પાકિસ્તાનના સેનાધ્યક્ષ બાજવાએ મને ગળે લગાવી કહ્યું અમે પણ શાંતી જાળવવા માંગીએ છે: નવજોત સિંહ સિદ્ધૂ

સિદ્ધૂએ કહ્યું: જેટલો પ્રેમ હું લઇને આવ્યો છું, તેનાથી 100 ગણો પ્રેમ પાછો લઇને જઇ રહ્યો છું

પાકિસ્તાનના સેનાધ્યક્ષ બાજવાએ મને ગળે લગાવી કહ્યું અમે પણ શાંતી જાળવવા માંગીએ છે: નવજોત સિંહ સિદ્ધૂ

નવી દિલ્હી: પાકિસ્તાનના 22મા વડાપ્રધાનના રૂપમાં ઇમરાન ખાનના શપથગ્રહણ સમારોહમાં સામેલ નવજોત સિંહ સિદ્ધૂએ શનિવારના સમારોહ બાદ પાકિસ્તાનના સેનાધ્યક્ષ કમર જાવેદ બાજવાએ મને ગળે લગાવીને કહ્યું હતું કે અમે પણ શાંતી જાળવા માંગીએ છે.

પાકિસ્તાનની મુલાકતથી ઉત્સાહિત સિદ્ધૂએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સેનાધ્યક્ષે આજે સવારે મને કહ્યું હતું કે, અમે લોકો ગુરૂનાનક દેવની 550મી જયંતીના દિવસ પર કરતાપુર માર્ગને ખુલ્લો મુકવાનો વિચાર કરી રહ્યા છે.

— ANI (@ANI) August 18, 2018

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હું હિન્દુસ્તાનથી એક પ્રેમનો સંદેશો લઇને આવ્યો છું. જેટલો પ્રેમ હું લઇને આવ્યો હતો તેના કરતા 100 ગણો વધારે પ્રેમ હું પાછો લઇને જઇ રહ્યો છું. જે પાછું આવ્યું છે તે વ્યાજ સહિત આવ્યું છે.

— ANI (@ANI) August 18, 2018

બન્ને દેશોના સંબધને લઇ સિદ્ધૂએ કહ્યું હતું કે, આ અમારૂ કર્તવ્ય છે કે અમે પાછા જઇને આપણી સરકારને એક પગલું આગળ વધારવા માટે જણાવીએ.

મને આશા છે કે જો આપણે કે પગલું આગળ આવીશું તો અહીના લોકો બે પગલા આગળ આવશે. પૂર્વ ક્રિકેટરે કહ્યું કે, ચલો એક બ્લુ સાગરમાં તરીએ અને લાલ મહાસાગરને છોડી દઇએ. આ મારું સ્વપન છે.

(ઇનપુટ એજન્સીથી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news