ICSE, ISC Semester 1 Result: CISCE એ ધોરણ 10 અને 12ના પરિણામ જાહેર કર્યા, આ રીતે કરો ચેક
કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશને સેમિસ્ટર 1નું પરિણામ આજે જાહેર કરી દીધુ.
Trending Photos
કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશને સેમિસ્ટર 1નું પરિણામ આજે જાહેર કરી દીધુ. વિદ્યાર્થીઓ CISCE ની અધિકૃત વેબસાઈટ cisce.org પર જઈને ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામ ચેક કરી શકે છે.
ICSE અને ISC વર્ષ 2021-22 સેમિસ્ટર 1 પરીક્ષાનું પરિણામ કાઉન્સિલના કરિયર પોર્ટલ પર, કાઉન્સિલની વેબસાઈટ પર અને એસએમએસ દ્વારા વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. એસએમએસ માધ્યમથી પરિણામ મેળવવા માટે ઉમેદવારે સાત આંકડાના વિશિષ્ટ આઈડી સંખ્યા ટાઈપ કરીને 09248082883 નંબર પર મોકલી શકે છે. તમામ વિષયોમાં અંકવાળા પરિણામ ઉમેદવારને રજિસ્ટર્ડ મોબાઈલ પર મોકલી દેવાશે.
અત્રે જણાવવાનું કે કાઉન્સિલ સેમિસ્ટર વન પરીક્ષાના પરિણામની કોઈ કોપી બહાર પાડશે નહીં. જો કે પરિણામ ઓનલાઈન ટ્રાન્સ્ક્રિપ્ટ્સ સ્વરૂપે શાળાઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે. બોર્ડ પરીક્ષા માટે ઉપસ્થિત રહેનારા ઉમેદવારોને કમ્પ્યુટરવાળી માર્કશીટ જારી કરી રહ્યું છે.
આ રીતે ચેક કરો પરિણામ
1 સૌથી પહેલા કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશનની અધિકૃત વિબસાઈટ cisce.org પર જાઓ.
2. હોમ પેજ પર 'ICSE/ISC Sem 1 Results 2021-22 પર ક્લિક કરો.
3. ધોરણ 10 અને ધોરણ 12 સંબંધિત લિંક પર ક્લિક કરીને વિદ્યાર્થીઓએ પોતાની આઈડી અને કેપ્ચા નાખવાના રહેશે.
4. લોગઈન કર્યા બાદ ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને પરિણામ સ્ક્રીન પર જોવા મળશે.
5 રિઝલ્ટ ડાઉનલોડ કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે