શું તમે પણ આઈસ્ક્રીમના દીવાના છો? તો જાણો આ આઈસ્ક્રીમ કંપની વિશે, જેનુ ટર્નઓવર છે 650 કરોડ

શું તમે પણ આઈસ્ક્રીમના દીવાના છો? તો જાણો આ આઈસ્ક્રીમ કંપની વિશે, જેનુ ટર્નઓવર છે 650 કરોડ

નવી દિલ્લીઃ ઉનાળામાં આઈસ્ક્રીમ ઘણા લોકોની પસંદની વસ્તુ છે. ત્યારે હવે અમે તમને એક કંપની વિશે જણાવીશું, જે છેલ્લા 100 વર્ષથી ચાલી રહી છે. ઉનાળાની સીઝનમાં લોકો સૌથી વધુ ઠંડા પીણા પસંદ કરતા હોય છે.. તેમા પર નાના બાળકોને ઠંડા પીણાથી વધુ આઈસ્ક્રીમ વધુ પસંદ હોય છે.. જેના કરાણે વાલીઓ પણ બાળકોને આઈસ્ક્રીમની લાલચ આપતા હોય છે.. એક એવી આઈસ્ક્રીમ કંપની છે જે છેલ્લા 115 વર્ષથી લોકોને આઈસ્ક્રીમ ખવડાવી રહી છે.. આ કંપનીનું નામ છે Vadilal.. યુવાનોએ આ આઈસ્ક્રીમની કંપનીનું નામ જરૂર સાંભળ્યું હશે.. 115 વર્ષ પહેલા શરૂ થયેલી આ કંપની હાલમાં 650 કરોડનું ટર્નઓવર ધરાવે છે, ત્યારે આજે આ કંપની વિશે જાણીએVadilal કંપનની કઈ રીતે થઈ શરૂઆત?
આઝાદી પહેલા વર્ષ 1907માં વાડીલાલ આઈસ્ક્રીમની શરૂઆત થઈ હતી.. ગુજરાતના વાડીલાલ ગાંધીએ આ કંપનીની શરૂઆત કરી હતી... વાડીલાલ ગાંધી તે સમયે પરંપરાગત દેશી મશીનથી આઈસ્ક્રીમ વેચતા હતા.. જ્યારે કોઈ વ્યક્તિ હાથથી ચાલતા મશીનમાં દૂધ, બર્ફ અને મીઠાનો ઉપયોગ કરી આઈસ્ક્રમી તૈયાર કરે તેને કોઠી કહેવામાં આવે છે..
વર્ષ 1926માં વાડીલાલના દીકરા રણછોડલાલ ગાંધીએ અમદાવાદમાં પોતાનું પ્રથમ રિટેઈલ સ્ટોર વાડીલાલ સોડા ફાઉન્ટેનના નામથી શરૂ કર્યુ હતુ..આઝાદી પહેલા કંપનીના હતા 4 સ્ટોર-
ભારતને આઝાદી મળે ત્યાં સુધી રણછોડલાલ ગાંધીએ પોતાની કંપનીનું વિસ્તરણ કરવાનું શરૂ કર્યું હતુ.. ભારતને આઝાદી મળે તે પહેલા વાડીલાલના 4 આઉટલેટ શરૂ થયા હતા.. વર્ષ 1950માં રણછોડલાલ ગાંધીએ કસાટા આઈસ્ક્રીમનું વાચણ શરૂ કર્યુ હતુ, જે ગ્રાહકો વચ્ચે ખૂબ લોકપ્રિય થયુ. બસ આ જ વાડીલાલ આઈસ્ક્રીમના બ્રાંડ બનવાની સ્ટોરી છે... ત્યાર બાદ વર્ષ 1961માં વાડીલાલે પ્રોફેશનલી ઓપરેટર કરવા માટે કાયદાકીય રૂપથી કંપનીને આકાર આપ્યો હતો..લોકોના દિલમાં કઈ રીતે પહોંચ્યું Vadilal?
વર્ષ 1970માં જ્યારે અન્ય આઈસ્ક્રીમ કંપની માર્કેટમાં પોતાની માર્કેટિંગમાં લાગી હતી, ત્યારે વાડીલાલ કંપનીએ 10 આઈસ્ક્રીમ પાર્લરની સાથે રિઝનલ બ્રાંડ તરીક પોતાને સ્થાપિત કરી.. આ કંપની એગલેસ આઈસ્ક્રીમ બનાવતા વધુ લોકો પસંદ કરતા થયા હતા... કંપનીએ ગ્રાહકો વધારવા માટે ઉપવાસ કરતા લોકોની આઈસ્ક્રીમનું પંચલાઈન આપ્યુ. જેથી કંપનીને વધુ લોકો પસંદ કરતા થયા હતા..650 કરોડનું છે ટર્નઓવર-
વર્ષ 1990માં વાડીલાલ પરિવારની ચોથી પેઢીએ આ વેપારને સંભાળ્યો.. હાલના સમયમાં વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડમાં વિભાજન થઈ ચૂક્યું છે.. હાલમાં કંપની બે અલગ અલગ નામથી ચાલી રહી છે.. હાલના સમયમાં આ આઈસ્ક્રીમ કંપની 650 કરોડનું ટર્નઓવર ધરાવે છે... 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news