Corona Update: કોરોનાના 40 હજારથી વધુ નવા કેસ નોંધાયા, 24 કલાકમાં આટલા લોકોએ જીવ ગુમાવ્યા
દેશમાં પાછા કોરોનાના કેસ 40 હજાર ઉપર નોંધાઈ રહ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: દેશમાં પાછા કોરોનાના કેસ 40 હજાર ઉપર નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 41 હજારથી વધુ દર્દીઓ નોંધાયા છે જ્યારે 507 લોકોએ જીવ ગુમાવ્યા છે.
નવા 41 હજારથી વધુ કેસ નોંધાયા
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 41,383 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 3,12,57,720 પર પહોંચી છે. એક દિવસમાં 38,652 જેટલા દર્દીઓ રિકવર પણ થયા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,04,29,339 થઈ છે. હાલ 4,09,394 દર્દીઓ સારવાર હેઠળ છે. ગઈ કાલે કોરોનાના નવા 42,015 કેસ નોંધાયા હતા.
India reports 41,383 new #COVID19 cases, 38,652 recoveries, and 507 deaths in the last 24 hours, as per the Union Health Ministry.
Total cases: 3,12,57,720
Total recoveries: 3,04,29,339
Active cases: 4,09,394
Death toll: 4,18,987
Total vaccination: 41,78,51,151 pic.twitter.com/876XngVSIP
— ANI (@ANI) July 22, 2021
એક દિવસમાં 507 લોકોના મૃત્યુ
છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના કારણે 507 લોકોના જીવ ગયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 4,18,987 થયો છે. ગઈ કાલે મહારાષ્ટ્રના જૂના મોતનો આંકડો જોડાવાના કારણે મોતની સંખ્યા અચાનક વધી ગઈ હતી અને એક દિવસમાં 3998 દર્દીઓનો મોત નોંધાયા હતા. દેશમાં રસીકરણ અભિયાન હેઠળ રસીના કુલ 41,78,51,151 ડોઝ આપવામાં આવેલા છે.
#COVID19 | A total of 45,09,11,712 samples were tested up to 21st July. Of which, 17,18,439 samples were tested yesterday: Indian Council of Medical Research (ICMR) pic.twitter.com/gU6qQhmVg6
— ANI (@ANI) July 22, 2021
17 લાખથી વધુ કોરોના ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ ગઈ કાલે દેશભરમાંથી કોરોના વાયરસના 17,18,439 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે કુલ કોરોના ટેસ્ટનો આંકડો હવે 45,09,11,712 પર પહોંચી ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે