રાફેલ હોત તો બાલકોટ અભિયાનનું પરિણામ વધારે સારુ આવ્યું હોત: વાયુસેના પ્રમુખ

વાયુસેના પ્રમુખ એરચીળ માર્શલ બીએસ ધનોઆએ કહ્યું કે, બાલકોટ હવાઇ હુમલામાં ટેક્નોલોજી ભારત પક્ષે નહોતી, જો યોગ્ય સમયે રાફેલ મળી ગયા હોત તો પરિણામો વધારે સારા હોત

રાફેલ હોત તો બાલકોટ અભિયાનનું પરિણામ વધારે સારુ આવ્યું હોત: વાયુસેના પ્રમુખ

નવી દિલ્હી : વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ બી એસ ધનોઆએ સોમવારે કહ્યું કે, બાલકોટ હવાઇમ હુમલામાં ટેક્નોલોજી ભારતનાં પક્ષમાં હતી અને જો સમયે રાફેલ ફાઇટર જેટ મળી ગયા હોત તો પરિણામ દેશનાં પક્ષમાં જ હોત. તેઓ ભવિષ્યની એરોસ્પેસ શક્તિ અને ટેક્નોલોજીનાં પ્રભાવ અંગે આજોયીત એક સંગોષ્ટીને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, બાલકોટ અભિયાનમાં આપણી પાસે ટેક્નોલોજી હતી અને આપણે ખુબ જ સટીકતા સાથે હથિયારોનો ઉપયોગ કરી શક્યા. ત્યાર બાદ આપણે વધારે મજબુત બન્યા કારણ કે આપણે મિગ-21, બિસોન અને મિરાજ 2000 વિમાનને ઉન્નત બનાવ્યા હતા. 

ધનોઆએ કહ્યું કે, જો અમે સમયે રાફેલ વિમાનનો સમાવેશ કરી લીધો હોત તો પરિણામ આપણા પક્ષમાં વધારે મજબુતી સાથે હોત. ગત્ત 14 ફેબ્રુઆરીએ પુલવામાં થયેલા આતંકવાદી હુમલાનાં જવાબમાં ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનનાં બાલકોટ ક્ષેત્રમાં જૈશ એ મોહમ્મદની આતંકવાદી શિબિરો પર હવાઇ હુમલાઓ કરવામાં આવ્યા હતા.

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફનાં 40 જવાન શહીદ થઇ ગયા હતા. ધનોઆએ કહ્યું કે, રાફેલ અને એસ-400 જમીનથી હવામાં માર કરનારી મિસાઇ સિસ્ટમનો સમાવેશ કરવાનાં પ્રસ્તાવ હેઠળ આગામી બેથી ચાર વર્ષમાં ફરીથી ટેક્નોલોજી સંતુલન આપણા પક્ષમાં આવી જશે, જેવું કે 2002માં ઓપરેશન પરાક્રમ દરમિયાન થયું હતું. 

આઇએએફનાં દિવંગત માર્શલ અર્જન સિંહની જન્મ શતાબ્દી પ્રસંગે 2040ના દશકમાં એરોસ્પેસ પાવર: ટેક્નોલોજીનો પ્રભાવ વિષય પર સંગોષ્ટી અહીં સુબ્રતો પાર્કમાં આયોજીત કરવામાં આવી હતી. વાયુસેના પ્રમુખે કહ્યું કે, આ કાર્યક્રમ ભારતીય વાયુસેના માર્શલ અર્જન સિંહને એક શ્રદ્ધાંજલી અર્પી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news