સિદ્ધુ મૂસેવાલાની હત્યાના આરોપી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ વ્યક્ત કરી એનકાઉન્ટરની આશંકા
પંજાબી સિંગર મૂસેવાલાની હત્યાના આરોપી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ એનઆઈએ કોર્ટમાં અરજી દાખલ કરી પંજાબ પોલીસ દ્વારા તેનું એનકાઉન્ટર કરવાની આશંકા વ્યક્ત કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ પંજાબી યુવા સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાના આરોપી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ એનઆઈએ કોર્ટમાં અરજી દાખલ કરી છે. બિશ્નોઈએ અરજીમાં કહ્યુ કે પંજાબ પોલીસ તેનું નકલી એનકાઉન્ટર કરી શકે છે. એનઆઈએ કોર્ટે આ મુદ્દે ટિપ્પણી કરવા કે બિશ્નોઈની સુરક્ષા સંબંધી અરજીને લઈને કોઈ નિર્દેશ આપવાનો ઇનકાર કરતા કહ્યું કે સુરક્ષા રાજ્યનો વિષય છે. બિશ્નોઈનો આરોપ છે કે ઘણા રાજ્યોની પોલીસ તેના નામના પ્રોડક્શન વોરન્ટની સાથે દિલ્હી પોલીસનો સંપર્ક કરી રહી છે. તેણે કહ્યું કે તેનાથી તેની વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહેલી ટ્રાયલ પર અસર પડી રહી છે. લોરેન્સ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ક્રાઇમ સિન્ડિકેટ ચલાવવાને લઈને મકોકા હેઠળ કેસ ચાલી રહ્યો છે.
મહત્વનું છે કે રવિવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લોરેન્સ બિશ્નોઈએ કથિત રીતે સિંગર મૂસેવાલાની હત્યાની જવાબદારી લીધી હતી. બિશ્નોઈ એક અન્ય કેસમાં વર્ષ 2017થી રાજસ્થાનની જેલમાં બંધ છે. કહેવામાં આવે છે કે તે જેલની અંદરથી પોતાની સિન્ડિકેટ ચલાવે છે. પંજાબ પોલીસ પ્રમાણે સિદ્ધુની હત્યાની પાછળ લોરેન્સ બિશ્નોઈ સિવાય કેનેડાના ગેંગસ્ટર ગોલ્ડી બરારનો પણ હાથ છે. મૂસેવાલાની હત્યાએ પંજાબની રાજનીતિમાં હલચલ મચાવી દીધી છે.
જાણવા મળ્યું છે કે લોરેન્સ બિશ્નોઈ ગેંગ અને લકી પટિયાલ ગેંગ વચ્ચે કટ્ટર દુશ્મની છે. બિશ્નોઈએ મૂસેવાલાની હત્યા બાદ કથિત રીતે સોશિયલ મીડિયા પર હત્યાની જવાબદારી લેતા લખ્યુ કે તેણે પોતાના ગેંગના સભ્યના મોતનો બદલો લઈ લીધો છે.
મહત્વનું છે કે પંજાબ સરકારે એક દિવસ પહેલા રાજ્યમાં ઘણા લોકોની સુરક્ષા હટાવવાનો નિર્ણય કર્યો હતો. તેના એક દિવસ બાદ યુવા સિંગર મૂસેવાલાની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. આ વચ્ચે પંજાબ સરકારે મૂસેવાલાના પરિવાસની સીબીઆઈ અને એનઆઈએ પાસે મામલાની તપાસ કરાવવાની માંગ સ્વીકાર કરી લીધી છે. પરિવારની માંગ છે કે સિદ્ધુની સુરક્ષા પરત લેવાનો આદેશ આપનાર અધિકારીઓને જવાબદાર ઠેરવવા જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે