મુંબઇ: 5 માળની બિલ્ડીંગ ધરાશાયી, ઘણા કાટમાળ નીચે દટાયા હોવાનું આશંકા

કહેવામાં આવી રહ્યું છે કે બિલ્ડીંગમાં લિફ્ટ અને સીડી તરફનો ભાગ ઢળી પડ્યો છે. ઘટનાસ્થળની આસપાસ હાજર લોકોએ જણાવ્યું હતું કે બેસમેંટમાં કેટલાક લોકો હાજર હતા. તો આ તરફ લિફ્ટ જ્યાંથી ઓપરેટ થાય છે ત્યાં પણ લોકો હતા.

મુંબઇ: 5 માળની બિલ્ડીંગ ધરાશાયી, ઘણા કાટમાળ નીચે દટાયા હોવાનું આશંકા

મુંબઇ: દેશની આર્થિક રાજધાની મુંબઇ (Mumbai)માં એક પાંચની બિલ્ડીંગનો ભાગ ધરાશાયી થઇ ગયો છે. આ દુર્ઘટનામાં ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણકારી મળતાં જ રાહત અને બચાવ કાર્યની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના મુંબઇ શહેરના ખાર વિસ્તારમાં સર્જાઇ હતી. મળતી માહિતી અનુસાર મુંબઇના પોશ ખાર વિસ્તારમાં પાંચ માળની બિલ્ડીંગ મંગળવારે બપોરે બે વાગ્યાની આસપાસ ધરાશાયી થઇ હતી. 

કહેવામાં આવી રહ્યું છે કે બિલ્ડીંગમાં લિફ્ટ અને સીડી તરફનો ભાગ ઢળી પડ્યો છે. ઘટનાસ્થળની આસપાસ હાજર લોકોએ જણાવ્યું હતું કે બેસમેંટમાં કેટલાક લોકો હાજર હતા. તો આ તરફ લિફ્ટ જ્યાંથી ઓપરેટ થાય છે ત્યાં પણ લોકો હતા. જોકે હજુ ખબર નથી પડી કે કેટલા લોકો કાટમાળ નીચે દટાયા છે. ઘટનાસ્થળે એમ્બુલન્સ પણ પહોંચી ગઇ છે અને ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. તો બીજી તરફ બીએમસીના અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા છે. કાટમાળ નીચે ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની વહિવટીતંત્રની પ્રાથમિકતા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news