Galwan Valley માં ભારતના શૂરવીરોની વિજયગાથા, જાણો તે રાતની એક એક પળની વાત

પૂર્વ લદાખની ગલવાન ખીણ (Galwan Valley ) માં ભારત અને ચીન (China) ની સેનાઓ વચ્ચે હિંસક ઘર્ષણને હવે એક વર્ષ વીતી ગયું છે. આ એક વર્ષ ભારતીય સેનાના શૌર્યનું એક વર્ષ છે. તે સમયે ચીની સૈનિકોને ભારતીય સૈનિકોએ બરાબર પાઠ ભણાવ્યો હતો.

Updated By: Jun 15, 2021, 12:04 PM IST
Galwan Valley માં ભારતના શૂરવીરોની વિજયગાથા, જાણો તે રાતની એક એક પળની વાત
સાંકેતિક તસવીર

નવી દિલ્હી: પૂર્વ લદાખની ગલવાન ખીણ (Galwan Valley ) માં ભારત અને ચીન (China) ની સેનાઓ વચ્ચે હિંસક ઘર્ષણને હવે એક વર્ષ વીતી ગયું છે. આ એક વર્ષ ભારતીય સેનાના શૌર્યનું એક વર્ષ છે. તે સમયે ચીની સૈનિકોને ભારતીય સૈનિકોએ બરાબર પાઠ ભણાવ્યો હતો. આ દુર્ગમ વિસ્તારમાં ભારતીય સેના અત્યારે પણ ચીનની દરેક નાપાક હરકતને પહોંચી વળવા તૈયાર છે. 

ચીનને જડબાતોડ જવાબ
ગલવાન ખીણની હિંસક ઝડપમાં 20 ભારતીય જવાનોએ પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. પરંતુ ચાલાક ચીને આજ સુધી પોતાને થયેલા નુકસાનની કોઈ અધિકૃત જાણકારી આપી નથી. આ ઘર્ષણથી ભારતીય શૂરવીરોએ દગાબાજ ચીનને એક પાઠ તો જરૂર ભણાવ્યો કે જો હવે આવી નાપાક હરકત કરી તો અંજામ ખુબ ભયાનક રહેશે. 

એક વર્ષ પહેલાની એ ઘટનાને અત્યારે પણ કોઈ ભૂલ્યું નથી. એક બાજુ ચીનના કાયરોની નાપાક સેના હતી તો બીજી બાજુ ભારતીય જવાનો સાહસ અને શૌર્યની વીરગાથા લખી રહ્યા હતા. બરાબર એક વર્ષ પહેલા 15 જૂનના રોજ લદાખની બર્ફીલી ગલવાન નદીના કિનારે ચીને દગો કરી હુમલો કર્યો તો ભારતના શૂરવીરોએ ચીની સૈનિકોનું કચુંબર કરી નાખ્યું હતું. આ ઘર્ષણમાં ચીનના અનેક સૈનિકો માર્યા ગયા પરંતુ પણ પોતાના 20 વીર જવાનો ગુમાવ્યા. 

કેટલી તૈયાર ભારતીય સેના?
ગલવાન ઘર્ષણ બાદથી ભારતીય સેના હવે પોતાને મજબૂત બનાવવામાં લાગી છે. આ રણનીતિ હેઠળ લદાખમાં લગભગ 60 હજાર સૈનિકોની તૈનાતી કરાઈ છે. સૈનિકો માટે પાયાની સુવિધાઓને વિક્સિત કરવામાં આવી છે અને અત્યાધુનિક હથિયારોની ખરીદી પણ થઈ. આ ઉપરાંત ડ્રોન, સેન્સર, ડ્રોન વિમાનોથી હવે એલએસી પર નજર રાખવામાં આવી રહી છે. DRDO ની ખાસમખાસ સર્વિલાન્સ સિસ્ટમ પણ તૈનાત કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે. આ વિસ્તારમાં સરહદ પર રસ્તાઓના નિર્માણમાં વધુ તેજી લાવવામાં આવી રહી છે. જે હેઠળ ભારત-ચીનની સરહદ પર 32 રસ્તાઓનું નિર્માણ થશે. 

સરહદ પર  તણાવ વચ્ચે પણ ભારત હંમેશાથી શાંતિ માટે પ્રયત્ન કરતું રહ્યું. આ કોશિશમાં ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર લેવલની બેઠકો  થતી રહે છે. અત્યાર સુધીમાં 11 રાઉન્ડની સૈન્ય વાર્તા થઈ ચૂકી છે. ચીનનો સામનો કરવા માટે હવે ભારતીય સેના સંપૂર્ણ રીતે તૈયાર છે અને તે સતત પોતાને મજબૂત કરવામાં લાગી છે. વાયુસેનાએ પણ હવે આ વિસ્તારમાં મોરચાબંધી કરી દીધી છે. 

