seized

થર્ટી ફર્સ્ટ પહેલા દારૂની રેલમછેલ કરવા માટેની તૈયારી, પોલીસ 29 લાખ રૂપિયાનો દારૂ ઝડપી લીધો

જસદણ-આટકોટ બાયપાસ પર રાજકોટ રૂરલ એલસીબીની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી ઈંગ્લીશ દારૂનો જંગી જથ્થો ભરેલો ટ્રક ઝડપી લીધો હતો. પોલીસે ટ્રકની તલાસી લેતા ટ્રકમાંથી 29 લાખ 23 હજારની કિંમતનો 700 પેટી વિદેશી દારૂની મળી આવ્યો હતો. નવાઇની વાત તો એ હતી કે, હરિયાણાથી દારૂ ભરીને આવેલા ટ્રકની નંબર પ્લેટ બનાસકાંઠા જીલ્લાની હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તપાસ કરતા બનાસકાંઠાની નકલી નંબર પ્લેટ સાથે ગુજરાતમાં દારૂ ઘૂસાડવામાં આવતો હોવાનો પર્દાફાશ થયો હતો. હાલ પોલીસે આરોપીની પુછપરછ શરૂ કરી છે. 

Nov 27, 2021, 08:54 PM IST

મોરબીમાં પહેલા હીરોઇન આવી અને પછી હેરોઇન આવ્યું, શું કંઇક અલગ જ રંધાઇ રહ્યું છે?

ઝીંઝુડા ગામે રહેણાંક મકાનમાંથી ૧૧૮ કિલો જેટલા હેરોઇનના જથ્થા સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. એટીએસની ટીમ દ્વારા જે ત્રણ આરોપીઓને પકડવામાં આવ્યા હતા. તેને આજે મોરબીની પ્રિન્સિપાલ ડ્રીસ્ટકટ એન્ડ એડિશનલ સેશન્સ કોર્ટ અને એનડીપીએસની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે બંને પક્ષના વકીલોની દલીલને ધ્યાનમાં રાખીને એટીએસની ટીમ દ્વારા ૧૪ દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. તેની સામે ૧૨ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે. જેથી કરીને આગામી ૨૮ તારીખ સુધી ૩ શખ્સો એટીએસના કબજામાં રહેશે અને તે દરમિયાન કેટલાક નવા ચોંકાવનારા ખુલાસાઓ પણ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

Nov 16, 2021, 07:05 PM IST

Team India નો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મોટી મુશ્કેલીમાં!, જાણો શું છે મામલો

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ખુબ ઓછા સમયમાં કરિયરમાં મોટી સફળતા આંબી છે. હાર્દિક પંડ્યા લક્ઝરી લાઈફ જીવવા માટે જાણીતો છે. વર્લ્ડ ક્રિકેટમાં હાર્દિક પંડ્યાએ ખુબ જ ઓછા સમયમાં ખુબ દૌલત અને શોહરત મેળવી છે. હાર્દિક પંડ્યા વિશે પણ હવે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.

Nov 16, 2021, 07:49 AM IST

અમદાવાદમાં દારૂ'ખાના' ની રેલમ છેલ થાય તે પહેલા પોલીસનો દરોડો, એટલો દારૂ પકડાયો કે પોલીસ પણ વિચારતી થઇ

દિવાળીના તહેવારોમાં દારૂ છુપાવાની બુટલેગરને આપવાનુ રેકેટ ઝડપાયું છે. અસલાલી પોલીસે ફાર્મમાં છુપાયેલા 18 લાખના દારૂ સાથે 4 આરોપીની ધરપકડ કરી. રાજસ્થાનથી દારૂ લાવી અમદાવાદના જુદા -જુદા બુટલેગરને પહોંચાડે તે પહેલા જ પોલીસે લાખોનો દારૂ ઝડપી લીધો. અત્રે ઉલ્લે્ખનીય છે કે, દિવાળી પહેલા આટલા મોટા પ્રમાણમાં દારૂ ઝડપાતા પોલીસ પણ વિચારમાં પડી છે. 

Nov 1, 2021, 09:49 PM IST

Dahod માં પહેલી વખત 2.74 કરોડની કિંમતના ગાંજાનાં છોડ ખેતરમાંથી ઝડપાયા, ખળભળાટ મચ્યો

ઈતિહાસમાં પહેલી વખત ગાંજાની ખેતી અહીંથી વિપુલ પ્રમાણમાં મળી આવતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. દાહોદના સીંગવડ તાલુકાના અગારા હાંડી ગામેથી દાહોદ LCB , SOG સહીતની ટીમે 3 ખેતરમાંથી 2 કરોડ ઉપરાંતનો ગાંજો ઝડપી પોલીસે 3 ખેતરના માલિક વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Oct 22, 2021, 10:54 PM IST

BANASKANTHA બની રહ્યું છે ડ્રગ્સનું હબ? રાજસ્થાન મોકલાઇ રહેલું લાખોનું ડ્રગ્સ ઝડપાયું

સરહદી બનાસકાંઠા જિલ્લામાંથી છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સની હેરાફેરીની બદી ખૂબ જ વધી ગઈ છે.  જેને પગલે બાતમીના આધારે પાલનપુર SOG પોલીસે લકઝરી બસ માંથી રાજસ્થાન તરફ લઈ જવાત 26 લાખ રૂપિયાના મેફેડ્રોન (એમ.ડી) ડ્રગ્સ સાથે બે રાજસ્થાનના શખ્સોની અટકાયત કરી ડ્રગ્સ સહિત કુલ 26.33 લાખ રૂપિયાના મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. 

Sep 27, 2021, 11:54 PM IST

KUTCH માંથી 3 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું, ચેન્નાઇનું દંપત્તી હતુ માસ્ટર માઇન્ડ?

મુંદ્રા પોર્ટ પરથી 3 હજાર કિલો હેરોઈન કેસમાં DRI એ ટેલ્ક સ્ટોનના નામે માલ મંગાવનાર આયાતકાર પેઢીના સંચાલક દંપત્તિના ૧૦ દિવસના રીમાન્ડ મેળવ્યા છે. આરોપી મચવરમ્ સુધાકર અને તેની પત્ની આજે ભુજની સ્પેશિયલ NDPS કૉર્ટમાં પાલારાથી વિડિયો કોન્ફરન્સ મારફતે રજૂ કરાયાં હતા. આરોપી દંપતી તમિલનાડુના ચેન્નાઈનું રહીશ છે.

Sep 20, 2021, 11:48 PM IST

ગુજરાતમાં દારૂ બાદ ડ્રગ્સની પણ થશે રેલમછેલ? ATS દ્વારા 150 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી લેવાયું

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મધદરિયા માં ફિલ્મી ઢબે ઓપરેશન ડ્રગ્સ સફળ કરવા માં આવ્યું , ઈરાની બોટમાંથી 150 કરોડોનું ડ્રગ્સ સહીત 7 ઈરાની ની ધરપકડ કરી છે. ઈરાનથી પેટ્રોલની આડમાં ડ્રગ આવી રહ્યું હોવાની માહિતી ગુજરાત ATSને મળી હતી. જે માહિતીના આધારે ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયામાં એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જે ઓપરેશનમાં 7 ઈરાની શખ્સો સાથે 30 કિલ્લો Heroin ડ્રગનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે.

Sep 20, 2021, 10:00 PM IST

નશીલું AHMEDABAD: શહેરમાં 110 કિલો ગાંઝો ઝડપાયો, ચણા મમરાની જેમ થાય છે હેરાફેરી

શહેરમાં ફરી એક વાર નશાનો સામાન ઝડપાયો છે અને એ સામાન પણ એક બે કિલો નહીં 100 કિલોથી પણ વધુ છે. નારોલ પોલીસે લાંભા 3 રસ્તેથી રિક્ષામાં લઈ જવાતા 110 કિલો ગાંજા સાથે રાણીપના 3 ઈસમોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓની પોલીસે પૂછપરછ કરીને મોટી માત્રામાં ગાંજાનો જથ્થો મંગાવનાર અને આપનારની શોધખોળ શરૂ કરી છે.

Apr 3, 2021, 10:35 PM IST

ભાભરમાં મતદાન મથક પાસેથી ભાજપના સિમ્બોલવાળું નકલી EVM ઝડપાતા ચકચાર

બનાસકાંઠાના ભાભર નગરપાલિકાની ચૂંટણી દરમિયાન મતદાન મથક નજીકથી ભાજપના સિમ્બોલવાળુ એક નકલી ઇવીએમ ઝડપાયું હતું. નકલી ઇવીએમ ઝડપાતા કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. જો કે ત્યાર બાદ પોલીસ દ્વારા સમજાવટથી કામ લેવાતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો. ભારતમાં નગરપાલિકાની ચૂંટણી દરમિયાન મતદાન મથક પાસેથી ભાજપના સિમ્બોલવાળુ નિકલી ઇવીએમ ઝડપાયાની વાત વહેતી થતા મોટા પ્રમાણમાં કોંગ્રેસી કાર્યકરો ઉમટી પડ્યા હતા. 

