Ukraine Russia War: પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ સાથે કરી વાત

Ukraine Russia War: યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમૈનુએલ મૈક્રોં અને પ્રધાનમંત્રી મોદીએ ફોન પર વાત કરી છે. 
 

Ukraine Russia War: પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ સાથે કરી વાત

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમૈનુઅલ મૈક્રોં અને યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ ચાર્લ્સ મિશેલ સાથે ફોન પર વાત કરી છે. બંને નેતાઓની પ્રધાનમંત્રી મોદી સાથે એવા સમયે વાતચીત થઈ જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યુ છે અને આ દરમિયાન એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયુ છે. ચાર્લ્સ મિશેલે ટ્વીટ કરીને જણાવ્યુ કે, તેમણે પીએમ મોદી સાથે વાતચીતમાં ખારકીવમાં ભારતીય વિદ્યાર્થીના મોત પર દુખ વ્યક્ત કર્યુ છે. તેમણે કહ્યું કે, યુરોપિયન દેશ ભારતીય નાગરિકોને યુક્રેનથી કાઢવા માટે દિલથી મહેનત કરી રહ્યા છે. 

રશિયાએ મંગળવારે યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખારકીવ પર મોટો હુમલો કર્યો. રશિયન સૈન્યએ પણ મિસાઇલો છોડી હતી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ ખારકીવના મુખ્ય ચોક પરના હુમલાને "નિર્વિવાદ આતંક" ગણાવ્યો અને તેને યુદ્ધ અપરાધ ગણાવ્યો. તેમણે કહ્યું કે, "કોઈ માફ નહીં કરે. આ હુમલો યુદ્ધ અપરાધ છે. કોઈ ભૂલશે નહીં... આ રશિયન ફેડરેશનનો રાજ્ય આતંકવાદ છે.

"Expressed my condolences on the death of an Indian student in Kharkiv today due to indiscriminate Russian attacks against innocent civilians," tweets Charles Michel

— ANI (@ANI) March 1, 2022

ભારત માટે આ સમયે સૌથી મોટો પડકાર યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાનો છે. આ માટે સરકાર ઓપરેશન ગંગા ચલાવી રહી છે. તેને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે ફરી એકવાર ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને ટોચના અધિકારીઓ હાજર હતા.

યુરોપિયન યુનિયન સંસદમાં ઝેલેન્સ્કીનું સંબોધન
યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર ઝેલેન્સ્કીએ યુરોપિયન સંસદમાં ભાષણ આપીને બધાને ચોંકાવી દીધા. સંસદમાં હાજર બધા સભ્યોએ તેમને તાળીઓની સાથે સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યુ હતું. ઝેલેન્સ્કીએ કહ્યુ- અમે અમારી જમીન અને અમારી આઝાદી માટે લડી રહ્યાં છીએ, 'અમે અમારી જમીન અને અમારી સ્વતંત્રતા માટે લડી રહ્યા છીએ, તે હકીકત હોવા છતાં કે અમારા તમામ શહેરો હવે અવરોધિત છે. કોઈપણ અમને તોડનારૂ નથી, અમે મજબૂત છીએ, અમે યુક્રેનિયન છીએ. 

કાલે રશિયા-યુક્રેન વચ્ચે બેઠક
રશિયા અને યુક્રેન વચ્ચે બીજા તબક્કાની વાતચીત આવતીકાલ એટલે કે 2 માર્ચે થઈ શકે છે. આ પહેલાં સોમવારે બેલારૂસમાં બંને દેશો વચ્ચે પ્રથમ રાઉન્ડની વાર્તા થઈ હતી. પરંતુ આ બેઠકમાં કોઈ સમાધાન નિકળ્યું નહીં. આશરે 3:30 કલાકની વાતચીત બાદ બંને દેશોના પ્રતિનિધિ પોત-પોતાના દેશ પરત ફર્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news