આસામઃ NCRના ડ્રાફ્ટમાં પૂર્વ રાષ્ટ્રપતિના પરિવારજનોના નામે સામેલ નથી

ભાજપના મહાસચિવ રામ માધવે જણાવ્યું કે, લોકોને 2 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. તે દસ્તાવેજની સાથે પોતાનું નામ એનસીઆરમાં સામેલ કરાવી શકે છે. 
 

આસામઃ NCRના ડ્રાફ્ટમાં પૂર્વ રાષ્ટ્રપતિના પરિવારજનોના નામે સામેલ નથી

નવી દિલ્હીઃ આસામમાં નેશનલ રજીસ્ટર ઓફ સિટિજનના પ્રથમ ડ્રાફ્ટને લઈને દેશની રાજનીતિમાં આ સમયે હલચલ મચી છે. તમામ વિપક્ષી એકજુથ થઈને આ મુદ્દા પર સરકારને ઘેરી રહ્યાં છે. આ રજીસ્ટરમાં આસામના આશરે 40 લાખ લોકોને સામલ કરવામાં આવ્યા નથી. સરકારનનો તર્ક છે કે જેના નામ સામેલ કરવામાં આવ્યા નથી તે ઘુષણખોરો છે અને તેની પાસે ભારતીય નાગરિકતા નથી. પરંતુ રજીસ્ટરમાં કેટલાક તેવા લોકોના નામ સામેલ નથી જેના પૂર્વજો ભારતીય રહ્યાં છે. તેમાં પૂર્વ રાષ્ટ્રપતિ ફખરૂદ્દીન અલી અહમદના સંબંધોઓ પણ સામેલ છે. 

રાષ્ટ્રીય નાગરિકતા રજીસ્ટરમાં દેશના રાષ્ટ્રપતિ રહેલા ફખરુદ્દીન અલી અહમદના સંબંધિઓના નામ નથી. તેમના મોટા ભાઈ અકરામુદ્દીન અલી અહમદના પરિવારનું નામ પણ આ યાદીમાં નથી. પૂર્વ રાષ્ટ્રપતિના ભત્રીજા જિયાઉદ્દીન અલી અહમદે જણાવ્યું કે એનસીઆરમાં તેમનું નામ સામેલ નથી. તેમણે જણાવ્યું કે, આ સંબંધમાં જરૂરી દસ્તાવેજ જમા ન કરી શક્યા. તેમણે જણાવ્યું કે, તે આ મામલે સરકારને અપીલ કરશે. તેમણે આશા વ્યક્ત કરી કે સરકાર તેમની સુનાવણી જરૂર કરશે. 

રાષ્ટ્રપતિના પરિવાર સિવાય આ લિસ્ટમાં ઘણા તેવા નામ છે જે લિસ્ટમાં નથી. કેટલાક તેવા મામલા પણ છે જેમના પતિ કે પિતાનું નામ તો રજીસ્ટરમાં છે પરંતુ પત્ની કે બાળકોના નામ સામેલ નથી. જાણવા મળી રહ્યું છએ કે, આસામના ઉગ્રવાદી સંગઠન યૂનાઇટેડ લિબ્રેશન ફ્રન્ટ ઓફ આસામ એટલે કે ઉલ્ફાના ચીફ પરેશ બરૂઆનું નામ એનસીઆરમાં સામેલ છે અને તેમની પત્ની તથા બાળકોના નામ નથી. જ્યારે બરૂઆ એક લાંબા સમયથી જમીનદાર છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news