સર્જિકલ સ્ટ્રાઇકથી નોર્થ ઈસ્ટમાં ઓપરેશન સુધી, આ સિદ્ધિઓ છે CDS રાવતના નામે

સીડીએસ બિપિન રાવતનો જન્મ 16 માર્ચ 1958માં દેહરાદૂનમાં થયો હતો. તેમના પિતાજી એલ એસ રાવત પણ સેનામાં હતા અને તેમને લેફ્ટિનેન્ટ જનરલ એલએસ રાવતના નામથી ઓળખવામાં આવતા હતા.

સર્જિકલ સ્ટ્રાઇકથી નોર્થ ઈસ્ટમાં ઓપરેશન સુધી, આ સિદ્ધિઓ છે CDS રાવતના નામે

નવી દિલ્હીઃ તમિલનાડુના કુન્નૂરમાં બુધવારે બપોરે ખુબ મોટી દુર્ઘટના સર્જાય છે. ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવતને લઈને જઈ રહેલું હેલીકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. સીડીએસ બિપિન રાવત સિવાય પોતાની પત્ની અને સેનાના અન્ય અધિકારી સહિત 14 લોકો આ હેલીકોપ્ટરમાં હાજર હતા. રિપોર્ટસ અનુસાર અત્યાર સુધી 11 મૃતદેહ મળી આવ્યા છે. 

સીડીએસ બિપિન રાવતનો જન્મ 16 માર્ચ 1958માં દેહરાદૂનમાં થયો હતો. તેમના પિતાજી એલ એસ રાવત પણ સેનામાં હતા અને તેમને લેફ્ટિનેન્ટ જનરલ એલએસ રાવતના નામથી ઓળખવામાં આવતા હતા. સીડીએસ રાવત સેન્ટ એડવર્ડ સ્કૂલ, શિમલા અને રાષ્ટ્રીય રક્ષા એકેડમી, ખડકસલાના પૂર્વ વિદ્યાર્થી છે. તેમણે મદ્રાસ વિશ્વવિદ્યાલયથી રક્ષામાં એમ.ફિલની ડિગ્રી હાસિલ કરી અને મેનેજમેન્ટ અને કમ્પ્યૂટર સ્ટડીઝમાં ડિપ્લોમાં કર્યું છે. ડિસેમ્બર 1978માં ભારતીય સૈન્ય એકેડમી, દેહરાદૂનથી 11 ગોરખા રાઇફલ્સની પાંચમી બટાલિયનમાં નિમણૂક કરવામાં આવી હતી. તેમનું સ્વોર્ડ ઓફ ઓનરથી સન્માન કરવામાં આવી ચુક્યુ છે. 

ઉંચાઈ વાળા યુદ્ધ ક્ષેત્ર અને આતંકવાદ વિરુદ્ધ ઓપરેશનમાં નિષ્ણાંત સીડીએસ રાવત
જનરલ બિપિન રાવતે સૈન્ય મીડિયા રણનીતિક પર પોતાનું રિસર્ચ પૂરુ કર્યુ અને 2011માં ચૌધરી ચરણ સિંહ વિશ્વવિદ્યાલય, મેરઠથી ડોક્ટરેટ ઓફ ફિલોસફીની ડિગ્રી મેળવી હતી. તેઓ રાષ્ટ્રીય સુરક્ષા અને લીડરશિપ પર ઘણા લેખો લખી ચુક્યા છે જે વિભિન્ન પત્રિકામાં પ્રકાશિત થયા છે. 

જનરલ બિપિન રાવતને ઉંચાઈવાળા ક્ષેત્ર અને આતંકવાદી વિરોધી અભિયાનની કમાન સંભાળવાનો અનુભવ છે. તેઓ 1986માં ચીન સાથે લાગેલી વાસ્તવિક નિયંત્રણ રેખા પર ઇન્ફ્રેન્ટ્રી બટાલિયનના પ્રમુખની ભૂમિકા નિભાવી ચુક્યા છે. આ સિવાય તેમણે રાષ્ટ્રીય રાઇફલ્સના એક સેક્ટર અને કાશ્મીર ઘાટીમાં 19 ઇન્ફેન્ટ્રી ડિવીઝનની આગેવાની પણ કરી છે. તેઓ કોન્ગોમાં સંયુક્ત રાષ્ટ્રના શાંતિ મિશનનું નેતૃત્વ પણ કરી ચુક્યા છે. 

સીડીએસ બિપિન રાવતની આગેવાનીમાં ભારતીય સેનાએ અનેક ઓપરેશનને અંજામ આપ્યો છે. તેમણે પૂર્વોત્તરમાં આતંકવાદ ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. જૂન 2015માં મણિપુરમાં આતંકી હુમલામાં 18 સૈનિક શહીદ થઈ ગયા હતા. ત્યારબાદ 21 પેરા કમાન્ડોએ સરહદ પાર જઈને મ્યાનમારમાં આતંકી સંગઠન એનએસસીએન-કેના ઘણા આતંકીઓને ઢેર કર્યા હતા. ત્યારે 21 પેરા થર્ડ કોર્પ્સને આધીન હતી, જેના કમાન્ડર બિપિન રાવત હતા. આ સિવાય 29 સપ્ટેમ્બર 2016ના ભારતીય સેનાએ પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી ઘણા આતંકી કેમ્પો અને આતંકીઓને ઠાર કર્યા હતા. ઉરીમાં સેનાના કેમ્પ અને પુલવામામાં સીઆરપીએફ પર થયેલા હુમલામાં ઘણા જવાન શહીદ થઈ ગયા હતા ત્યારબાદ ભારતીય સેનાએ પગલાં ભર્યા હતા. 

છેલ્લા ચાર દાયકાથી દેશની સેવા કરી રહ્યા છે સીડીએસ રાવત
વર્ષ 2019માં પીએમ નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી ત્રણેય સેનાઓ વચ્ચે તાલમેલ વધારવા માટે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે CDS બનાવવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ ભારતીય સેના પ્રમુખ પદથી નિવૃત થયા બાદ બિપિન રાવતે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનો કાર્યભાર સંભાળ્યો હતો. પોતાની ચાર દાયકાની સેવા દરમિયાન રાવતે બ્રિગેડ કમાન્ડર, જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ દક્ષિણી કમાન, સૈન્ય સંચાલન ડાયરેક્ટરમાં જનરલ સ્ટાફ ઓફિસર ગ્રેડ 2, મિલિટ્રી સેક્રેટરી બ્રાન્ચમાં કર્નલ સૈન્ય સચિવ અને ઉપ સૈન્ય સચિવ અને જૂનિયર કમાન્ડિંગ વિંગમાં સીનિયર ઇન્સ્ટ્રક્ટર તરીકે પણ પોતાની સેવાઓ આપી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news