WORK FROM HOME: ઘરે બેઠા-બેઠા કમાવા માંગો છો? તો આ છે સૌથી EASY રસ્તા

કોરોના મહામારી અને લૉકડાઉનના કારણે પાછલા બે વર્ષમાં કેટલા લોકોએ પોતાની નોકરી ગુમાવી છે. પણ શું તમે જાણો છો ઘરે બેઠા બેઠા પણ તમે સારી રીતે કમાઈ શકો છો. જાણો, કેવી રીતે..

WORK FROM HOME: ઘરે બેઠા-બેઠા કમાવા માંગો છો? તો આ છે સૌથી EASY રસ્તા

નવી દિલ્હી: કોરોનાના કારણે ઘણા લોકો પોતાની નોકરી અને વ્યાપાર ગુમાવી ચુક્યા છે. પણ થોડા લોકો એવા પણ છે, જે ઘરે બેસીને પણ કમાણી કરે છે. ત્યારે, અમે તમને જણાવીશું ઘરેથી કેવી રીતે તમે કમાઈ શકો છો. આના માટે તમારે કોઈ મોટું ઈન્વેસ્ટમેન્ટ કરવાની પણ જરૂર નથી.

તમારૂ રસોડું બની શકે છે તમારા કમાણીનો સ્ત્રોત
જો તમને કૂકિંગમાં રસ હોય તો તમે ઘરેથી ખુબ સરળતાથી પોતાની ટિફિન સર્વિસ શરૂ કરી શકો છો. કોરોના મહામારીમાં ઘણા લોકો એવા પણ હતા જે લોકો રસોઈ બનાવવા માટે સક્ષમ ના હતા. આજે પણ ઘણા એવા લોકો છે, જે લોકો ખાવાનું બનાવવા સક્ષમ નથી પણ તેમને ઘરનું જ ખાવાનું ભાવે છે. તો તેવા લોકો માટે તમે ટિફિન સર્વિસ આપી શકો છો. તમે રોજ પ્રમાણે એક મેનૂ સેટ કરી શકો છો. જેથી ઘરે બેઠા જ તમે સારી એવી કમાણી કરી શકો છો.

યૂટ્યુબ
જો તમે કેમેરા ફ્રેન્ડલી છો તો તમે પોતાની યૂટ્યુબ ચેનલ શરૂ કરી શકો છો. જેના પર તમારી રુચી મુજબનું કન્ટેન્ટ બનાવી તમે વીડિયો પોસ્ટ કરી શકો છો. જો તમે ડાન્સના શોખીન છો તો તમે તમારા ડાન્સ ટૂટોરિયલ બનાવીને પોસ્ટ કરી શકો છો. જો તમે ફિટનેસ ફ્રિક છો તો તમે તમારા ફિટનેસ વીડિયો પોસ્ટ કરી શકો છો. જો તમને લોકોને માહિતી આપવાનું ગમે છે તો તમે તેવા વીડિયો પણ બનાવી શકો છો. આજના સમયમાં કુકિંગ, સિંગિંગ, કૉમેડી જેવા વીડિયો લોકો પસંદ કરી રહ્યા છે.

Affiliate Marketing પૈસા કમાવવાનો સારો સ્ત્રોત
વ્હોટ્એપ, ઈન્સટાગ્રામ અને ફેસબુકથી પણ લોકો કમાઈ કરી રહ્યા છે. જ્યાં લોકો ડાયરેક્ટ હોલસેલર્સ સાથે ટાય-અપ કરીને તેમનો સામાનને પ્રમોટ કરે છે અને પોતાનું માર્જીન બનાવે છે. આમા તમારે અમુક સેલર્સ સાથે જોડાઈને કૉન્ટેક્ટના ગૃપ બનાવવાના રહેશે. જ્યાં તમે પ્રોડક્ટસને પ્રમોટ કરી શકો. આમાં તમને 10થી 40 ટકા સુધીનું માર્જીન મળી શકે છે. આજકલ આના કારણે ઑનલાઈન શોપિંગ ખૂબ જ પ્રમોટ થઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news