Feb 28, 2021, 11:24 PM IST

Valsad : બિનવાસરી ગાડીમાંથી લાખો રૂપિયાનું બિનવારસી ચરસ મળતા ચકચાર

જિલ્લામાંથી ફરી એકવાર નશાનો કારોબર ઝડપાયો છે પણ આ વખતે જે જથ્થો મળ્યો તે બિનવારસી છે. યુવાધનને બરબાદ કરવા માટે અવારનવાર ગાંજો, ચરસ અને દારૂનો જથ્થો ઝડપાતો હોય છે. આવા સમયે પોલીસની નાક નીચેથી પણ બુટલેગરો ગોરખધંધો કરવાનું ચાલુ રાખે છે. આ વખતે પણ વલસાડમાં આવુ જ કઈક થયું છે. 

Feb 13, 2021, 01:33 AM IST

લો બોલો! લોકલ ક્રાઇમબ્રાંચ દ્વારા વ્યક્તિનાં સોફા અને ઘરનાં ચોખા સહિત ઘરવખરી પણ જપ્ત કરાઇ

અમદાવાદ ગ્રામ્ય LCBએ એક એવા આરોપીની ધરપકડ કરી છે કે, જે છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલો છે. આરોપી મેહુલ પટેલ હાથીજણ વિસ્તારમાં રહે છે. અમદાવાદ ગ્રામ્યના ગામડામાં ભાડે દુકાન રાખી પહેલા વેપારીઓ પાસેથી ઘરવખરી માલસામાન મંગાવતો હતો. જો કે બાદમાં વેપારીઓ સાથે વિશ્વાસ કેળવાયા બાદ તેમને ચેક આપી પૈસા નહીં ચૂકવીને છેતરપિંડી કરતો હતો. 

Jan 5, 2021, 03:36 PM IST

31 ડિસેમ્બરે દારૂ પીવાના હો તો સાવધાન! અમદાવાદમાંથી નકલી દારૂનું કારખાનુ ઝડપાયું

અમદાવાદ : 31 ડીસેમ્બર નજીક આવતા જ બુટલેગરો દારૂની હેરાફેરીમાં લાગી ગયા છે. જયારે પોલીસે વિવિધ નાકાબંધી પોઈન્ટ અને બાતમીદારોનાં નેટવર્કને સક્રિય કરી દીધા છે. એવામાં જ અમદાવાદનાં એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની હદમાંથી ઇંગ્લીશ દારૂ બનાવવાનુ કારખાનું ઝડપાયું છે. PCBની ટીમે આંબાવાડી વિસ્તારના કમલા અપાર્ટમેન્ટમાં ચાલતા દારૂ બનાવવાનાં ગેરકાયદેસર કારખાનાં પર રેડ કરી હતી. 

Dec 24, 2020, 11:18 PM IST

વલસાડ: અઠવાડીયામાં બીજી વાર ડ્રગ્સ ઝડપાતા પોલીસ બેડામાં ચકચાર

ગુજરાત સરકાર દ્વારા એમડી ડ્રગ પર ખુબ જ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને રાજ્યનાં કોઇ પણ ખુણેથી ડ્રગ ઘુસાડવામાં ન આવી શકે તેવો પ્રયાસ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જો કે રાજ્યના પ્રવેશદ્વાર સમાન વલસાડ જિલ્લામાં એક જ અઠવાડીયામાં બીજી વાર એમડી ડ્રગ્સ મળી આવ્યાની ઘટનાથી પોલીસ પણ ચોંકી ઉઠી છે. 

Nov 15, 2020, 09:49 PM IST

સરકારનું 2500 અનાજ બારોબાર સગેવગે થાય તે પહેલા ઝડપાયું, ત્રણની અટકાયત

 શહેરમાં ફરી એકવાર ગરીબોનું અનાજ બારોબાર સગેવગે કરવાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું. પૂર્વ અમદાવાદના સત્યમનગર વિસ્તારમાં આવેલી ગાયત્રી પ્રકાશ ગ્રાહક ભંડાર નામની સસ્તા અનાજની દુકાનને પુરવઠા વિભાગ દ્વારા ફાળવવામાં આવેલો 2500 કિલો ઘઉંનો જથ્થો આરોપીઓ દ્વારા સગેવગે કરાય તે પહેલાં જ ઝોન 5 સ્ક્વોડે અનાજના જથ્થા સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા.

Nov 2, 2020, 09:00 PM IST

અંકલેશ્વરમાં 50 ની નકલી નોટ વટાવવા આવેલા ગઠીયાને ઝડપી લેવાયો

અંસારી માર્કેટ ખાતે 50 રૂપિયા નકલી નોટ વડે ખરીદી કરવા આવેલ કામરેજના ઈસમને એસ.ઓ.જી પોલીસે રંગે હાથો ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસે થી 50 ની 5644 નોટ મળી 2.82 લાખ ઉપરાંતની નકલી નોટ જપ્ત કરી તેમજ હોન્ડા યુનિકોન ગાડી મળી 3.37 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અંકલેશ્વરના અંસારી માર્કેટ ખાતે 50 રૂપિયા નકલી નોટ વડે ખરીદી કરવા આવેલ કામરેજના ઈસમને એસ.ઓ.જી પોલીસે રંગે હાથો ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસે થી 50 ની 5644 નોટ મળી 2.82 લાખ ઉપરાંતની નકલી નોટ જપ્ત કરી હતી. હોન્ડા યુનિકોન ગાડી મળી 3.37 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મૂળ ભાવનગર ભેજાબાજે  ધરે લેપટોપ પર 50 રૂપિયા નોટ સ્કેન કરી તેના પર નંબર સિરીઝ બનાવી પ્રિન્ટ કાઢી નોટ બનાવી હતી. જે નોટોને કટીંગ કરી તેના બંડલ સિરિયલ નંબર સાથે બનાવ્યા હતા. 

Oct 18, 2020, 11:53 PM IST

સુરત : 1 કરોડથી વધારેની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું, ગુજરાતમાં અચાનક ડ્રગ ડીલરો ઉગી નિકળ્યાં?

ગુજરાત ધીરે ધીરે ડ્રગ્સનું હોટસ્પોટ બનતું જાય છે. ત્યારે ગુજરાત પોલીસે પણ ડ્રગ્સના રેકેટને તોડી પાડવા માટે કમર કસી છે. જેના પગલે છેલ્લા થોડા દિવસોમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાત પોલીસ દ્વારા જબ્બે કરવામાં આવ્યું છે. સુરત ક્રાઇમબ્રાંચ દ્વારા આજે એક યુવક પાસેથી 1 કરોડ કરતા પણ વધારે રકમનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે.  જો કે ગુજરાતમાં જે પ્રકારે ડ્રગ્સનો જથ્થો મળી રહ્યો છે તેના કારણે તંત્ર સહિત સરકાર પણ પરેશાન છે. 

Sep 22, 2020, 07:50 PM IST
E-Waste Ordered From China Seized In Surat PT1M26S

સુરતમાં ચીનથી મંગાવેલો ઈ-વેસ્ટ ઝડપાયો

E-Waste Ordered From China Seized In Surat

Sep 22, 2020, 01:55 PM IST

રાજકોટમાં બેઠા બેઠા અમેરિકનોના ખીસ્સામાંથી ડોલર સેરવી લેતા ભેજાબાજો ઝડપાયા, મોડસ ઓપરેન્ડી જોઇ આંખો થઇ જશે પહોંળી

- સૌરાષ્ટ્રના સૌથી મોટા કોલસેન્ટરનો પર્દાફાશ
- રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપી પાડ્યું કોલસેન્ટર
- 3 સગીર સહિત 9 આરોપીને પકડી મુખ્ય સૂત્રધારને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા
- આરોપીઓ મોટા ભાગે અમેરિકન લોકો સાથે ફ્રોડ કરતા હોવાનું પોલીસ તપાસમાં આવ્યું સામે

Aug 27, 2020, 08:19 PM IST

રાજકોટ: પીએસઆઇ તરીકે ઓળખ આપીને ઉદયપુરમાં 55 હજાર રૂપિયા પડાવ્યા

રાજકોટમાં આમ તો ભુતકાળમાં નકલી પોલીસની ઓળખ આપીને લોકોને છેતરવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. હવે નકલી પીએસઆઇની ઓળખાણ આપી છેતરપિંડી કરવાનો વધારે એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં મોટોડા જીઆઇડીસીમાં આવેલા એક યુનિટમાં માર્કેટિંગનું કામ કરતા સાગર ભાલારાએ લીંબડીના પ્રકાશ દેસાણી જેલમાં છે. 

Aug 22, 2020, 10:20 PM IST