Ganesh chaturthi 2022: KGF ના ચક્કરમાં ગણપતિ બાપ્પાના હાથમાં બંદૂક પકડાવી દીધી, જોઈને યૂઝર્સ ભડક્યા

સમગ્ર દેશમાં ગણેશોત્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. જાણીતી હસ્તીઓના ઘરે ગણપતિ બાપ્પા પધાર્યા છે. કોરોનાકાળના લગભગ બે વર્ષ બાદ લોકો એકસાથે મળીને જશ્ન મનાવી રહ્યા છે. આ વખતે ગણેશ ચતુર્થી પર કઈક અલગ જ જોવા મળી રહ્યું છે. જેનું કનેક્શન સિનેમાથી છે. સાઉથ સ્ટાર અલ્લુ અર્જૂનની હિટ મૂવી પુષ્પાથી પ્રેરિત થઈને બાપ્પાની મૂર્તિ બજારમાં આવી. પુષ્પાના રંગમાં રંગાયેલા ગજાનનની પ્રતિમા ચારેબાજુ  છવાઈ ગઈ છે. હવે બ્લોકબસ્ટર ફિલ્મ KGF 2 ફેમ યશનો ક્રેઝ પણ છાપરે ચડીને પોકારી રહ્યો છે. 

Ganesh chaturthi 2022: KGF ના ચક્કરમાં ગણપતિ બાપ્પાના હાથમાં બંદૂક પકડાવી દીધી, જોઈને યૂઝર્સ ભડક્યા

સમગ્ર દેશમાં ગણેશોત્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. જાણીતી હસ્તીઓના ઘરે ગણપતિ બાપ્પા પધાર્યા છે. કોરોનાકાળના લગભગ બે વર્ષ બાદ લોકો એકસાથે મળીને જશ્ન મનાવી રહ્યા છે. આ વખતે ગણેશ ચતુર્થી પર કઈક અલગ જ જોવા મળી રહ્યું છે. જેનું કનેક્શન સિનેમાથી છે. સાઉથ સ્ટાર અલ્લુ અર્જૂનની હિટ મૂવી પુષ્પાથી પ્રેરિત થઈને બાપ્પાની મૂર્તિ બજારમાં આવી. પુષ્પાના રંગમાં રંગાયેલા ગજાનનની પ્રતિમા ચારેબાજુ  છવાઈ ગઈ છે. હવે બ્લોકબસ્ટર ફિલ્મ KGF 2 ફેમ યશનો ક્રેઝ પણ છાપરે ચડીને પોકારી રહ્યો છે. તેમના પાત્ર રોકીભાઈના મશીનગનવાળા દ્રશ્યથી પ્રેરિત થઈને બાપ્પાની મૂર્તિ બનાવવામાં આવી છે. જો કે તેને જોઈને લોકો ખુશ નથી. જાણો કેમ. 

ડાઈરેક્ટર પ્રશાંત નીલની KGF 2નો એક સીન હતો જેમાં રોકીભાઈ એટલે કે યશે એક પોલીસ સ્ટેશન પર મશીન ગનથી ગોળીઓ છોડીને ચારણી જેવું બનાવી દીધુ હતું. આ દ્રશ્ય પર થિયેટરમાં ખુબ તાળીઓ પડી હતી. યશનો સ્વેગ ઓડિયન્સને પસંદ આવ્યો હતો. આ દ્રશ્યને ગણેશોત્સવમાં ચમકાવવામાં મૂર્તિ બનાવનારા કલાકારોએ બાપ્પાની મૂર્તિના હાથમાં પણ બંદૂક થમાવી દીધી. આ મૂર્તિને જોઈને કેટલાક લોકો વખાણ કરી રહ્યા છે તો કેટલાક લોકો તેનાથી નાખુશ છે. 

આમને ન ગમ્યુ!
કેટલાક લોકોનું કહેવું છે કે ગણપતિ બાપાની મૂર્તિને હિંસક રૂપ આપવું યોગ્ય નથી. તે ભગવાનનું અપમાન છે. બોલીવુડ બાદ હવે સાઉથવાળા પણ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી રહ્યા છે. 

— MASS💫 (@Freak4Salman) August 31, 2022

કેટલાકને ગમ્યો અંદાજ

— Surendra Saneshwar (@SurendraSanesh2) August 31, 2022

— Team Yash Official (@Team_Yash_Offl) August 31, 2022

અત્રે જણાવવાનું કે આ અગાઉ રામચરણ અને જૂનિયર એનટીઆરના RRR વાળા લૂકની પણ બાપ્પાની મૂર્તિ છવાઈ હતી. ત્યારબાદ અલ્લુ અર્જૂનના પુષ્પા સ્વેગની મૂર્તિ જોવા મળી. અત્રે જણાવવાનું કે RRR, KGF 2 અને પુષ્પાએ  બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી હતી. તેમની સ્ટાઈલથી લઈને ફિલ્મના ગીત અને ડાઈલોગ્સ ખુબ લોકપ્રિય થયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news