Covid 19: ભારતમાં કોરોનાનો વધુ એક ખતરનાક સ્ટ્રેન સામે આવ્યો, 10 ગણી છે ફેલાવાની ક્ષમતા

સીસીએમબીના વૈજ્ઞાનિકોને રિસર્ચ દરમિયાન જાણવા મળ્યું- કોરોનાના N440k વેરિએન્ટમાં A2a પ્રોટોટાઇપ સ્ટ્રેનના મુકાબલે 10 ગણી વધુ વાયરલ ફેલાવાની ક્ષમતા છે.

Covid 19: ભારતમાં કોરોનાનો વધુ એક ખતરનાક સ્ટ્રેન સામે આવ્યો, 10 ગણી છે ફેલાવાની ક્ષમતા

નવી દિલ્હીઃ ભારતમાં ફેલાયેલો કોરોના વાયરસ દુનિયામાં ફેલાયેલા કોરોના વાયરસના મુકાબલે 10 ગણો વધુ ઝડપથી ફેલાઈ છે અને તે તેના મુકાબલે વધુ ખતરનાક છે. સેન્ટર ફોર સેલ્યૂલર એન્ડ મોલેક્યૂલર બાયોલોજી (CCMB) એ કોરોના વાયરસના નવા વેરિએન્ટ N-440K ની જાણકારી મેળવી છે. તે B1.617 અને B1.618 બાદ આવેલો નવો વેરિએન્ટ છે. સૌથી પહેલા તેની જાણકારી આંધ્ર પ્રગેશના કુરનૂલમાં મળી. વિશાખાપટ્ટનમ અને રાજ્યના અન્ય ભાગના લોકો વચ્ચે જે ડર ઉભો થયો હતો તેનું કારણ આ વેરિએન્ટ હોઈ શકે છે. 

વૈજ્ઞાનિકો પ્રમાણે કોરોનાનો  N440K વેરિએન્ટ મુખ્યરીતે દક્ષિણી રાજ્યો જેમ કે તેલંગણા, આંધ્ર પ્રદેશ, કર્ણાટકની સાથે મહારાષ્ટ્ર અને છત્તીસગઢના કેટલાક ભાગમાં જોવા મળ્યો છે. 

સીસીએમબીના વૈજ્ઞાનિકોને રિસર્ચ દરમિયાન જાણવા મળ્યું- કોરોનાના N440k વેરિએન્ટમાં A2a પ્રોટોટાઇપ સ્ટ્રેનના મુકાબલે 10 ગણી વધુ વાયરલ ફેલાવાની ક્ષમતા છે. કોરોનાનો A2a પ્રોટોટોઇપ સ્ટ્રેન દુનિયાભરમાં ફેલાયેલો છે. તેવામાં અન્ય વાયરસની તુલનામાં કોરોનાનું N440k વેરિએન્ટ ઓછા સમયમાં અનેક ગણો વધુ વાયરસ પેદા કરવાની ક્ષમતા રાખે છે. 

ભારતમાં કોરોનાના કેસ બે કરોડને પાર
ભારતમાં કોરોનાના કેસે 2 કરોડનો આંકડો પાર કરી લીધો છે અને માત્ર 15 દિવસમાં સંક્રમણના 50 લાખથી વધુ કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Union Ministry of Health) મંગળવારે જાહેર કરેલા આંકડા અનુસાર કોરોના વાયરસના એક દિવસમાં  3,57,229 નવા કેસ આવતા કુલ સંક્રમિતોની સંખ્યા  2,02,82,833 પર પહોંચી ગઈ છે. જ્યારે 3449 લોકોના મૃત્યુની સાથે કુલ મૃત્યુઆંક 2,22,408 પર પહોંચી ગયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news