International Women's Day: મહિલા શક્તિના હાથમાં છે આ રેલવે સ્ટેશનની કમાન, આ રેકોર્ડ જાણીને તમે પણ કરશો સલામ

કોઇપણ દેશ વિકાસના શિખર પર ત્યાં સુધી ન પહોંચી શકે, જ્યાં સુધી તેમાં મહિલાઓ ખભેથી ખભો મિલાવીને ન ચાલે. એટલા માટે મહિલાઓને રાષ્ટ્રની આંખો ગણવામાં આવે છે. રાજસ્થાન રણબાંકૂરોનો પ્રદેશ છે. ઇતિહાસ અહીં વીરોની ગાથાથી ગર્વિત છે. આજે પણ પ્રદેશના વિકાસમાં મહિલાઓ પોતાની ભાગીદારી દર્શાવી રહી છે.

International Women's Day: મહિલા શક્તિના હાથમાં છે આ રેલવે સ્ટેશનની કમાન, આ રેકોર્ડ જાણીને તમે પણ કરશો સલામ

જયપુર: કોઇપણ દેશ વિકાસના શિખર પર ત્યાં સુધી ન પહોંચી શકે, જ્યાં સુધી તેમાં મહિલાઓ ખભેથી ખભો મિલાવીને ન ચાલે. એટલા માટે મહિલાઓને રાષ્ટ્રની આંખો ગણવામાં આવે છે. રાજસ્થાન રણબાંકૂરોનો પ્રદેશ છે. ઇતિહાસ અહીં વીરોની ગાથાથી ગર્વિત છે. આજે પણ પ્રદેશના વિકાસમાં મહિલાઓ પોતાની ભાગીદારી દર્શાવી રહી છે. વાત ભલે ઘરના આંગણાની હોય કે પછી રમતના મેદાનની, રસોઇની હોય કે પછી ઓફિસ કેબિનની, બાળકોના ઉછેરની હોય કે નામચીન કંપનીઓના મેનેજમેન્ટની, કારના સ્ટયરિંગ સંભાળવાની હોય કે પછી રેલવેના એન્જીનની કમાન હોય, મહિલાઓ તમામ ક્ષેત્રોમાં પોતાની ક્ષમતા, હુનર, પ્રતિભા અને મજબૂત ઇરાદાઓથી દેશની પ્રગતિમાં ભાગીદાર બની છે. સૌથી મુશ્કેલ કામ ગણવામાં આવનાર રેલ સંચાલનની ધૂરી પણ મહિલા શક્તિ બની છે. જયપુરના ગાંધીનગર રેલવે સ્ટેશનના સંચાલનની જવાબદારી મહિલા શક્તિના હાથમાં છે. 

મહિલા સશક્તિકરણની દિશામાં પહેલ કરતાં ઉત્તર પશ્વિમ રેલવેનું એકમાત્ર મહિલા સ્ટેશન ગાંધીનગર રેલવે સ્ટેશન પૂર્ણતયા મહિલાઓ દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યું છે. જ્યાં તમામ પદો પર મહિલાઓ કામને ખૂબ સરસ રીતે કરી રહી છે. સ્ટેશન માસ્ટરથી માંડીને મુખ્ય રિઝર્વેશન સુપરવાઇઝર, ટિકિટ કલેક્ટર, રેલ સુરક્ષાબળની કમાન પણ મહિલાઓ સંભાળી રહી છે. રેલવે સ્ટેશનની સફાઇનું કામ પણ મહિલાઓ સંભાળી રહી છે. રેલવે સ્ટેશનો પર સુરક્ષા વ્યવસ્થાને સુદ્વઢ કરવા માટે રેલવે સુરક્ષા બળમાં મહિલા બટાલિયનોની સ્થાપના કરવામાં આવી છે. હાલમાં ઉત્તર પ્રદેશ પશ્નિમ રેલવે પર 80 મહિલાઓ સુરક્ષાની જવાબદારી સંભાળી રહી છે. ઉપરેલવેના ચારેય મંડળો, મુખ્યાલય, કારખાના અને ભંડાર ડેપો અને સુરક્ષાબળ સહિત કુલ 2640 મહિલા રેલકર્મી કાર્યરત છે. ગાંધીનગર રેલવે સ્ટેશન પર 24 કલાક મહિલાઓ સ્ટેશન પર કામને અંજામ આપી રહી છે. 

મહિલા સશ્ક્તિકરણની દિશામાં રેલ મંત્રાલયે ગાંધીનગર રેલવે સ્ટેશનને વર્ષ ફેબ્રુઆરી 2018માં ગાંધીનગર રેલવે સ્ટેશનની કમાન મહિલાઓના હાથમાં સોંપી હતી. ત્યારથી લઇને આજ સુધી મહિલાઓ રેલવે સ્ટેશનનું સંચાલન કરી રહી છે. શરૂઆતી દૌરમાં મહિલાઓને ઘણી સમસ્યાઓનો સામનો પણ કરવો પડ્યો હતો પરંતુ હવે ધીરે-ધીરે મહિલાઓ પરિપક્વ થઇ ગઇ છે. મહિલાઓ ગાંધીનગર રેલવે સ્ટેશન પર પણ દિવસ-રાત મહિલાઓ આરપીએફ વર્દીમાં સુરક્ષા પણ કરી રહી છે. 

ગાંધીનગર રેલવે સ્ટેશન પર કાર્યરત સ્ટેશન અધીક્ષક નીલમ જાટવે જણાવ્યું ''મહિલાઓ કોઇના કમ નથી, જે પ્રકારે અમે લોકો કામ કરી રહ્યા છીએ, આમ તો તમામ મહિલાઓ કરી શકે છે. આ કામ માટે પુરૂષોને બરાબર ટ્રેનિંગ આપવામાં આવી છે જેથી કોઇ પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડતો નથી. કોઇપણ કાર્ય કરવું અસંભવ નથી. 

ગાંધીનગર રેલવે સ્ટેશન પર આરપીએફ પોલીસ મથકના ઇંચાર્જ નીલૂ ગોઠવાલે જણાવ્યું કે ''ગાંધીનગર રેલવે સ્ટેશન સંપૂર્ણ મહિલા સ્ટેશન છે જ્યાં મહિલા કર્મીઓને જ 24 કલાકની ડ્યૂટી કરવી પડે છે. આરપીએફ પોલીસ મથકમાં તૈનાત મહિલા પોલીસકર્મી પોતાની ડ્યૂટીને સારી રીતએ ભજવે છે અને પુરી સુરક્ષાની જવાબદારી મહિલા સ્ટોપ પર જ છે. બે વર્ષ પહેલાં જ્યારે ગાંધીનગર રેલવે સ્ટેશનને મહિલા સ્ટેશન બનાવવામાં આવ્યું તો ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો પરંતુ હવે આત્મવિશ્વાસ સાથે કામ કરી રહી છે. નાની-મોટી સમસ્યાઓને આરામથી ઉકેલી દે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news