ના કોઈ દિવસ ઉઠાવી બંદુક કે ના કોઈને માર્યો તમાચો, તો પણ આખું મુંબઈ આ વ્યક્તિને કરતું હતું સલામ!
મુંબઈમાં અનેક ડૉન થયા પણ જે ઈમેજ હાજી મસ્તાને બનાવી હતી. તે આજ સુધી કોઈ ડૉન બનાવી નથી શક્યું. હાજી મસ્તાન મુંબઈનો પહેલો ડૉન હતો. જોકે, મસ્તાન પહેલા કરીમ લાલા અને વર્ધારાજન જેવા ગુંડાઓ હતા. પણ, તે લોકો કોઈ દિવસ ડૉન જેવી છાપ ન છોડી શક્યા.
Trending Photos
યશ કંસારા, અમદાવાદઃ મુંબઈમાં અનેક ડૉન થયા પણ જે ઈમેજ હાજી મસ્તાને બનાવી હતી. તે આજ સુધી કોઈ ડૉન બનાવી નથી શક્યું. હાજી મસ્તાન મુંબઈનો પહેલો ડૉન હતો. જોકે, મસ્તાન પહેલા કરીમ લાલા અને વર્ધારાજન જેવા ગુંડાઓ હતા. પણ, તે લોકો કોઈ દિવસ ડૉન જેવી છાપ ન છોડી શક્યા. ભલે મસ્તાને ખોટા ધંધા કર્યા પણ તેના કારણે કોઈ દિવસે સામાન્ય નાગરિકોને તકલીફ નથી પહોંચી તેવું લોકો કહે છે. તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે, હાજી મસ્તાનની કહાની જેણે વગર બંદુક ઉઠાવે મુંબઈ પર રાજ કર્યું.
કોણ હતો મસ્તાન?
હાજી મસ્તાનનું અસલ નામ મસ્તાન હૈદર મિર્ઝા હતું. તમિલ નાડુના કુડલોરમાં 1 માર્ચ 1926ના રોડ તેનો જન્મ થયો હતો. મસ્તાનના પિતા હૈદર મિર્ઝા એક ખેડૂત હતા. તેમની પાસે એટલી ઓછી જમીન હતી કે, તેઓ પોતાનું ગુજરાન પણ નહોતું ચલાઈ શકતા. એટલી ગરીબી હતી કે ઘણીવાર પરિવારને એક ટાઈમ ભુખા સુવું પડતું હતું. ત્યારે, ઘરની હાલત જોતા નવા કામ માટે મસ્તાનના પિતા હૈદર મિર્ઝાએ શહેર તરફ જવાનો નિર્ણય લીધો.
મુંબઈ આવ્યું મસ્તાન પરિવાર:
મસ્તાન પરિવાર 1934માં મુંબઈ આવ્યું. ત્યારે, હાજી મસ્તાન માત્ર 8 વર્ષનો હતો. થોડાં દિવસ આમ તેમ નાના મોટા કામ કર્યા બાદ હૈદર મિર્ઝાએ ક્રોફૉર્ડ માર્કેટમાં સાઈકલ રીપેરિંગની દુકાન શરૂ કરી હતી. 8 વર્ષની ઉંમરે હાજી મસ્તાન પોતાના પિતાની સાઈકલ રીપેરિંગની દુકાન પર તેમની મદદ કરતો હતો. દુકાન બહુ ચાલતી ન હતી. ત્યારે, તેના પિતાની દુકાન પર બેઠા બેઠા તે રસ્તા પરથી પસાર થતી ગાડીઓ જોતો અને મસ્તાન તેવી ગાડીઓમાં ફરવાના સપના જોયા હતા.
કુર્લામાં કામ કરવાની કરી શરૂઆત:
મસ્તાનની દુકાન ખોલ્યાને 10 વર્ષ થઈ ગયા હતા. પણ તેમે જે સપના જોયા હતા તે આ દુકાનથી પુરા થઈ શકે તેમ ન હતા. હવે મસ્તાન 18 વર્ષનો થઈ ચુક્યો હતો અને તેના મિત્રો પણ ઘણા બધા બની ગયા હતા. તેના ઘણા મિત્રો ડૉકયાર્ડ પર કામ કરતા હતા. જેથી મસ્તાને પણ ડૉકયાર્ડ પર કુલી તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. જ્યાં તેની મુલાકાત ગાલિબ શેખ નામના વ્યક્તિ સાથે થઈ હતી. ગાલિબ ડૉક પર આવતા ખાસ સામાનની કુલીઓ પાસેથી ચોરી કરાવતો હતો. અને તે સામાન ચોરી કરવાની કિંમત પણ સારી આપતો હતો.
ક્રાઈમની દુનિયામાં મસ્તાને કરી એન્ટ્રી:
1940ના દાયકામાં ઈલેક્ટ્રોનિક્સના સામાન, કિંમતી ઘડીયાળ, સોના-ચાંદી, લાવવા માટે ઉંચી કિંમતો ઉંચો ટેક્સ ચુકવવો પડતો હતો. જેના કારણે ડોકયાર્ડ પર મોટા પ્રમાણમાં તસ્કરી ચાલી રહી હતી. કેટલાક લોકો હજ પર જતો તો પોતાની સાથે સોનું લઈને આવતા. જે સોનાને મસ્તાન પોલીસથી છુપાવીને તેમના માલિક સુધી પહોંચાડતો હતો. કુલી હોવાના કારણે કોઈ તેના પર પોલીસ શંકા પણ નહોતી કરતી. બાદમાં આ જ કામ તે ગાલિબ સાથે મળીને કરવા લાગ્યો હતો. જેના કારણે તેને સારા પૈસા મળી રહ્યા હતા.
મસ્તાનની ઈમાનદારી:
ડૉક પર કામ કરતા કરતા મસ્તાનની મુલાકાત એક વાર અરબ ગોલ્ડ સ્મગ્લર શેખ મોહમ્મદ અલ્દાબિજ સાથે થઈ હતી. જે બાદ મસ્તાને તેની સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. એક દિવસ શેખ મોહમ્મદ અલ્દાબિજ પોતાનો સોનાનો જથ્થો લઈને ડૉક પર આવ્યો હતો. જે બાદ તેણે તેના જથ્થાને ડૉકની બહાર લઈ જવા માટે કિધુ હતુ. મસ્તાન તો નીકળી ગયો હતો, પણ શેખ મોહમ્મદ અલ્દાબિજ સોનાના બોક્સ સાથે ઝપડાયો હતો. જેના કારણે તેને ત્રણ વર્ષની સજા થઈ હતી. જેલમાંથી નીકળ્યા બાદ શેખ મોહમ્મદ અલ્દાબિજ ત્રણ વર્ષ પછી તે જ ડૉક પર ગયો હતો. જ્યાં, તેને મસ્તાન મળ્યો હતો અને મસ્તાન શેખ મોહમ્મદ અલ્દાબિજને પોતાના ઘરે લઈ જઈને બોક્સ બતાવ્યું હતું. તે બોક્સને મસ્તાને ખોલ્યું પણ ન હતું. જેનાથી મસ્તાનની ઈમાનદારીનો સબૂત શેખ મોહમ્મદ અલ્દાબિજને મળ્યો હતો. ત્યારે, મસ્તાનની ઈમાનદારીથી ખુશ થઈને શેખ મોહમ્મદ અલ્દાબિજે તેને અડધુ સોનું આપી દિધુ હતું. જે બાદથી મસ્તાનની જિંદગી પલ્ટી ગઈ.
ખુદ હાજી મસ્તાન બની ગયો સ્મગ્લર:
હવે હાજી મસ્તાન પણ તસ્કરીના ઘણા બધા રસ્તાઓ શીખી ગયો હતો. અને આ જ સમયમાં તેની મિત્રતા દમણ અને ગુજરાતના કુખ્યાત તસ્કર સુકુર નારાયણ બખિયા સાથે થઈ હતી. તે બંને સાથે મળીને સ્મગ્લિંગ કરતા હતા. મસ્તાન હવે ફિલ્પસના રેડિયો, બ્રાન્ડેડ વોચ સાથે સોનાના બિસ્કીટની તસ્કરી કરતો હતો. થોડાં વર્ષોમાં મસ્તાનનું નામ એટલું થઈ ગયું હતું કે તે જ હવે એક મોટો ડૉન બની ગયો હતો.
જુલ્મની દુનિયામાં હાજી મસ્તાનનું નામ:
હાજી મસ્તાન પહેલાં મુંબઈમાં વર્ધારાજન અને કરિમ લાલા જેવા ગુંડાઓ પણ હતા. પણ તેમની ઈમેજ ડૉન જેવી ન બની હતી. થોડાં સમય બાદ વર્ધારાજન ચેન્નઈ રિટર્ન થયો હતો અને કરિમ લાલા પણ પોતાનો ધંધો ઓછો કરી રહ્યો હતો. હવે મસ્તાનનું મુંબઈ પર રાજ હતું. 10 વર્ષની અંદર જ મસ્તાને સમુદ્રમાં થનારી તસ્કરીનો કિંગ બની ગયો હતો.
મસ્તાનના શોખ:
મસ્તાને સ્મગ્લિંગથી એટલા પૈસા બનાવી લીધા હતા. કે હવે તે પોતાના દરેક સપના પુરા કરી શકે તેમ હતો. મસ્તાને મુંબઈના પોશ વિસ્તારમાં પોતાનો બંગલો બનાવી લીધો હતો. મસ્તાને પોતાના માટે મોંઘી ઘાટ ગાડિઓ પણ ખરીદી. અને મસ્તાન કાયમ સફેદ રંગના સફારી શૂટ પહેરતો હતો. સાથે જ તે ત્રિપલ 5 બ્રાન્ડની સિગરેટ અને સિગાર સ્મોક કરતો હતો.
બોલીવૂડ અને હાજી મસ્તાન:
મસ્તાન ફિલ્મોનો શોખિન હતો તેને ફિલ્મ જોવાનું પસંદ હતું. અમિતાભ બચ્ચનથી લઈને સુનિલ દત્ત સુધી તમામ ફિલ્મ એક્ટરો સાથે તેનું ઉઠવા બેસવાનું હતું. 1970ના દાયકમાં બનેલી ફિલ્મ 'દિવાર' હાજી મસ્તાનના જીવનથી સલીમ જાવૈદે પ્રેરાઈને બનાવી હતી. અમિતાભ બચ્ચને આ ફિલ્મમાં હાજી મસ્તાનનો રોલ પ્લે કર્યો હતો. ત્યારે, હાજી મસ્તાનના કેરેક્ટરને સમજવા માટે હાજી મસ્તાન સાથે અમિતાભ બચ્ચન કલાકો સુધી બેસતો હતો.
મધુબાલા સાથે પ્રેમ:
મસ્તાનની મુલાકાત એક દિવસ મધુબાલા સાથે થઈ હતી. અને મસ્તાન મધુબાલાના પ્રેમમાં પડ્યો હતો જે વાતની જાણ મધુબાલાને થઈ હતી. જોકે, આ એક તરફો પ્રેમ હતો. મસ્તાનને ખબર હતી કે તે મધુબાલા સાથે લગ્ને નહીં કરી શકે. ત્યારે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક સોના નામની નવી અભિનેત્રી આવી હતી. જેનો ફેસ મધુબાલા સાથે મળતો હતો. જેના કારણે તે સોનાની ફિલ્મને ફાઈનાન્સ કરતો હતો. પણ તેની એક્ટિંગમાં કોઈ ખાસ દમ ન હતો. જેના કારણે તેની ફિલ્મો ફ્લોપ જતી હતી. પરંતુ, મસ્તાને સોનાની સાથે બાદમાં લગ્ને કરી લીધા હતા.
હાજી મસ્તાને પ્રથમાવાર જવું પડ્યું જેલ:
મસ્તાન એક મોટું નામ હતું. તેને ધરપકડ કરવાની કોઈ પોલીસવાળાની હિમ્મત પણ ન હતી. કેમ કે મસ્તાન પોલીસ કર્મીઓને ગિફ્ટ આપી ખરીદી લેતો હતો. અને જે લોકો તેની લાલચમાં ન આવતા તેવા પોલીસ કર્મીઓની તે ટ્રાન્સફર કરાવી દેતો હતો. 1974માં પોલીસે તેને પહેલીવાર અરેસ્ટ કર્યો હતો. પણ તેને જેલમાં ન હતો મોકલવામાં આવ્યો. તેને કોલ્હાપુરના ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યો હતો. ત્યાં તેને VIP ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી . તે સમયે ઈન્દિરા ગાંધીએ દેશમાં ઈમનજન્સી લાગૂ કરી હતી. જેના કારણે હાજી મસ્તાનને અરેસ્ટ કરાયો હતો. 18 મહિના હાજી મસ્તાન જેલમાં રહ્યો હતો. દરમિયાન તેની મુલાકાત જય પ્રકાશ નારાયણ સાથે થઈ હતી. જ્યાંથી મસ્તાનના જીવનમાં મોટો વળાંક આવ્યો હતો. મસ્તાનના ઈરાદા હવે બદલાયા હતા અને ઈમરજન્સી હટયા બાદ ચૂંટણી થઈ અને તેમાં કોંગ્રેસી સરકારની હાર થઈ હતી. અને જનતા પાર્ટીની જીત થઈ હતી. જે બાદ હાજી મસ્તાનના તમામ ગુના માફ કરાયા હતા.
હાજી મસ્તાન પડ્યું નામ:
જેલમાંથી બહાર આવ્યા બાદ મસ્તાન હજ ગયો હતો. જેના કારણે હવે લોકો તેને હાજી મસ્તાન કહેવા લાગ્યા હતા. જ્યારે, મસ્તાન જેલમાં કેદ હતો ત્યારે તેણે જય પ્રકાશ નારાયણને વાયદો કર્યો હતો કે તે ગુનાહિત પ્રવૃત્તિઓ છોડી દેશે અને મસ્તાને કર્યું પણ એવું જ.
રાજનીતિમાં હાજી મસ્તાનમાં એન્ટ્રી:
હજથી આવ્યા બાદ હાજી મસ્તાને ખોટા ધંધા બંદ કરી દિધી હતા. મસ્તાને પોતાની પાર્ટી બનાવી રાજનીતિમાં ઝંપલાવ્યું હતું. 1984માં મસ્તાને દલિત નેતા જોગિન્દર કામ્બલે સાથે મળીને દલિત મુસ્લિમ એકતા સંઘ નામની પાર્ટી બનાવી હતી. જેનું નામ 1990માં બદલીને ભારતીય અલ્પસંખ્ય કરાયું હતું. દિલીપ કુમાર આ પાર્ટી માટે પ્રચાર કરતા હતા પણ ચૂંટણીમાં પાર્ટીને સફળતા મળી ન હતી.
મસ્તાન બાદ બદલાઈ ગયું મુંબઈ અંડરવર્લ્ડ:
મસ્તાનના રાજનીતિમાં આવ્યા બાદ મુબંઈ અંડરવર્લ્ડમાં ઘણા નવા ચહેરાઓ આવવા લાગ્યા હતા. દાઉદ ઈબ્રાહિમ, અરુણ ગાઉલી, જેવા અનેક નવા ગેંગ બનવા લાગ્યા. આ લોકોએ એવા કામ કર્યા જેવા હાજી મસ્તાને નહોતા કર્યા. હાજી મસ્તાને વગર બંદુકે મુબંઈ પર રાજ કર્યું હતું. પણ આ તમામ લોકોએ લોકોની હત્યા કરી પોતાનો ખોફ પૈદા કર્યો હતો. 1994માં હાજી મસ્તાનનું હાર્ટ અટેકથી મૃત્યુ થયું હતું અને અંત આવ્યો રોબિન હૂડ ઓફ મુંબઈ અંડરવર્લ્ડનો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે