ડૉ. સુભાષ ચંદ્રાએ ખેડૂતોને ઓર્ગેનિક ખેતી માટે કર્યા પ્રેરિત, આ ગામડાઓની કાયાપલટ કરી

રાજ્યસભા સાંસદ ડૉ. સુભાષ ચંદ્રાએ રવિવારે હિસારમાં કુળદેવીના આશીર્વાદ લીધા બાદ એક પત્રકાર પરિષદ યોજી. આ દરમિયાન તેમણે હરિયાણાના વિકાસ સહિત અનેક અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી. 

ડૉ. સુભાષ ચંદ્રાએ ખેડૂતોને ઓર્ગેનિક ખેતી માટે કર્યા પ્રેરિત, આ ગામડાઓની કાયાપલટ કરી

નવી દિલ્હી: રાજ્યસભા સાંસદ ડૉ. સુભાષ ચંદ્રાએ રવિવારે હિસારમાં કુળદેવીના આશીર્વાદ લીધા બાદ એક પત્રકાર પરિષદ યોજી. આ દરમિયાન તેમણે હરિયાણાના વિકાસ સહિત અનેક અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી. 

નવા વર્ષના અવસરે સમાજની સમૃદ્ધિ અને ખુશહાલીની કામના લઈને રાજ્યસભા સાંસદ ડૉ. સુભાષ ચંદ્રા હિસારના અગ્રોહા સ્થિત ધામમાં પહોંચ્યા અને ત્યાં તેમણે કુળદેવી માતા લક્ષ્મીની આરાધના પણ કરી. 

આદર્શ ગ્રામ યોજના હેઠળ બદલી ગામડાઓની સ્થિતિ
સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ દત્તક લેવાયેલા હરિયાણાના હિસાર જિલ્લાના 5 ગામમાં 'ગ્રામ સ્વરાજ' નું સપનું પૂરું થઈ રહ્યું છે. આ પાંચેય ગ્રામ પંચાયતો રાજ્યસભા સાંસદ ડૉ. સુભાષ ચંદ્રાએ 2016માં દત્તક લીધેલા અને ત્યારબાદથી જ 'સુભાષ ચંદ્રા ફાઉન્ડેશન' એ આ ગામડાઓની શકલ જ બદલી નાખી. 

ડૉ. સુભાષ ચંદ્રાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે સરકાર અને સુભાષ ચંદ્રા ફાઉન્ડેશનના અથાગ પ્રયત્નોના પરિણામ સ્વરૂપે ગામડાઓમાં યુવાઓની ખેલ પ્રત્યે રૂચિ વધી છે અને તેને પરિણામે વીતેલા સમયમાં વિસ્તારમાંથી ઓછામાં ઓછા 20 યુવા રાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ ઊભરીને આવ્યા છે. 

ઓર્ગેનિક ખેતી પ્રત્યે ખેડૂતોની રૂચિ વધી
પ્રેસ કોન્ફરન્સમાં ડૉ. ચંદ્રાએ એમ પણ કહ્યું કે ખેડૂતોના વિકાસ માટે અમારા પ્રયત્નો સતત ચાલુ છે. તેમણે વધુમાં કહ્યું કે 'સૌથી સારી વાત એ છે કે વિસ્તારમાં યુવાઓની ઓર્ગેનિક કેતી પ્રત્યે રૂચિ વધી છે. સુભાષ ચંદ્રા ફાઉન્ડેશનના પ્રયત્નોથી લગભગ 10 હજાર ખેડૂતો ઓર્ગેનિક ખેતી માટે પ્રેરિત થયા છે. જેમાંથી લગભગ 1000 ખેડૂતો પ્રત્યક્ષ રીતે અમારી સાથે જોડાયેલા છે, જ્યારે લગભગ 350 ખેડૂતો સીધી રીતે અમારી સાથે જોડાયેલા છે.'

તેમણે એમ પણ કહ્યું કે 'ક્ષેત્રમાં ઓર્ગેનિક ખેતીથી પ્રભાવિત થઈને આસપાસના ગામડાઓના લોકો પણ તેનાથી પ્રેરણા લઈ રહ્યા છે. આ સાથે જ અનેક ખેડૂતો પોતાના ઘરોમાં પાછળ જ કિચન ગાર્ડનની તર્જ પર ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે અને પોતાના ભોજન માટે ઓર્ગેનિક શાકભાજી ઉગાડી રહ્યા છે.'

સુભાષ ચંદ્રા ફાઉન્ડેશન દ્વારા 5 ગામડાઓમાં 5 સ્પોર્ટ્સ ટ્રેનિંગ સેન્ટર્સની શરૂઆત કરવામાં આવી. હિસાના પાંચ ગામની દીકરીઓને સુભાષ ચંદ્રા ફાઉન્ડેશન દ્વારા સ્કોલરશીપ આપીને 'બેટી બચાઓ, બેટી પઢાઓ'ના સંદેશ ચરિચાર્થ કર્યો. 

મહિલાઓ અને બાળકો માટે 'SACH હેલ્થ કાર્ડ' શરૂ કરવામાં આવ્યા. આશા કાર્યકરોનું ધ્યાન રાખતા 126 સાઈકલ વહેંચવામાં આવી. આ ઉપરાંત ડૉ. સુભાષ ચંદ્રાએ હિસારની ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ધરોહર અગ્રોહા ધામના વિકાસ માટે કામ શરૂ કરાવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news