આપવા માટે ઘીને હળવું ગરમ કરો અને 20 મિનિટ સુધી મસાજ કર્યા બાદ તેમાં લીંબૂનો રસ લગાવીને થોડો સમય રહેવા દો. 10 મિનિટ બાદ વાળ ધોઇ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે