યુવરાજના આક્ષેપ પર ઉર્જામંત્રી બોલ્યા- 'ડોન્ટ ડિસ્ટર્બ...હું બેઠકમાથી નીકળ્યો છું, મારી પાસે કોઈ માહિતી નથી'

જી બાજુ રાજ્યના ઉર્જામંત્રીના નિવેદન પર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે જણાવ્યું હતું કે, હાલ ઉર્જામંત્રી કનુબભાઈ દેસાઈએ જે ડોન્ટ ડિસ્ટર્બ કરીને જવાબ આપ્યો છે તેમાં અમારા વિદ્યાર્થીઓ જ્યારે જ્યારે રજૂઆત કરવા જાય છે ત્યારે આ પ્રકારે જવાબો મળ્યા છે.

યુવરાજના આક્ષેપ પર ઉર્જામંત્રી બોલ્યા- 'ડોન્ટ ડિસ્ટર્બ...હું બેઠકમાથી નીકળ્યો છું, મારી પાસે કોઈ માહિતી નથી'

ઝી ન્યૂઝ/બ્યુરો: વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે ઉર્જા વિભાગ દ્વારા લેવાતી ભરતીમાં કૌભાંડ ચાલી રહ્યું હોનાનો આક્ષેપ કરીને ખળભળાટ મચાવી દીધો છે. ઉર્જાવિભાગના UGVCL, PGVCL, MGVCL, DGVCL એમ કુલ પાંચ વિભાગોમાં ગેરરીતી થઈ હોવાનો ખુલાસો કર્યો છે. આ સંદર્ભે હાલ ગુજરાતમાં રાજનીતિ ગરમાઈ ગઈ છે. તમામ લોકો ભરતીમાં થયેલા કૌભાંડનો આક્ષેપ સાંભલીને સન્ન થઈ ગયા છે. જ્યારે આ વિશે યુવરાજના આક્ષેપ પર રાજ્યના ઉર્જામંત્રીને સવાલ પુછવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે, ડોન્ટ ડિસ્ટર્બ... હું બેઠકમાથી નીકળ્યો છું, મારી પાસે હાલ આ વિશે કોઈ માહિતી નથી. ઉર્જામંત્રીએ યુવરાજના આક્ષેપ પર કંઈ પણ બોલવાનો ઈનકાર કર્યો હતો.
 
ઉર્જામંત્રીના ડોન્ટ ડિસ્ટર્બ નિવેદન બાદ યુવરાજે શું કહ્યું?
બીજી બાજુ રાજ્યના ઉર્જામંત્રીના નિવેદન પર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે જણાવ્યું હતું કે, હાલ ઉર્જામંત્રી કનુબભાઈ દેસાઈએ જે ડોન્ટ ડિસ્ટર્બ કરીને જવાબ આપ્યો છે તેમાં અમારા વિદ્યાર્થીઓ જ્યારે જ્યારે રજૂઆત કરવા જાય છે ત્યારે આ પ્રકારે જવાબો મળ્યા છે.

તેમણે જણાવ્યું કે અગાઉ જ્યારે સૌરમંત્રી સૌરભ પટેલ હતા, ત્યારે પણ અમે રજૂઆત કરી ચૂક્યા છીએ. એવું નથી કે અમે પહેલી વખત રજૂઆત કરી છે. અમે ત્રણ વખત રજૂઆત કરી છે. ગુજરાત ઈલેક્ટ્રીક બોર્ડ અને બરોડા ખાતે ઓફિસમાં પણ રજૂઆત કરી છે. ભૂતકાળમાં જ્યારે UGVCLની ભરતી કરવામાં આવી હતી. ત્યારે અમે કૌભાંડની રજૂઆત કરેલી છે કે આવી ભરતીઓમાં આ પ્રકારના કૌભાંડ આચરાઈ રહી છે. તમે કૌભાંડ અટકાવવા કોઈ પગલા લો. ત્યારે જવાબ મળતો હતો કે અમે તપાસ કરી રહ્યા છીએ. ત્યારે હું જણાવું છું કે તે વખતે પણ તપાસ ચાલું હતી અને અત્યારે પણ તપાસ ચાલું છે. છતાં કોઈ એક્શન લેવામાં આવી રહ્યું નથી. 

યુવરાજસિંહે ઉમેર્યું હતું કે, ફક્ત તપાસના નામે આખું કૌભાંડ દબાવવામાં આવે છે. આવા કૌભાંડમાં મુખ્ય આરોપીને પાછળથી દૂર કરી દેવામાં આવે છે, જેમાં આપણે હેડ ક્લર્કની પરીક્ષામાં જોયું ત રીતે.. અને બીજા વચેટીયાઓને આગળ કરીને તેમને ફસાવી દેવામાં આવે છે. આજ રીતે આ કૌભાંડમાં પણ આજ રીતે કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news