અગસ્તા વેસ્ટલેન્ડ કેસ: ઇડીએ કોર્ટમાં કર્યો દાવો, મિશેલે લીધુ ‘શ્રીમતી ગાંધી’નું નામ
ઇડીએ કોર્ટમાં કહ્યું કે ક્રિશ્ચિયન મિશેલે પૂછપરછમાં શ્રીમતી ગાંધીનું નામ લીધું છે. તો કોર્ટમાં ઇડીએ જણાવ્યું કે આ સોદામાં કોડવર્ડમાં વાત કરવામાં આવી હતી. ઇડીએ જણાવ્યું કે મિશેલે પુછપરછમાં ઇટાલીયન મહિલાનું નામ લીધું છે.
Trending Photos
નવી દિલ્હી: અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઇપી હેલિકોપ્ટર સોદા મામલે કથિત રીતથી મધ્યસ્થી ક્રિશ્ચિયન મિશેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઇડીએ કોર્ટમાં કહ્યું કે ક્રિશ્ચિયન મિશેલે પૂછપરછમાં શ્રીમતી ગાંધીનું નામ લીધું છે. તો કોર્ટમાં ઇડીએ જણાવ્યું કે આ સોદામાં કોડવર્ડમાં વાત કરવામાં આવી હતી. ઇડીએ જણાવ્યું કે મિશેલે પુછપરછમાં ઇટાલીયન મહિલાનું નામ લીધું છે. જોકે ઇડીએ એવું પણ જણાવ્યું છે કે મિશેલ વારંવાર ઇટાલિયન મહિલાના પુત્રની વાત કરે છે. ઇડીએ કોર્ટમાં મિશેલના વધુ 8 દિવસના રિમાંડની માગ કરી રહ્યું છે. મિશેલના રિમાંડ 28 ડિસેમ્બરે પુરા થઇ ગયા છે.
વધુમાં વાંચો: VVIP હેલિકોપ્ટર ડીલ: મિશેલના પત્રથી મોટો ખુલાસો, કોંગ્રેસે મનમોહન સિંહ પર સર્જ્યુ હતું દબાણ
ઇડીએ જણાવ્યું કે કઇ રીતે આ કોન્ટ્રાક્ટમાંથી એચએએલને હટાવી અને તેની ઓફર ટાટાને આપવામાં આવી તે મિશેલે ઓળખી કોઢ્યું છે. આ સાથે જ ઇડીએ મિશેલના વકીલને તેના સુધી પહોંચવા પર પણ રોક લગાવવાની માગ કરી છે. ઇડીનું કહેવું છે કે વકીલ દ્વારા મિશેલ પર બહારથી દબાણ બનાવવામાં આવી રહ્યું છે. તેના પર મિશેલના વકીલે જણાવ્યું હતું કે, અમે આ વિવાદ કરી રહ્યા નથી કે તેઓ (ક્રિશ્ચિયન મિશેલ)એ અમને દસ્તાવેજો સોંપ્યા હતા, પરંતુ તે ઇડીનો દોષ છે કે તેમણે આમ થવા દીધું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે