સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.30,250 થઈ ગયો, શનિવારે સોનાની બજાર કિંમતમાં 90 રૂપિયાનો ઘટાડો

સ્થાનિક આભુષણ નિર્માતાઓની માગમાં સતત ઘટાડાને કારણે દિલ્હી સોની બજારમાં શનિવારે સોનાનો પ્રતિ 10 ગ્રામનો ભાવ 90 રૂપિયા તુટીને રૂ.30,250 થઈ ગયો હતો, જોકે, સામે વૈશ્વિક બજારોમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી છે 

સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.30,250 થઈ ગયો, શનિવારે સોનાની બજાર કિંમતમાં 90   રૂપિયાનો ઘટાડો

નવી દિલ્હીઃ સ્થાનિક આભુષણ નિર્માતાઓની માગમાં ઘટાડો થવાને કારણે શનિવારે દિલ્હી સોની બજારમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 90 રૂપિયા તુટીને રૂ.30,250 થઈ ગયો હતો. જોકે, વૈશ્વિક બજારોમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી છે. ઔદ્યોગિક એકમો અને સિક્કા નિર્માતાઓની ચાલુ રહેલી માગને પરિણામે ચાંદીનો એક કિલોનો ભાવ રૂ.38,000 પર સ્થિર રહ્યો હતો.  

સોનાના ભાવમાં ઘટાડા અંગે વેપારીઓએ જણાવ્યું કે, હાલ લગ્નસરાની સિઝન ન હોવાને કારણે સ્થાનિક આભુષણ નિર્માતાઓ અને છૂટક વિક્રેતાઓની માગમાં ઘટાડો થયો છે. જેના કારણે સોનાના ભાવ નીચે ગયા છે.  

રાજધાની નવી દિલ્હી ખાતે 99.99% સોનું અને 99.5% શુદ્ધ સોનાનો ભાવ 90-90 રૂપિયા ઘટીને ક્રમશઃ રૂ.30,250 અને રૂ.30,100 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો હતો. સોનાની લગડીનો ભાવ રૂ.100ના ઘટાડા સાથે રૂ.24,400 પ્રતિ આઠ ગ્રામ પર આવી ગયો હતો. અમદાવાદ ખાતે શનિવારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ (1 તોલા) રૂ.30,280 રહ્યો હતો, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.28,860નો રહ્યો હતો. અમદાવાદમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ રૂ.25નો ઘટાડો નોંધાયો હતો. 

બીજી તરફ હાજર ચાંદીનો પ્રતિ કિલોનો ભાવ રૂ.38,000 પર સ્થિર રહ્યો હતો. સાપ્તાહિત ડિલિવરીના ભાવમાં રૂ.235નો સુધારો થઈને રૂ.36,940 પ્રતિ કિગ્રા થઈ ગયો હતો. ચાદી સિક્કો લેવાલ રૂ.72,000 અને વેચાણ રૂ.73,000 પર યથાવત રહ્યો હતો.  

ગ્લોબલ માર્કેટમાં મજબૂત થયું સોનું 
જોકે, વૈશ્વિક બજારોમાં મજબૂત વલણને કારણે સોનાના ભાવમાં કોઈ ખાસ ઘટાડો જોવા મળ્યો નથી. વૈશ્વિક સ્તરે શુક્રવારે ન્યૂયોર્કમાં સોનું 0.93 ટકા વધીને પ્રતિ ઔંસ 1,184.60 ડોલર પર પહોંચી ગયું હતું. ચાંદી 0.99 ટકાના વધારા સાથે 14.77 ડોલર પ્રતિ ઔંસ રહી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news