ભારતના વાયુવીર એલએસી પર બાજ નજર રાખી રહ્યા છે. વિસ્તારમાં સંપૂર્ણ રીતે એક્ટિવ અને ફાઈટર વિમાનોની તૈનાતી કરાઈ આ સાથે સૌથી એડવાન્સ રાફેલ ફાઈટર વિમાનોની પણ તૈનાતી કરાઈ છે. તદ ઉપરાંત દુશ્મનની દરેક ચાલને પહોંચી વળવા માટે શિનૂક અને અપાચે જેવા હાઈટેક હેલિકોપ્ટર પણ વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા જોવા મળી જશે. એલએસી પર તેજસ વિમાનને પણ તૈનાત કરાયા છે. 

ભારતીય સેના લદાખમાં ચીન સાથે કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે પોતાને સારી બનાવવામાં લાગી છે. માઈનસ 40 ડિગ્રી તાપમાનમાં પણ એલએસી પર ભારતીય જવાનોનો જોશ હાઈ છે. ગત એક વર્ષમાં લદાખમાં 60 હજારથી વધુ સૈનિકોની તૈનાતી કરાઈ. આ ઉપરાંત સેનાની ગુપ્તચર યુનિટ સતત હાઈ અલર્ટ પર રહે છે. 

ગલવાન ઘર્ષણ બાદ ભારતે પણ એલએસી પર ચીન પ્રત્યે પોતાના વલણમાં મોટો ફેરફાર કર્યો છે. રણનીતિક ટોચ પર ભારતે કબજો જમાવ્યો કારણ કે નવું ભારત દુશ્મનોને જડબાતોડ જવાબ આપવા માટે દરેક પળ તૈયાર છે. 

ગલવાનમાં તે દિવસે રાતે શું થયું હતું?
ગલવાન ઘાટીમાં ચીન અને ભારતના સૈનિકો વચ્ચે ઘર્ષણનું કારણ સરહદ પર ચીનની એક વિવાદાસ્પદ પોસ્ટ હતી. 16 બિહાર ઈન્ફેન્ટ્રી રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર કર્નલ સંતોષબાબુ તેને લઈને અનેકવાર ચીની કમાન્ડર સામે વિરોધ નોંધાવી ચૂક્યા હતા. એકવાર તેમના કહેવા પર ચીને આ કેમ્પ હટાવી પણ દીધો. પરંતુ 14 જૂનના રોજ અચાનક ફરીથી આ કેમ્પ ઊભો થઈ ગયો. અહીંથી ગલવાનમાં ભારતના શૌર્યની વીરગાથા શરૂ થઈ હતી. 

આ કેમ્પને લઈને જેવો કર્નલ સંતોષબાબુએ ચીની ઓફિસરને સવાલ કર્યો કે એક ચીની સૈનિકે તેમને ધક્કો માર્યો અને ગાળો બોલવા લાગ્યો. ત્યારબાદ તો 16 બિહાર ઈન્ફેન્ટ્રી રેજિમેન્ટના સૈનિકોએ ચીનના સૈનિકોની પીટાઈ કરવાની શરૂ કરી દીધી. ભારતીય સૈનિકોએ ચીનની ઓબ્ઝર્વેશન પોસ્ટને વેર વિખેર કરી નાખી. આ લડાઈનો ફક્ત પહેલો રાઉન્ડ હતો અને આગામી કેટલાક કલાકોમાં ગલવાન ખીણનો ઈતિહાસ અને ભૂગોળ બંને બદલાઈ જવાના હતા. 

સાંજ સુધીમાં તો સરહદ પર ભારતીય અને ચીની સૈનિકોનો જમાવડો વધવા લાગ્યો. અહીંથી ગલવાન ખીણમાં બીજો અને સૌથી મહત્વનો રાઉન્ડ શરૂ થવાનો હતો. અહીં ચીનના સૈનિકોએ પ્લાન બનાવીને સમજી વિચારીને કરેલા ષડયંત્ર હેઠળ ભારતીય સૈનિકો પર હુમલો કર્યો. 15 જૂનની સાંજે શરૂ થયું હથિયારો વગરનું આ યુદ્ધ મોડી રાત સુધી ચાલ્યું અને કર્નલ સંતોષબાબુ આ ઘર્ષણમાં શહીદ થઈ ગયા. 

