IND vs NZ: કેવું રહ્યું છે ભારત અને ન્યૂઝીલેન્ડનું ટેસ્ટ મેચોમાં એક-બીજા સામેનું પ્રદર્શન, જુઓ આંકડા

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઈનલ મુકાબલો 18 જૂનથી સાઉથમ્પટનના ધ એજિસ બાઉલ સ્ટેડિયમમાં રમાશે.

IND vs NZ: કેવું રહ્યું છે ભારત અને ન્યૂઝીલેન્ડનું ટેસ્ટ મેચોમાં એક-બીજા સામેનું પ્રદર્શન, જુઓ આંકડા

નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઈનલ મુકાબલો 18 જૂનથી સાઉથમ્પટનના ધ એજિસ બાઉલ સ્ટેડિયમમાં રમાશે. ભારત અને ન્યૂઝીલેન્ડ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ટોપની બે ટીમ રહી છે. જેના પગલે બંને ટીમો ફાઈનલ માટે ક્વોલીફાઈ થઈ છે.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધી 59 ટેસ્ટ મેચ રમાઈ છે. જેમાં, ભારતીય ટીમે 21 અને ન્યૂઝીલેન્ડ ટીમે 12 મેચમાં જીત મેળવી છે, જ્યારે, 26 મેચો ડ્રો થઈ છે. આ 59 મેચોમાંથી 25 મેચો ન્યૂઝીલેન્ડમાં રમાઈ છે. જેમાંથી ભારત 5 અને ન્યૂઝીલેન્ડ 10 મેચ જીતી ચુકી છે. ત્યારે, 10 મેચો ડ્રો રહી છે. બંને ટીમો છેલ્લા 2020માં ન્યૂઝીલેન્ડમાં ટેસ્ટ સિરીઝ રમી હતી અને એ સિરીઝમાં ન્યૂઝીલેન્ડે 2-0થી ભારતને માત આપી હતી.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ 1955માં હૈદરાબાદમાં રમાઈ હતી અને એ મેચ ડ્રો થઈ હતી. અને છેલ્લી ટેસ્ટ 2020માં ન્યૂઝીલેન્ડમાં રમાઈ હતી. જેમાં ન્યૂઝીલેન્ડે 7 વિકેટથી ભારતને પરાજીત કરી હતી.

ભારત-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ ક્રિકેટના આંકડા પર એક નજર
- એક ઈનિંગમાં સૌથી વધુ સ્કોર
ભારતઃ 583/7 (અમદાવાદ, 1999)
ન્યૂઝીલેન્ડ: 680/8 (વેલિંગ્ટન, 2014)

- એક ઈનિંગમાં સૌથી ઓછો સ્કોર
ભારતઃ 81 (વેલિંગ્ટન, 1976)
ન્યૂઝીલેન્ડઃ 94 (હેમિલ્ટન, 2002)

- સૌથી મોટી જીત
ભારતઃ એક ઈનિંગ અને 198 રન (નાગપુર, 2010)
ન્યૂઝીલેન્ડઃ એક ઈનિંગ અને 33 રન (વેલિંગ્ટન, 1976)

- બેટ્સમેન દ્રારા સૌથી વધુ રન
ભારતઃ રાહુલ દ્રવિડ (1659, 15 મેચ)
ન્યૂઝીલેન્ડઃ બ્રેન્ડન મેક્લમ (1224, 10 મેચ)

- બેટ્સમેન દ્રારા એક ઈનિંગમાં હાઈએસ્ટ સ્કોર
ભારતઃ વીનૂ માંકડ 231 રન (ચેન્નઈ, 1956)
ન્યૂઝીલેન્ડઃ બ્રેન્ડન મેક્લમ 302 નોટ આઉટ (વેલિંગ્ટન, 2014)

- સૌથી વધુ સેન્ચુરી
ભારતઃ રાહુલ દ્રવિડ (6 સેન્ચુરી)
ન્યૂઝીલેન્ડઃ બ્રેન્ડન મેક્લમ (4 સેન્ચુરી)

- એક સિરીઝમાં સૌથી વધુ સ્કોર
ભારતઃ વીનૂ માંકડ (526 રન, 4 મેચ)
ન્યૂઝીલેન્ડઃ બર્ટ સર્ટક્લિફ (611 રન, 5 મેચ)

- સૌથી વધુ વિકેટ
ભારતઃ બિસન સિંહ બેદી (57 વિકેટ, 12 મેચ)
ન્યૂઝીલેન્ડઃ રિચર્ડ હૈડલી (65 વિકેટ, 14 મેચ)

- એક મેચમાં હાઈએસ્ટ વિકેટ લેનાર બોલર
ભારતઃ રવિચંદ્રન અશ્વિન (13 વિકેટ, ઈન્દોર, 2016)
ન્યૂઝીલેન્ડઃ રિચર્ડ હૈડલી (11 વિકેટ, વેલિંગ્ટન, 1976)

- એક સિરીઝમાં સૌથી વધારે વિકેટ
ભારતઃ સુભાષ ગુપ્તે (34 વિકેટ, 5 મેચ, 1955-56)
ન્યૂઝીલેન્ડઃ રિચર્ડ હૈડલી (18 વિકેટ, 3 મેચ, 1988)

- સૌથી વધારે મેચ
ભારતઃ સચિન તેન્ડુલકર (24 મેચ)
ન્યૂઝીલેન્ડઃ ડેનિયલ વિટોરી (15 મેચ)

- સૌથી મોટી બેટિંગ પાર્ટનરશીપ
ભારતઃ વીનૂ માંકડ - પંકજ રોય (413 રન)
ન્યૂઝીલેન્ડઃ બ્રેન્ડન મેક્લમ - બીજે વૉટલિંગ (352 રન)

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news