તમારા મોબાઇલમાં સેવ કરી લો આ નંબર, ઓનલાઇન છેતરપિંડીનો શિકાર બનશો તો આવશે કામ

આજકાલ મોટાભાગના લોકો બેન્કિંગ કામ ઓનલાઇન કરી રહ્યાં છે. તેવામાં અનેક લોકો તેની સાથે જોડાયેલા ફ્રોડનો પણ શિકાર બને છે. હવે ગૃહ મંત્રાલયે આ માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. 

તમારા મોબાઇલમાં સેવ કરી લો આ નંબર, ઓનલાઇન છેતરપિંડીનો શિકાર બનશો તો આવશે કામ

નવી દિલ્હીઃ એક દાયકા પહેલા ભારતે ડિજિટલ દુનિયામાં પોતાના પગ મજબૂતીથી જમાવવાનું શરૂ કરી દીધુ. હવે તો સરકાર પારદર્શિતા માટે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને પ્રોત્સાહન આપી રહી છે. બેન્કોની લાઇનો ઓછી થઈ ગઈ છે. મોબાઇલ જ બેન્ક બની ગયો છે. ગણતરીની સેકેન્ડમાં લાખો-કરોડો રૂપિયાની લેતી-દેતી થઈ જાય છે. પરંતુ જેને તેની સમજ ઓછી છે તે છેતરપિંડીનો શિકાર પણ બની રહ્યાં છે. દેશ અને દુનિયાના ખુણે-ખુણામાં આવી ગેંગ એક્ટિવ છે. 

સાઇબર ફ્રોડમાં આર્થિક છેતરપિંડીની સાથે-સાથે બ્લેકમેલિંગ જેવા ગુનાવો પણ સામેલ છે. પોલીસની પાસે ઓનલાઇન છેતરપિંડીની હજારો ફરિયાદો આવતી રહે છે. હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેની સાથે જોડાયેલા મામલાની ફરિયાદ પ્રક્રિયાને સરળ બનાવી છે. આજે એક રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર એક્ટિવ કરી દેવામાં આવ્યો છે. 

— ANI (@ANI) June 17, 2021

કેન્દ્રીય ગૃહ મંત્રાલય પ્રમાણે જો કોઈ વ્યક્તિ સાઇબર ફ્રોડનો શિકાર બને તો તે 155260 નંબર પર કોલ કરી પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. મંત્રાલયે લોકોનું આર્થિક નુકસાન રોકવા માટે આ પગલું ભર્યું છે. ફરિયાદ દાખલ થયા બાદ જલદી કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news