કર્નલની શહાદતનો બદલો
કર્નલ સંતોષબાબુનું શહીદ થવું ચીનને સૌથી વધુ ભારે પડ્યું. જ્યારે આ સમાચાર ભારતીય સૈનિકોને મળ્યા તો તેમનો ગુસ્સો બેકાબૂ થયો કારણ કે ભારતીય સેનામાં કમાન્ડિંગ ઓફિસરને સૈનિકો પિતાની જેમ સન્માન આપે છે. કમાન્ડિંગ ઓફિસરને હાથ લગાવવાનું દૂર તેમની સાથે અભદ્ર ભાષામાં વાત કરવી પણ સૈનિકો સહન કરી શકતા નથી. અહીંથી તે રાતની લડતનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો અને પછી આ લડત લગભગ અડધી રાત સુધી ચાલી. 

ત્રીજા રાઉન્ડની લડતમાં 16 બિહાર રેજિમેન્ટની સાથે 'થ્રી મીડિયમ' રેજિમેન્ટ અને ત્રીજી પંજાબ રેજિમેન્ટના સૈનિકો પણ હતા. આપણા સૈનિકોએ એક જગ્યા પર, જ્યાં ચીનનો કર્નલ ઊભો હતો ત્યાં હુમલો કર્યો. ભારતીય સૈનિકોએ ચીનના કર્નલને જીવતો પકડી લીધો અને ત્યાં હાજર ચીનના 7 સૈનિકોને સ્થળ પર જ માર્યા. 

Covid-19 Updates: કોરોનાની નાગચૂડમાંથી આઝાદ થઈ રહ્યો છે દેશ!, નવા કેસ અને મૃત્યુના આંકડામાં નોંધપાત્ર ઘટાડો

હથિયારો વગરની જંગ લડ્યા
ત્યારબાદ તો ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હથિયારો વગરનું સૌથી મોટું યુદ્ધ લડાયું. બિહાર રેજિમેન્ટના એક એક જવાન ચીનના 10-10 જવાનોને ભારે પડી રહ્યા હતા. બને તરફથી લગભગ 4થી 5 કલાક સુધી હથિયારો વગરનું આ યુદ્ધ લડાયું. ગલવાન ખીણની આ લડાઈ પથ્થરો અને ડંડાથી લડાઈ. ચીનના સૈનિકો પાસે ખાસ પ્રકારના ડંડા હતા. જેમાં તિક્ષ્ણ ખીલ્લા લગાવેલા હતા. જ્યારે ભારતીય સૈનિક પોતાના લોખંડી ઈરાદાથી તેમને જમીનદોસ્ત કરી રહ્યા હતા. ભારતીય શૂરવીરોના પરાક્રમે ચીની મનસૂબાઓને જમીનદોસ્ત કરી નાખ્યા. 

Jyotiraditya Scindia ની મંત્રી બનવાની સંભાવનાથી અનેક નેતાઓ ચિંતાતૂર, ઉથલપાથલના એંધાણ, જાણો કેમ?

ત્રીજા રાઉન્ડની આ લડાઈમાં બંને દેશોના અનેક સૈનિક લડતા લડતા ગલવાન ખીણમાં પડ્યા હતા. આ સંઘર્ષમાં આપણા 20 સૈનિકો શહીદ થયા અને ચીનના 40થી 50 સૈનિકો માર્યા ગયા. 15 જૂનની રાતે આ બધુ થતું રહ્યું પરંતુ દેશની જનતાને અત્યાર સુધી કશું ખબર નહતી. સૌથી મોટી વાત એ છે કે 15 જૂનની રાતે આ લડતમાં પણ ભારતીય સેનાએ અનુશાસનનો ભંગ કર્યો નહતો. ચીન સાથે થયેલા કરારને પણ નહતો તોડ્યો. એક પણ ગોળી છૂટી નહતી. પરંતુ હથિયારો ન ઉપયોગમાં લેવાયા છતાં ભારતના સૈનિકોએ ચીનના દગાનો પૂરેપૂરો બદલો લીધો. 

આ ઘટના બાદથી અત્યાર સુધી બંને પક્ષો વચ્ચે હજુ વિશ્વાસ બહાલ થયો નથી. સૈન્ય અને રાજનીતિક સ્તર પર અનેક રાઉન્ડની વાતચીત બાદ બંને સેનાઓએ ફેબ્રુઆરીમાં પેન્ગોંગ લેકના ઉત્તરી અને દક્ષિણ તટથી સૈનિકો અને હથિયારોને હટાવવાની પ્રક્રિયા પૂરી કરી લીધી. ઘર્ષણના બાકી સ્થળોથી પણ સૈનિકોને પાછળ હટાવવાની પ્રક્રિયા પર વાતચીત ચાલુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube