Video: બરેલીમાં કોંગ્રેસની મેરેથોન રેલીમાં ભાગદોડ મચી, અનેક વિદ્યાર્થીનીઓ ઘાયલ
ઉત્તર પ્રદેશના બરેલીમાં કોંગ્રેસની મેરેથોનમાં ભાગદોડ મચી ગઈ. અનેક વિદ્યાર્થીનીઓ ઉપરાઉપરી દટાઈ ગઈ.
Trending Photos
બરેલી: ઉત્તર પ્રદેશના બરેલીમાં કોંગ્રેસની મેરેથોનમાં ભાગદોડ મચી ગઈ. અનેક વિદ્યાર્થીનીઓ ઉપરાઉપરી દટાઈ ગઈ. વિદ્યાર્થીનીઓના જૂતા ચપ્પલ પણ રસ્તા પર વિખરાયેલા જોવા મળ્યા. આ ભાગદોડમાં ઘાયલ વિદ્યાર્થીનીઓને હોસ્પિટલ લઈ જવાઈ છે.
ભીડના કારણે ભાગદોડ
આ મેરેથોનનો વીડિયો પણ સામે આવ્યો છે. ભીડમાં કોરોના પ્રોટોકોલનું પાલન ન થયું. સરકારી માર્ગદર્શિકાના ધજાગરા ઉડ્યા. હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ખુબ મોટી સંખ્યામાં વિ્દ્યાર્થીઓ આ મેરેથોનમાં ભાગ લઈ રહ્યા હતા. અચાનક દોડતી વખતે વિદ્યાર્થીનીઓ પડી જાય છે. ત્યારબાદ તેમની સાથે ટકરાઈને એક પછી એક અનેક વિદ્યાર્થીનીઓ તેમના પર ટપોટપ પડે છે. પછી આયોજનકર્તાઓ અન્ય વિદ્યાર્થીનીઓની મદદથી દટાયેલી વિદ્યાર્થીનીઓ તથા ઘાયલ વિદ્યાર્થીનીઓને ઉઠાવે છે. કહેવાય છે કે કેટલીક વિદ્યાર્થીનીઓને મામૂલી ઈજા થઈ છે.
આવી મેરેથોન તમે ક્યારેય નહીં જોઈ હોય! જુઓ કોંગ્રેસની મેરેથોનમાં કેવા દ્રશ્યો સર્જાયા..#Bareilly #Congressmarathon #ZEE24Kalak pic.twitter.com/fVsQlERoYh
— Zee 24 Kalak (@Zee24Kalak) January 4, 2022
કોંગ્રેસના નેતાનું બેજવાબદાર નિવેદન
આ બાજુ કોંગ્રેસના નેતા અને પૂર્વ મેયર સુપ્રિયા એરને આ ઘટનાને રાજકીય ષડયંત્ર ગણાવતા સાવ વાહિયાત નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે વૈષ્ણોદેવીમાં જો ભાગદોડ મચી શકતી હોય તો અહીં તેમ નહીં.
UP માં અડધી સ્તી પર કોંગ્રેસનું ફોકસ
વાત જાણે એમ છે કે પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં મહિલાઓની ભાગીદારી પર ભાર મૂકી રહ્યા છે. તેમણે આ ચૂંટણીમાં મહિલાઓને 40 ટકા ટિકિટ આપવાનું વચન આપ્યું છે. આ ઉપરાંત છોકરીઓને સ્કૂટી, મોબાઈલ સહિત તમામ વચનો આપ્યા છે. કોંગ્રેસ મહાસચિવ પોતે સમગ્ર રાજ્યના તમામ ભાગોની મહિલાઓ સુધી સુધી પહોંચ બનાવવા માટે તમામ કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે.
ક્યારેક તેઓ ફિરોઝાબાદમાં બંગડી બનાવનારી મહિલાઓને મળે છે તો ક્યારેક કોલેજમાં ભણતી વિદ્યાર્થીનીઓ સાથે સેલ્ફી પડાવતા જોવા મળે છે. અત્રે જણાવવાનું કે પ્રિયંકા ગાંધીનો નારો 'લડકી હું...લડ સકતી હું' દ્વારા કોંગ્રેસ પાર્ટી યુપીમાં પોતાનો ચૂંટણી માહોલ તૈયાર કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે