Emergency Message: શું તમને પણ મળ્યો છે આ મેસેજ? જાણો શું કરવાનું રહેશે તમારે 

Emergency Alert: સરકાર તરફથી દેશમાં તમામ મોબાઈલ યૂઝર્સને એક ઈમરજન્સી મેસેજ મોકલવામાં આવ્યો છે. આ મેસેજમાં સરકારે કોઈ પણ ઈમરજન્સી સ્થિતિમાં તમામ સુધી સંદેશો પહોંચાડવાની પોતાની ક્ષમતાને ચકાસવાની કોશિશ કરી છે. 

Emergency Message: શું તમને પણ મળ્યો છે આ મેસેજ? જાણો શું કરવાનું રહેશે તમારે 

Emergency Alert: સરકાર તરફથી તમામ મોબાઈલ યૂઝર્સને તેમના ફોન પર એક ઈમરજન્સી પુશ મેસેજ મોકલવામાં આવ્યો છે. આજે એટલે કે 15મી સપ્ટેમ્બરની બપોરે ઓફિસમાં બેઠેલા કેટલાક લોકોના ફોન પર કેટલાક ઈમરજન્સી મેસેજ આવ્યા. પહેલા અંગ્રેજીમાં અને પછી હિન્દીમાં આવ્યો. આ મેસેજ દ્વારા સરકાર ટેસ્ટ કરી રહી છે કે ઈમરજન્સી સ્થિતિમાં તમામ લોકોને એક સાથે કેવી રીતે એલર્ટ કરી શકાય છે. 

હિન્દી અને અંગ્રેજી એમ બે વાર મોકલવામાં આવેલા આ મેસેજમાં દૂરસંચાર વિભાગ (Department of Telecommunication) એ સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ દ્વારા ટેસ્ટ મેસેજ મોકલ્યો છે. આ મેસેજમાં કહેવાયું છે કે કૃપા કરીને આ સંદેશા પર ધ્યાન ન આપતા. કારણ કે તેના પર તમારા તરફથી કોઈ કાર્યવાહીની જરીર નથી. આ સંદેશ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા અમલી કરાઈ રહેલા Pan-India Emergency Alert System ને તપાસવા સંબંધિત મોકલવામાં આવ્યો છે. આ સિસ્ટમનો હેતુ જાહેર સુરક્ષા વધારા અને ઈમરજન્સી સ્થિતિ દરમિયાન સમયસર એલર્ટ ઉપલબ્ધ કરાવવાનો છે. 

ચિંતા કરવાની જરૂર નથી
જે રીતે સરકાર તરફથી મોકલવામાં આવેલા પુશ મેસેજમાં સ્પષ્ટ કહેવાયું છે કે તેના પર તમારા તરફથી કોઈ પણ પ્રકારની કાર્યવાહીની જરૂર નથી. આ મેસેજ સરકાર તરફથી ફક્ત એક ટેસ્ટ તરીકે મોકલવામાં આવ્યો છે. આ ટેસ્ટ એટલા માટે કરાઈ રહ્યો છે જેથી કરીને ઈમરજન્સી સ્થિતિમાં દેશમાં તમામ નાગરિકોને સરળતાથી મેસેજ મોકલી શકાય. 

લોકો પોતાના કામમાં વ્યસ્ત હતા. ગૃહિણીઓ ઘરના કામોમાં લાગેલી હતી. ત્યારે અચાનક મોબાઈલ પર મેસેજ આવવા લાગ્યા હતા. સરકાર તરફથી ઈમરજન્સી મેસેજ જોઈને એકવાર તો તમે ગભરાઈ ગયા હશો. પરંતુ આ ગભરાવવાની નહીં પરંતુ રાહતની ઘંટી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news