Accident: કનૌજમાં આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત, કાર ટ્રકમાં ઘૂસી જતા 6 લોકોના મોત
ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયેલું છે. આ બધા વચ્ચે આઘાતજનક સમાચાર આવ્યા છે. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના કન્નૌજ (Kannauj) માં ધુમ્મસના કારણે આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર આજે સવારે મોટી દુર્ઘટના ઘટી.
Trending Photos
લખનૌ: ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયેલું છે. આ બધા વચ્ચે આઘાતજનક સમાચાર આવ્યા છે. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના કન્નૌજ (Kannauj) માં ધુમ્મસના કારણે આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર આજે સવારે મોટી દુર્ઘટના ઘટી. અકસ્માતમાં કારમાં બેઠલા 6 લોકોના મોત થયા. માર્યા ગયેલા લોકો મહેંદીપુર બાલાજીના દર્શન કરવા માટે લખનઉથી રાજસ્થાન જઈ રહ્યા હતા.
કન્નૌજના તાલગ્રામ વિસ્તારમાં થયો અકસ્માત
પોલીસના જણાવ્યાં મુજબ અકસ્માત (Accident) કન્નૌજના તાલગ્રામ વિસ્તાર પાસે અકસ્માત થયો. કહેવાય છે કે કાર પૂરપાટ સ્પીડમાં જઈ રહી હતી. એક્સપ્રેસ વે પર ગાઢ ધુમ્મસના કારણે કારના ડ્રાયવરને સામેનો વળાંક દેખાયો નહીં અને કાર હાઈવે પર બગડેલી ટ્રેકમાં ઘૂસી ગઈ. ટક્કર એટલી જબરદસ્ત હતી કે કારનો આગળનો ભાગ ખરાબ રીતે ડેમેજ થઈ ગયો હતો અને અંદર બેઠેલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
કટરથી કારને કાપીને ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા
સૂચના મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને કટરથી કારને કાપીને ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા. ત્યારબાદ તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. જ્યાં 6 લોકોને મૃત જાહેર કરાયા. મૃતદેહોને મેડિકલ કોલેજમાં રાખવામાં આવ્યા છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું. તેમણે જિલ્લાના ઓફિસરોને ઘટનાસ્થળે રહીને જરૂરી કાર્યવાહી કરવાના આદેશ આપ્યા.
દિલ્હી-એનસીઆરના અનેક ભાગમાં ગાઢ ધુમ્મસ
અત્રે જણાવવાનું કે આજે સવારથી દિલ્હી-એનસીઆર (Delhi-NCR) માં ગાઢ ધુમ્મસ છવાયેલું છે. રસ્તાઓ પર સરેરાશ વિઝિબ્લિટી 100 મીટરની બનેલી છે. અનેક વિસ્તારોમાં તો 10 મીટરના અંતરે પણ કશું દેખાતું નથી. ધુમ્મસી સાથે હવામાનમાં ઠંડક પણ ખુબ પ્રસરી ગયેલી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે