nrc

TRENDING: સોશિયલ મીડિયા પર ઉઠી Swara Bhaskarની ધરપકડની માગ, જાણો સમગ્ર મામલો

સ્વરા ભાસ્કર (Swara Bhasker) તાજેતરમાં રાહુલ ગાંધી પર ટ્વિટ કરી ચર્ચામાં હતી, તો હવે ટ્વિટર પર #ArrestSwaraBhasker ટ્રેન્ડ કરી રહ્યું છે.

Jun 6, 2020, 05:20 PM IST

‘આ ગઈ નાગિન ઝહેર ઉગલને....’ ફરી એકવાર ગંદી રીતે ટ્રોલ થઈ સ્વરા ભાસ્કર

બોલિવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર (Swara Bhaskar) ને લોકોએ ફરીએકવાર સોશિયલ મીડિયા પર જોરદાર રીતે ટ્રોલ કરી રહી છે. બે વર્ષ પહેલા ફિલ્મ વીરે દી વેડિંગમાં નજર આવેલી સ્વરા ભલે બોલિવુડમાં સફળ એક્ટ્રેસ હોય, પરંતુ હાલ ભારત સરકાર વિર્દુધ સતત પોતાનો ક્રોધ વ્યક્ત કરીને તે કેટલાક લોકોના રોષનો શિકાર બની રહી છે. NPR (National Population Register) અને NRC (National Register of Citizens)ના વિરોધમાં સ્વરા સત લોકોની વચ્ચે ડાયલોગબાજી કરતી નજર આવી રહી છે. 

Mar 16, 2020, 08:53 AM IST
CAA protest in vadodara IB report PT2M18S

CAA-NRC વિરોધની આડમાં શહેરમાં કોમી તોફાનો ભડકાવવાનો પ્રયાસ, શું કહ્યું પોલીસે....

IB ના સ્ફોટક રિપોર્ટના આધારે માનીએ તો વડોદરાની શાંતિ મૃગજળ જેવી ભ્રામક છે અને સીએએના વિરોધમાં ગમે ત્યારે વિરોધ વંટોળ આવી શકે છે. જોકે CAA-NRC વિરોધની આડમાં શહેરમાં કોમી તોફાનો ભડકાવવાના છેલ્લા અઢી મહિનામાં બે પ્રયાસો થઈ ચૂક્યા છે. સમગ્ર મામલે ડીસીપી જયદીપસિંહ જાડેજાએ કહ્યું કે, અમે શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે તમામ પ્રયાસો અને પોલીસ સુરક્ષા ગોઠવી રહ્યા છે. સીસીટીવી હટાવવાની વાતમાં એ ખાનગી ચેનલના સીસીટીવી વાયરો હટાવાઈ રહ્યા હતા. અમે તમામ સંવેદનશીલ વિસ્તારમાં કાર્યરત છીએ અને સોશિયલ મીડિયામાં મેસેજ કરનારની ધરપકડ કરીશું. શહેરમાં શાંતિ જળવાઈ રહે માટે શાંતિ સમિતિની બેઠક પણ ગોઠવી દેવાઈ છે.

Feb 29, 2020, 04:00 PM IST

પીએમ મોદી પ્રેસિડન્ટ ટ્રમ્પને આવકારવામાં વ્યસ્ત ત્યારે બિહારના CM નીતિશકુમારે આપી દીધું મોટું નિવેદન 

રવિવારે બિહારના દરભંગામાં એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે એનઆરસી અને એનપીઆર પર નીતિશકુમારે મોટું નિવેદન આપ્યું છે

Feb 24, 2020, 01:33 PM IST

NPR અને NRC મુદ્દે શિવસેનાએ મોદી સરકારને ટેકો આપતા કોંગ્રેસ કાળઝાળ, આપ્યું આગ ઝરતું નિવેદન

તિવારીએ કહ્યું કે એકવાર એનપીઆર લાગુ થયો તો એનઆરસીને કોઈ રોકી શકશે નહીં. મનિષ તિવારીએ કહ્યું કે નાગરિકતા કાયદાને ભારતીય બંધારણ મુજબ બદલવામાં આવે. કારણ કે નાગરિકતા કાયદો ધર્મના આધારે બનાવી શકાય નહીં. 

Feb 22, 2020, 01:30 PM IST

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું- PM મોદી સાથે CAA સહિત ઘણા મુદ્દે કરી વાત, NPRને લઇને આપ્યું આ નિવેદન

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ શુક્રવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે મુલાકાત કરી. ગત વર્ષે નવેમ્બરમાં મુખ્યમંત્રી બન્યા બાદ ઠાકરેની આ પહેલી દિલ્હી યાત્રા છે. મુલાકાત બાદ તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું કે પીએમ મોદી સાથે નાગરિકતા કાનૂન સહિત ઘણા મુદ્દાઓ પર વાતચીત થઇ છે.

Feb 21, 2020, 08:08 PM IST

‘મુસલમાનોને આઝાદી સમયે જ પાકિસ્તાન મોકલી દેવા જોઈતા હતા, આપણા પૂર્વજોએ ભૂલ કરી...’

કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહે (Giriraj Singh) એકવાર ફરીથી વિવાદિન નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, વર્ષ 1947માં તમામ મુસલમાનો (muslim) ને પાકિસ્તાન મોકલી દેવા જોઈતા હતા. આપણા પૂર્વજોની આ સૌથી મોટી ભૂલ હતી. જેનું પરિણામ આજે આપણે ભોગવી રહ્યાં છે. ગુરુવારના દિવસે બિહારના પુર્ણિયામાં મીડિયા કર્મચારીઓની સંબોધિત કરતા તેમણે કહ્યું કે, નાગરિકતા કાયદાના નામ પર દેશમાં ભારત વિરોધી એજન્ડા ચલાવવામાં આવી રહ્યો છે. તેમણે શરજીલ ઈમામના વિવાદિત નિવેદન પર પ્રતિક્રીયા આપતા કહ્યું કે, આ નિવેદન લોકતાંત્રિક નહિ, પરંતુ વિરોધી આંદોલન છે. ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે અસુદ્દીન ઔવેસીની રેલીમાં એક યુવતીએ પાકિસ્તાન સમર્થિત નારા લગાવ્યા હતા. તો શરલીજ ઈમામે આસામને ભારતથી અલગ કરવા તથા જેએનયુના ટુકડા-ટુકડાના નારાને જોડી ગિરીરાજ સિંહે આ પ્રતિક્રીયા આપી છે. 

Feb 21, 2020, 12:26 PM IST

CAA-વિરોધી રેલીના મંચ પર યુવતીએ લગાવ્યા 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા, ઓવૈસીએ આપી સફાઈ

ઓવૈસી બેંગલુરૂના ફ્રીડમ પાર્કમાં એન્ટી-સીએએ રેલીમાં ભાગ લઈ રહ્યાં હતા. આ દરમિયાન ત્યાં એક યુવતી હાજર હતી જે વિદ્યાર્થી નેતા ગણાવવામાં આવી રહી છે. કાર્યક્રમની વચ્ચે તે મંચ પર પહોંચી અને અને માઇક પર 'હિન્દુસ્તાન ઝિંદાબાદ અને પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા.

Feb 20, 2020, 09:42 PM IST

અમિત શાહના ઘરે જઈ રહેલા પ્રદર્શનકારીઓ સાથે પોલીસે કરી વાત, પરત ફર્યા

દિલ્હી પોલીસ તરફથી એક નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું છે કે, અમે પ્રદર્શનકારીઓને પૂછ્યું કે તે પોતાના પ્રતિનિધિમંડળના તે લોકો વિશે અમને માહિતી આપે જે અમિત શાહને મળવા ઈચ્છે છે. 

Feb 16, 2020, 04:56 PM IST

NPR મુદ્દે મહારાષ્ટ્ર સરકારની મોટી જાહેરાત, અન્ય રાજ્યો વાતો કરતા રહ્યા અને...

મહારાષ્ટ્રમાં એક મહિનાથી રાષ્ટ્રીય જનસંખ્યા યાદી એટલે કે એનપીઆર (NPR) અંગે કામ ચાલુ થઇ જશે. જેના હેઠળ વસ્તી ગણત્રી કરનારા અધિકારીઓ 1 મેથી 15 જુન સુધી ઘરે જઇને ડેટા કલેક્ટ કરેશે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે 1 મેથી 15 જુન દરમિયાન એનપીઆર હેઠળ ડેટા કલેક્ટ કરવાનો સર્કુલર બહાર પાડ્યો છે. મુંબઇમાં કેન્દ્રીય વસ્તી ગણતરીનો દાવો છે કે આ અંગે મહારાષ્ટ્ર સરકાર પણ ટુંક જ સમયમાં સર્કુલર જાહેર કરશે. આ અંગે મુંબઇમાં ચીફ પોપ્યુલેશન ઓફીસરનાં ઓફીસમાં 6 ફેબ્રુઆરીએ એક બેઠક થઇ હતી. 

