જઝ્ઝરમાં ધુમ્મસનાં કારણે એક પછી એક 50 ગાડીઓનો અકસ્માત, 7નાં મોત

દુર્ઘટનામાં મૃત્યુ પામેલા જવાનોમાં 7 લોકોનાં મોત નિપજ્યા જે પૈકી 6  મહિલાઓ છે, ઘટના બાદ 2 કિલોમીટર લાંબો જામ

જઝ્ઝરમાં ધુમ્મસનાં કારણે એક પછી એક 50 ગાડીઓનો અકસ્માત, 7નાં મોત

નવી દિલ્હી : જઝ્જરથી રોહતક-રેવાડી હાઇવે પર સોમવારે (24 ડિસેમ્બર)નાં રોજ ભારે ધુમ્મસનાં કારણે એક પાછળ એક આશરે 50 જેટલી ગાડીઓ અંદરો અંદર અથડાઇ હતી. આ દુર્ઘટનામાં 7 લોકોનાં મોત થયા હોવાના સમાચાર છે. દુર્ઘટના એટલી ભયાનક હતી કે કેટલાક વાહનોના કડુસલો વળી ગયો. મળતી માહિતી અનુસાર દુર્ઘટનામાં મરનારા લોકોનો સત્તાવાર આંકડો 7 છે. જેમાં 6 મહિલાઓ છે. ઘટના બાદ આશરે 2 કિલોમીટર લાંબો જામ થઇ ગયો હતો. 

અત્યાર સુધી મળતી માહિતી અનુસાર સોમવારે સવારે જઝ્ઝર બાદલી ફ્લાઇઓવર પર બે ગાડીઓ અથડાઇ ગઇ જેની પાછળ એક પછી એક પાછળ આવી રહેલી અનેક ગાડીઓ અથડાતી ગઇ. આ ઘટના બાદ સમગ્ર હાઇવે પર હોહા મચી ગઇ હતી. દુર્ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. દુર્ઘટનાની તસ્વીરો એટલી બિહામણી છે કે તે દર્શાવી શકાય નહી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news