બિહારમાં ધોળા દિવસે 55 કિલો સોનાની લૂંટ, આખા વિસ્તારમાં નાકાબંદી

આ લૂંટાયેલા સોનાની કિંમત લગભગ 20 કરોડ રૂપિયા જેટલી છે. મળતી માહિતી પ્રમાણે આ લૂંટ કરવા માટે આઠ જેટલા હથિયારધારીઓ આવ્યા હતા. 

બિહારમાં ધોળા દિવસે 55 કિલો સોનાની લૂંટ, આખા વિસ્તારમાં નાકાબંદી

હાજીપુર : બિહારના હાજીપુર (Hajipur) શહેરમાં ધોળે દિવસે મોટી લૂંટ (Robbery)ની ઘટના બની છે. આ ઘટનામાં અપરાધીઓએ લગભગ 55 કિલો સોનાની (Gold) લૂંટ કરી છે. આ ઘટનાને અંજામ આપ્યા પછી તમામ અપરાધીઓ ફરાર થઈ ગયા છે. આ લૂંટાયેલા સોનાની કિંમત લગભગ 20 કરોડ રૂપિયા જેટલી છે. મળતી માહિતી પ્રમાણે આ લૂંટ કરવા માટે આઠ જેટલા હથિયારધારીઓ આવ્યા હતા. 

આ અપરાધીઓએ મુથૂટ ફાઇનાન્સના કર્મચારીઓને બંધક બનાવ્યા અને કરોડો રૂપિયાનું સોનું લૂંટીને ફરાર થઈ ગયા. આ લૂંટનો પ્રતિકાર કરનારા ગાર્ડ અને કર્મચારીઓને માર મારવામાં આવ્યો છે. પ્રભારી એસપીએ માહિતી આપી કે લગભગ 55 કિલો સોનાની લૂંટ થઈ છે. બાઇક પર આવેલા અપરાધીઓએ આ ઘટનાને અંજામ આપ્યો છે. ઘટના પછી પ્રભારી એસપી મૃત્યુંજય કુમાર ઘટનાસ્થળે પહોંચ્યા અને મામલાની તપાસ કરી રહ્યા છે. આ ઘટના નગર થાનાના સિનેમા રોડની છે. 

— Zee Bihar Jharkhand (@ZeeBiharNews) November 23, 2019

ઘટનાસ્થળ પર પ્રભારી એસપી મૃત્યુંજય કુમાર સિવાય સદર ડીએસપી રાઘવ દયાલ, મહનાર ડીએસપી તેમજ સદર થાણાના પદાધિકારી પહોંચ્યા હતા. હાલમાં જિલ્લાની સીમા સિલ કરીને વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય સોનપુર જાનારા તમામ બાઇક ચાલકોની ઝડતી પણ લેવાઈ રહી છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news