Feb 15, 2020, 09:54 PM IST

શાહીનબાગ ધરણામાં થઈ મોટી હલચલ, હવે અમિત શાહ આવ્યા મેદાને

શાહીન બાગ (shaheen bagh) માં ધરણા પર બેસેલા પ્રદર્શનકારીઓનું એક ગ્રૂપ રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (amit shah) સાથે મુલાકાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રદર્શનમાં સામેલ કેટલાક ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી શકે છે. જ્યારે કેટલાક લોકો આ મુલાકાતનો વિરોધ પણ કરી રહ્યાં છે.

Feb 15, 2020, 02:41 PM IST

CAA-NRCના વિરોધ પ્રદર્શનમાં જામિયાના વિદ્યાર્થીઓનું પ્રદર્શન, પોલીસે કરી કાર્યવાહી

પ્રાપ્ત માહિતી પ્રમાણે જામિયા વિરોધ માર્ચ દરમિયાન એક યુવક અને યુવતી બેભાન થઈ ગયા હતા. યુવતીને ચક્કર આવ્યા હતા. બંન્નેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 
 

Feb 10, 2020, 07:30 PM IST

એમ.એસ યુનિવર્સિટી JNU બનવાનાં માર્ગે? CAAનો વિરોધ ચાલુ થતા ABVP લાલઘુમ

એમ.એસ.યુનિવર્સીટી માં આવેલી ફાઇનઆર્ટસ ફેકલ્ટી ફરી એકવાર વિવાદ માં આવી છે.સ્ટુડન્ટ ડિન દ્વારા CAA નો વિરોધ કરાતા વિદ્યાર્થી સંગઠન તેમની સામે લડી લેવાના મૂડમાં છે. એમ એસ યુનિવર્સીટીમાં આવેલી ફાઇન આર્ટ્સ ફેકલ્ટી અવાર નવાર વિવાદ ઉભા કરવા માટે પ્રચલિત છે, ત્યારે આ ફેકલ્ટીના સ્ટુડન્ટ ડિન પણ વિવાદમાં સપડાયા છે. ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં ફરજ બજાવતા સ્ટુડન્ટ ડિન પ્રોફેસર ઇન્દ્રપ્રમિતએ દિલ્લી ખાતે જઈ શાહિનબાગમાં ચાલી રહેલા caa વિરોધને સમર્થન આપતા ભારે વિવાદ સર્જાયો છે.

Feb 6, 2020, 05:59 PM IST

વડોદરાનાં તાંદલજામાં શાહીનબાગ સ્ટાઇલે વિરધની સરકારે હવા કાઢી નાખી

વડોદરા શહેરનાં તાંદળજા વિસ્તારમાં CAA અને NRC કાયદાનો દિલ્હીનાં શાહીનબાગ સ્ટાઇલમાં રાતોરાત તંબુ અને સ્ટેજ ઉભુ કરી વિરોધ કરવમાં આવી રહ્યો છે. તાંદલજાને શાહીનબાગ બનતું અટકાવતા પહેલા પોલીસે તંબુમાં લાગેલી લાઇટોનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. આજે મેદાનમાંથી તંબુ હટાવી દેવામાં આવતા મહિલાઓ રોષે ભરાઇ હતી અને ખુલ્લા મેદાનમાં બેસીને વિરોધ પ્રદર્શન ચાલુ કરી દીધું હતું. CAA અને NRC મુદ્દે 15 ડિસેમ્બરથી શાહીનબાગ નામના વિસ્તારમાં પણ મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. 

Feb 2, 2020, 11:07 PM IST

CM ઉદ્ધવે ઠાકરેએ CAA પર આપ્યું એવું નિવેદન, કોંગ્રેસ-NCPને પાક્કું લાગશે મરચાં

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray)એ નાગરિકતા કાયદાનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે CAA કોઈ પણ નાગરિકની નાગરિકતા છીનવતો નથી.

