robbery

જવેલર્સની 85 લાખની લૂંટનો ઉકેલાયો ભેદ, ચંબલ નદી કિનારેથી 4 શખ્સોની ધરપકડ

રાજકોટ (Rajkot) ના પેડક રોડ પર આવેલ ચંપકનગર 3માં શિવ જવેલર્સમાં 26 એપ્રિલના થયેલી 85 લાખની લૂંટનો પોલીસે ભેદ ઉકેલ્યો છે. લૂંટની ઘટના બાદ પોલીસે અલગ અલગ 3 ટિમો બનાવી આરોપીઓને પકડી પાડવા તપાસ હાથ ધરી હતી.

May 7, 2021, 08:06 PM IST

સુરતથી ઝડપાઇ ચડ્ડી-બનિયાનધારી ગેંગ, VIP ઘરોને બનાવતી હતી નિશાન

પોલીસ (Police) પૂછપરછમાં ચોંકાવનારી વાત બહાર આવી હતી જેમાં આ ગેંગમાં મહિલાઓ પણ સામેલ હતી. તેઓ બપોરના ચાર વાગ્યાના અરસામાં વિવિધ વિસ્તારોમાં ફુગ્ગા વેચવાના બહાને ફરતી હતી.

May 3, 2021, 02:08 PM IST

ધારાસભ્ય વિધાનસભામાં હતા કે લૂંટ કરી રહ્યા હતા? કોંગ્રેસી ધારાસભ્ય સામે લૂંટ અને મારામારીની ફરિયાદ દાખલ

વિધાનસભા ગૃહમાં આજે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઉગ્ર ચર્ચાઓનો દિવસ રહ્યો હતો. પરેશ ધાનાણી અને નીતિન પટેલ વચ્ચે ઉગ્ર ટપાટપી થઇ હતી. પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, સરકારની ભુલને આજે 5 કરોડ ગુજરાતીઓ ભોગવી રહ્યા છે. જે પ્રકારનાં તાયફાઓ સરકાર દ્વારા કરવામાં આવ્યા તેના કારણે હવે સામાન્ય પ્રજાને પુરાઇને રહેવાનો વારો આવ્યો છે. જો કે નાયબ મુખ્યમંત્રીએ આ વાતને પાયા વિહોણી ગણાવી હતી. જો કે આ મુદ્દે ભારે ગરમા ગરમી થઇ હતી. 

Mar 22, 2021, 10:33 PM IST

Rajkot: યુવક સાથે મોડી રાત્રે થઇ સાડા ચાર લાખ રૂપિયાની લૂંટ, લૂંટારા મિત્રો જ નિકળ્યાં

રાત્રીના અંધારામાં લોકો સાથે લૂંટ ચલાવતી ટોળકીને પોલીસે પકડી પાડી છે. આ ટોળકીએ ગુરૂવારે મોડી રાત્રીને એક યુવક સાથે લૂંટ ચલાવી હતી. નવાઇની વાત તો એ છે કે લૂંટારૂ ટોળકીનો માસ્ટર માઇન્ડ તેની સાથે રહેતો તેનો મિત્ર જ હતો. જો કે પોલીસે ગણતરીની કલાકોમાં આ લૂંટારૂ ટોળકીના પાંચ શખ્સોને પકડી પાડ્યા. જ્યારે એક શખ્સ પોલીસ પકડથી બહાર છે જેની પોલીસે શોધખોળ શરૂ કરી છે.

Mar 20, 2021, 12:01 AM IST

સુરતમાં ડબલ મર્ડરનો ભેદ ઉકેલાયો, ચોરીના વહેમમાં માર્યો હતો માર

પોલીસે (Police) અલગ-અલગ ટીમો બનાવી બાતમીના આધારે આરોપીઓ ગંગાધર સૌમનાથ ખટાઇ, રબિન્દર ઉર્ફે રવિ વિપ્ર સ્વાંઇ અને રાજા સુભાષ પ્રધાનને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યાં હતાં.

Mar 14, 2021, 05:05 PM IST

NRI સિનિયર સિટીઝનની આંખમાં મરચાની ભૂકી નાખનાર, ક્રાઇમ બ્રાંચની આંખોથી બચી ન શક્યા

આંખમાં મરચાંની ભૂકી નાખીને ઘરમાંથી ટીવી,મોબાઈલ, દાગીનાની લૂંટ (Robbery) ચલાવી ફરાર થઈ ગયા. જે મામલે પોલીસે 1 સગીર સહિત 4 લોકો ને પકડી પાડી લૂંટનો ભેદ ઉકેલ્યો છે.

Feb 26, 2021, 05:46 PM IST

સુરતમાં ધોળા દિવસે ફિલ્મી સ્ટાઇલે લૂંટ: લૂંટારૂ ઘરેણા સમજીને લેપટોપ બેગ ઉઠાવી ગયા !

ડાયમંડ અને ટેકસટાઇલ સિટી તરીકે જાણીતું સુરત હવે CRIME CITY તરીકે પણ જાણીતું થતું જઇ રહ્યું છે, સુરત શહેરમાં લૂંટ, અપહરણ, ફાયરિંગ, બળાત્કાર અને હત્યા જેવી ઘટનાઓ દરરોજ બની રહી છે. બીજી તરફ સુરત શહેર પોલીસ ઘટના બન્યા બાદ તેને ઉકેલવાના નામે શાબાશી તો લઈ રહી છે પરંતુ એ પણ હકીકત છે કે ગુનેગારોમાં સુરત શહેર પોલીસનો ડર રહ્યો નથી. જેથી તો ગુનેગારો ગુનાની ઘટનાને અંજામ આપતા ખચકાતા નથી, ત્યારે સુરતમાં વધુ એક લૂંટની ઘટના બનવા પામી છે.

Feb 8, 2021, 09:17 AM IST

Valsad: એકલા રહેતા વૃદ્ધો માટે ચેતવણીરૂપ કિસ્સો, જરૂર છે સાવચેત રહેવાની

છેવાડાના ગામડાઓમાં એકલા રહેતા વૃદ્ધો અને આધેડોએ સાચવીને રહેવાની જરૂર છે. કારણ કે તેમની આસપાસના જ કેટલાક લોકો તેમની સંપતી પર રાખી રહ્યા છે બાજ નજર. આવુ જ કઈક થયુ છે વલસાડના ઉમરગામના એક આધેડ સાથે. તેમણે ન વિચારી હોય તેવી ઘટના જિંદગીભરની ખરાબ યાદ બનીને રહી ગઈ. આરોપીઓ પકડાયા તો ખરા પણ વિશ્વાસ પર ઉઠી ગયા સવાલ.

Feb 3, 2021, 11:00 PM IST

ઘર કા ભેદી લંકા ઢાયે: કંપનીના 44 લાખ લૂંટાયાના કેસમાં સિક્યુરિટી ગાર્ડનું જ નામ ખુલ્યું

શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ લૂંટારુઓએ લાખ્ખો રૂપિયાની લુંટને અંજામ આપ્યો. જો કે પોલીસને જાણ કરતા જ પોલીસે ગણતરીના કલાકોમાંજ આરોપીને ઝડપી પાડ્યા હતા. જોકે આ લુંટ કેસમાં મુખ્ય આરોપી બીજું કોઈ નહિ પરંતુ કંપનીનો જ સિક્યુરિટી ગાર્ડ નીકળ્યો હતો. તાજેતરમાં જ અમદાવાદ જીલ્લાના ચાંગોદર રેલવે ફાટક પાસેથી પસાર થઈ રહેલા પાન મસાલાની ફેકટરીના કર્મચારી પર હુમલો કરી લૂંટારુઓ 44 લાખ 50 હજારની રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યા અને ગણતરીની કલાકોમાં જ આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસસે  કંપનીના સિક્યુરિટી ગાર્ડ સહિત છ આરોપીઓને ઝડપી ધાડમાં લૂંટાયેલી તમામ રોકડ કબ્જે કરી છે.

Jan 9, 2021, 07:36 PM IST

ધંધામાં નુકશાન જતાં મિત્રોએ મળી બનાવ્યો લૂંટનો પ્લાન, યુપીથી ગેંગ બોલાવી અને પછી...

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આરોપીઓની ઓળખ થઇ ચુકી અને પાંચ આરોપીઓની રાજવીર સિંહ બરજપાલસિંહ ગૌર, સત્યેન્દ્રસિંહ ઉર્ફે લલ્લા ગૌર, સુકેન્દ્રસીંગ અજમેરસિંગ નરવરિયા, દિપક પરિહાર તથા અજય મરાઠાની મહારાષ્ટ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. 

Jan 7, 2021, 12:07 AM IST

ગુજરાતમાં ગુંડારાજ? અમદાવાદ, અમરેલી અને સુરતમાં જ્વેલર્સની દુકાનોમાં ફિલ્મી સ્ટાઇલે લાખો રૂપિયાની લૂંટ

  શહેરમાં કાયદો અને વ્યવસ્થા દિવસેને દિવસે કથળતા જઇ રહ્યા છે. હવે ગુજરાતમાં પણ હથિયારો બતાવીને લૂંટની ઘટનાઓ અને ફાયરિંગની ઘટનાઓ સામે આવવા લાગી છે. ઠક્કરનગરમાં પાન મસાલાના હોલસેલના વેપારી પર ફાયરિંગની ઘટનાની સ્યાહી સુકાઇ નથી ત્યાં નિકોલ વિસ્તારમાં ઉમિયા સર્કલ પાસે આવેલા વિરલ જ્વેલર્સ નામની દુકાનમાં લૂંટની ઘટના બની છે. ઘટના અંગે માહિતી મળતા નિકોલ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. 

Jan 3, 2021, 11:07 PM IST

અમદાવાદ: પોલીસે શાકભાજીની લારીમાં ચલાવી લૂંટ, તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

શહેરના જમાલપુરમાં પોલીસ દ્વારા શાકભાજીમાં પણ કટકી કરવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ મામલે પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, કર્ફ્યૂ સમયે એક શાકભાજીનો ફેરિયો શાકભાજી વેચવા માટે નિકળ્યો હતો. મોટા પ્રમાણમાં લોકો શાકભાજી ખરીદી રહ્યા હતા. જો કે પોલીસ અચાનક આવી ચડતા ફેરિયો લારી મુકીને ભાગી છુટ્યો હતો. 

Nov 24, 2020, 12:45 AM IST

લાખોની લૂંટ ચલાવી અંધારામાં પાડી રહ્યા હતા ભાગલા, પોલીસે કરી 5 લાખની રિકવરી

નરોડા વિસ્તારમાં આવી અંધારામાં પૈસાની વહેંચણી કરી રહ્યાં હતા ત્યારે જ નરોડા પોલીસ ત્રાટકી હતી. ત્યારે અંધારાનો લાભ લઇ એક આરોપી પલાયન થઇ ગયો હતો.

Nov 8, 2020, 01:00 PM IST

અમદાવાદ: 2 IPS અધિકારીઓનાં બાજુના બંગ્લામાં રહેતા ડોક્ટરના ઘરેથી ધોળા દિવસે થઇ લૂંટ

શહેરમાં ચોર લૂંટારાઓ બેફામ બન્યા છે. કાયદો અને વ્યવસ્થાની તો જાણે કોઇને પડી જ નથી કે પોલીસનો કોઇના મનમાં ડર નથી તેવી ઘટનાઓ અવાર નવાર ઘટતી રહે છે. શહેરનાં થલતેજ વિસ્તારમાં ધોળા દિવસે લૂંટનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. જાણીતા તબીબનો પુત્ર ઘરે હાજર હતો તે દરમિયાન અજાણ્યા શખ્સો ઘરમાં ઘુસી ગયા અને છરી બનાવીને લૂંટ ચલાવી હતી. થલતેજ વિસ્તારમાં આવેલ સોમવીલા સોસાયટીમાં રહેતા અને જીસીએસ મેડિકલ કોલેજમાં એમબીબીએસમાં અભ્યાસ કરતા ભવ્ય દરજીએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. બે વાગ્યે અજાણ્યા શખ્સોએ છરી બતાવીને બ્રેસલેટ તેમજ વીંટી લૂંટી લીધી હતી.

Sep 28, 2020, 10:42 PM IST

લાલબત્તી સમાન કિસ્સો: LIC એજન્ટ હોવાનો ફાયદો ઉઠાવી મહિલા કરતી હતી આવું કામ

આ મહિલા રેકી કરવાનું કામ આ મહિલા કરતી હતી. પોતે એલઆઇસી એજન્ટ હોવાનો ફાયદો ઉઠાવી આ મહિલા પૈસા ઉઘરવા જતી જ્યાં ઘરના લોકેશન અને કેટલા સભ્યો છે

Sep 11, 2020, 11:23 PM IST

આણંદના પટેલ પરિવારના મોભીની અમેરિકામાં લૂંટના ઈરાદે હત્યા કરાઈ

  • ગુજરાતમાં અશ્વેત લૂંટારૂઓની નજર સૌથી વધુ ગુજરાતીઓ પર હોય છે.
  • અશ્વિન પટેલ છેલ્લા 30 વર્ષથી અમેરિકાના સાઉથ કારોલીનાના બ્લેકવિલમાં સ્થાઈ થયા હતા

Sep 11, 2020, 08:46 AM IST

કોરોનામાં નોકરી છૂટી ગઇ તો થઇ ગયું દેવું, ટેક્સટાઇલ એન્જીનિયરે દેવું ઉતારવા ઘડ્યો લૂંટનો પ્લાન

જવેલર્સ નિખિલ અને મહેશ પર ફાયરિંગ કરી સોનાની 27 ચેઇન કિંમત રૂપિયા 27.46 લાખની લૂંટ ચલાવી 3 આરોપી બાઈક પર લિક રોડ તરફ જ્યારે એક હવામા ફાયરિંગ કરતા મહમદપુરાથી દહેજ તરફ નાસી છૂટ્યો હતો. 

Sep 10, 2020, 08:49 PM IST

લૂંટ વિથ મર્ડર: લૂંટારૂઓએ વૃદ્ધ દંપતીને બનાવ્યું નિશાન, મહિલાના મોઢે ડૂચો માર્યોને...

વલસાડ નજીક આવેલા ભૂતસર ગામમાં લૂંટ વિથ મર્ડરની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઇ છે. એક વૃદ્ધ દંપતીને નિશાન બનાવી લૂંટારૂ ટોળકીએ મહિલાની હત્યા કરી દાગીના અને સોનું સહિત રોકડ રકમની લૂંટ કરી લૂંટારું ટોળકી ફરાર થઈ ગઈ છે. જેને ઝડપવા વલસાડ જિલ્લા પોલીસનો કાફલો અત્યારે દોડધામ કરી રહ્યો છે.

Aug 31, 2020, 09:02 PM IST

સુરત શહેર પોલીસના માથાનો દુખાવો બની આ ગેંગ, બાતમીના મળતા પોલીસે ગોઠવી વોચ

સુરતના મહિધરપુરા પોલીસના હાથે લાગી ખજૂરી ગેંગ. ઘણા સમયથી સુરત શહેર પોલીસના માથાનો દુખાવો બની હતી આ ગેંગ. મહિધરપુરા પોલીસે આ ગેંગના 6 સભ્યોને આંગડિયા પેઢીના સભ્યોને બંધક બનાવી લૂંટ ચલાવે તે પહેલા જ બાતમીના આધારે ઝડપી લીધા છે.

Aug 24, 2020, 04:35 PM IST

સુરત: વેસુના સ્પામાં ઘુસીને ચાર ઇસમોએ ચપ્પુની અણીએ મહિલાને બંધક બનાવી લૂંટ

વેસુ વીઆઇપી રોડ પર આવેલા રૂંગટા શોપીંગ સેન્ટરમાં ચાર ઇસમોએ લૂંટ ચલાવી હતી. જીમી સ્પા એન્ડ મસાજ સેન્ટરમાં ઘુસીને ચારેય ઇસમો દ્વારા ચપ્પુની અણીએ મહિલાને બંધક બનાવી હતી. મહિલાને ડરાવી ધમકાવીને તેની પાસે રહેલો મોબાઇલ ફોન અને રોકડા 1100 રૂપિયાની લૂંટ ચલાવીને નાસી છુટ્યા હતા. 

Jul 21, 2020, 04:24 PM IST