Feb 2, 2020, 12:41 PM IST
EDITOR'S POINT: Anti-Country Elements Conspiring To Break The Country PT21M4S

EDITOR'S POINT: આઝાદીના નામે દેશને તોડવાની સાજીશ?

એડિટર્સ પોઈન્ટમાં આજે વાત કરીશું દેશને તોડવાની સાજીશ કરતા દેશ વિરોધી તત્વોની... રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી કહેતા હતા કે જ્યારે મજબૂત ઈરાદાવાળા લોકોનો એક નાનો સમૂહ પણ પોતાના મિશન પર દ્રઢ વિશ્વાસ કરીને આગળ વધે છે.. તો તે ઈતિહાસ બદલવામાં સક્ષમ બને છે... જોકે દિલ્લીના શાહીન બાગમાં વિરોધ કરનારા મજબૂત ઈરાદો ધરાવે છે.. પરંતુ તેમનો ઈરાદો દેશને જોડવાનો નહીં પરંતુ તોડવાનો છે... ત્યારે શાહીન બાગ કઈ રીતે દેશવિરોધી તત્વોનો અડ્ડો બન્યો?.. જોઈશું આજના એડિટર્સ પોઈન્ટમાં...

Jan 30, 2020, 11:30 PM IST
Bharat Pandya Says Congress Stop Misleading The People PT1M48S

કોંગ્રેસના લોકો પ્રજાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે: ભરત પંડ્યા

અમદાવાદના શાહીનબાગમાં કોંગ્રેસ નેતાઓની મુલાકાત પર ભાજપે વાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ ભાજપનો વિરોધ કરતા કરતા દેશ વિરોધ સુધી ના પહોંચે. CAA કાયદો કોઈની પણ નાગરિકતા છીનવી લેતો નથી. કોંગ્રેસના લોકો પ્રજાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે. શાહીનબાગથી શાહઆલમ સુધી કોંગ્રેસ શું સંદેશો આપવા માંગે છે.

Jan 29, 2020, 05:55 PM IST
Gyasuddin Sheikh Syas CAA Will Not Oppose NRC If Not Implemented PT12M28S

NRC લાગૂ ન થાય તો CAAનો વિરોધ નહીં: ગ્યાસુદ્દીન શેખ

અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલાએ શાહીનબાગની મુલાકાત લીધી હતી. સીએએ કાયદાનો વિરોધ કરી રહેલા પ્રદર્શન કારીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સલમાન ખુર્શીદે પ્રદર્શનકારીઓ સાથે મુલાકાત કરી હતી. બંને ધારાસભ્યોએ જામીયા મીલીયા ઇસ્લામીક વિશ્વ વિદ્યાલયની પણ મુલાકાત લીધી હતી. જે વિદ્યાર્થીઓ પર અત્યાચાર થયો છે તેમના પરિવારને સંબોધન કર્યું હતું. અત્યાચાર સામેની લડાઈમાં તેઓ સાથે હોવાનું આશ્વાસન આપ્યું હતું.

Jan 29, 2020, 05:20 PM IST

બહુજન ક્રાંતિ મોરચા દ્વારા આજે ભારત બંધનું એલાન, સુરતમાં પથ્થરમારામાં 1ને ઇજા

CAA અને NRC ના વિરુદ્ધમાં બહુજન ક્રાંતિ મોરચા દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. ભારત બંધ એલાન દરમિયાન 500થી વધુ લોકોના ટોળા દ્વારા સુરતમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં એક પોલીસકર્મીને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્ત પોલીસ કર્મીને સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ પથ્થરમારો સુરતના લિંબાયત વિસ્તારમાં થયો હતો. 

Jan 29, 2020, 11:47 AM IST

નીતીશ કુમારના 'વાર' પર પ્રશાંત કિશોરનો 'પલટવાર' કહ્યું- મારો રંગ તમારા જેવો નથી

નીતીશ કુમારે પ્રશાંત કિશોરને લઈને એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમિત શાહના કહેવા પર જ પ્રશાંત કિશોરને જેડીયૂમાં સામેલ કરાવવામાં આવ્યો હતો. નીતીશ કુમારના આ નિવેદન પર પ્રશાંત કિશોરે પોતાની પ્રતિક્રિયા આપી છે. 

Jan 28, 2020, 09:35 PM IST